તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Aam Aadmi Party MLA Amanullah Khan Convicted In Assault Case With Former Chief Secretary, 9 Accused Including CM Kejriwal Acquitted

આપ ધારાસભ્યોની વિરુદ્ધ આરોપ નક્કી:આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન પૂર્વ મુખ્ય સચિવની સાથેની મારપીટના કેસમાં દોષિત, CM કેજરીવાલ સહિત 9 આરોપી નિર્દોષ છુટ્યા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મામલો 2018માં દિલ્હીના મુખ્ય સચિવ રહેલા અંશુ પ્રકાશ સાથે થયેલી મારપીટનો છે
  • કેજરીવાલના ઘરે થયેલી એક બેઠક દરમિયાન અંશુ પ્રકાશ પર કથિત રીતે હુમલો થયો હતો

દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારપીટના મામલામાં સ્પેશિયલ કોર્ટે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો- અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જરવાલને દોષી ઠેરવ્યા છે. જોકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને AAPના 9 બીજા ધારાસભ્યોને નિર્દોષ જાહેર કર્યા છે.

જે ધારાસભ્યોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેમાં નિતિન ત્યાગી, રિતુરાજ ગોવિંદ, સંજીવ ઝા, અજય દત, રાજેશ ઋષિ, રાજેશ ગુપ્તા, મદન લાલ પ્રવીણ કુમાર અને દિનેશ મોહનીયા સામેલ છે.

કેજરીવાલના ઘર થયેલી બેઠક દરમિયાન મારપીટનો આરોપ
આ મામલો 2018માં દિલ્હીના મુખ્ય સચિવ રહેલા અંશુ પ્રકાશ સાથે થયેલી મારપીટનો છે. 19 ફેબ્રુઆરી 2018ના રોજ કેજરીવાલના ઘરે થયેલી એક બેઠક દરમિયાન અંશુ પ્રકાશ પર કથિત રીતે હુમલો થયો હતો. આ મામલામાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 13 આરોપી હતા.

આરોપો મુજબ અંશુ પ્રકાશની સાથે કેજરીવાલની હાજરીમાં જ તેમના ધારાસભ્યોએ ધક્કામુક્કી કરી હતી. તે પછી મુખ્ય સચિવે રાતે જ ઉપરાજ્યપાલ સાથે મળીને ફરિયાદ કરી હતી. અધિકારીઓનું કહેવું હતું કે 3 વર્ષ કેજરીવાલની જાહેરાતોને લઈને મુખ્ય સચિવ સાથે વિવાદ થયો હતો. જ્યારે કેજરીવાલ સરકારનું કહેવું હતું કે વિવાદ 2.5 લાખ લોકોને રેશન મળવાને લઈને થયો હતો.

એવો પણ આરોપ હતો કે કેજરીવાલના ઈશારા પર જ તેમના ધારાસભ્યોએ અંશુ પ્રકાશ સાથે મારઝૂડ શરૂ કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે AAPના ધારાસભ્યએ અંશુ પ્રકાશને થપ્પડ મારી હતી. બીજા તરફ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને કહ્યું હતું કે મુખ્ય સચિવે ખરાબ વર્તન શરૂ કર્યું હતું. AAPએ તે સમયે એ વાત પણ કહી હતી કે BJPએ અંશુ પ્રકાશ પર દબાણ નાંખીને કેસ નોંધાવ્યો છે.

ચાર્જશીટમાં દાવો- AAP નેતાઓએ સબુત છુપાવ્યા
આ મામલામાં દિલ્હી પોલીસની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક ષડયંત્રના ભાગરૂપે અંશુ પ્રકાશ પર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ કહેવામાં આવ્યું હતું કે AAP નેતાઓએ સબુત પણ છુપાવ્યા હતા. આ ઘટના પહેલા જ ઘણા CCTV કનેક્શન આપી નાંખવામાં આવ્યા હતા.

સિસોદિયાએ કહ્યું- આ જુઠ્ઠુો કેસ હતો
આ મામલામાં કોર્ટેના ચુકાદા પર મનીષ સિસોદિયાએ કહ્યું છે કે આ ન્યાય અને સત્યની જીતનો દિવસ છે. સિસોદિયોએ કહ્યું કે કોર્ટે તમામ આરોપોને જુઠ્ઠા અને આધાર વગરના ગણાવ્યા છે. આ જુઠા કેસમાં મુખ્યમંત્રીને નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે. અમે પહેલા જ કહ્યું હતું કે આરોપ ખોટો છે. સિસોદિયાએ આરોપ લગાવ્યો છે કે આ BJPનું ષડયંત્ર છે.