તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Arun Narang Came To Hold A Press Conference In Support Of The Agricultural Law; Farmers Surrounded The Police And Beat Up The MLA And Tore His Clothes.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંજાબમાં ભાજપના MLAને દોડાવી-દોડાવીને માર માર્યો:કૃષિ કાયદાના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા હતા અરુણ નારંગ;ખેડૂતોએ પોલીસને ઘેરી લીધી અને મારઝૂડ કરી કપડા ફાડી નાખ્યા

2 મહિનો પહેલા
ભાજપના ધારાસભ્ય અરુણ નારંગને ખેડૂતોથી બચાવવા પ્રયત્ન કરતા પોલીસકર્મી

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો હવે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. શનિવારે ખેડૂતોએ પંજાબમાં મુક્તસર જિલ્લાના મલોટમાં ભાજપના ધારાસભ્ય અરુણ નારંગને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. આ ઘટનામાં તેમના કપડા પણ ફાટી ગયા અને તેમને ઈજા પણ પહોંચી છે. અરુણ નારંગ અબોહરથી ભાજપના ધારાસભ્ય છે.

ખેડૂતોએ ભાજપના કાર્યાલયને ઘેર્યું
નારંગ કૃષિ કાયદાના સમર્થનમાં એક પત્રકાર પરિષદ યોજવા માટે મલોટ ગયા હતા. તેમના આગમન અંગે ખેડૂતોને જાણ થઈ હતી તો મલોટમાં ભાજપ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ ગઈ. ખેડૂતો ભેગા થતા જોઈ પોલીસે ધારાસભ્યને ત્યાંથી લઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ ખેડૂતોએ તેમનો પીછો કર્યો. પોલીસ ધારાસભ્યને એક દુકાનની અંદર લઈ ગઈ.

ખેડૂતોએ તેમને જોઈ લીધા અને તે દુકાનની બહાર તેમને ઘેરવા લાગ્યા. આ જોઈ પોલીસે દુકાનને અંદરથી બંધ કરી દીધી. તે સમયે ખેડૂતોએ ધારાસભ્યની ગાડીને નિશાન બનાવી તેની તોડફોડ કરી.

ખેડૂતો પોલીસ સામે પડ્યા અને ધારાસભ્યને ખેંચ્યા
થોડી વાર બાદ પોલીસ નારંગને દુકાનમાંથી બહાર લઈ જવા લાગી. ખેડૂતોએ તેમને પીછો કર્યો. આ જોઈ ધારાસભ્ય જીવ બચાવવા માટે ઝડપથી ભાગવા લાગ્યા. પોલીસ કર્મચારીઓએ જ્યારે ઉગ્ર ખેડૂતોને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો બન્ને વચ્ચે ઝપાઝપી થઈ અને ધારાસભ્ય સાથે ધક્કા-મુક્કી કરી તેમને ઈજા પહોંચાડવામાં આવી. આ ઉપરાંત તેમના કપડા પણ ફાડી નાંખવામાં આવ્યા. પોલીસ ગમે તેમ કરીને ધારાસભ્યને બચાવી લઈ જવામાં સફળ રહી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો