- Gujarati News
- National
- Despite The Implementation Of Article 144, Mischievous Elements Were Infected, Police Were Lathi Charge, Stoned And Agitated.
PHOTOSમાં જોધપુર હિંસા:કલમ-144 લાગૂ કરવા છતા તોફાની તત્વોએ ઉપદ્રવ મચાવ્યો;પોલીસનો લાઠીચાર્જ, પથ્થરમારો અને આગચંપીની ઘટના બની
રાજસ્થાનના જોધપુરમાં ઈદ પર્વ નિમિત્તે ભારે વિવાદ થયો છે. જોધપુરના જાલોરી ગેટ વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલી હિંસાના પડધા મંગળવારે પણ પડ્યા હતા અને વ્યાપક પ્રમાણમાં પથ્થરમારો તથા આગચંપીની ઘટના બની હતી. ઉપદ્રવ બાદ વહીવટીતંત્રએ જોધપુરના 10 વિસ્તારોમાં બુધવારે કર્ફ્યૂ લગાવવો પડ્યો હતો.
બીજી બાજુ સોમવારે રાત્રે જ ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. કલમ-144 લાગૂ થયા બાદ પણ ભીડ એકત્રિત થતા લાઠીચાર્જ તથા આગચંપીની ઘટના બની હતી,જે તસવીરોમાં જોઈ શકાય છે...
આ વિસ્તારમાં એકત્રિત ભીડને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભીડ સતત સૂત્રોચ્ચાર કરતી રહી હતી. સોમવારે રાત્રે બે સમુદાય વચ્ચે 2 વખત હિંસા અને આગચંપીની ઘટના બની હતી.
ઘણી સમજાવટ કરવા છતા ભીડ પરત ફરવા તૈયાર થઈ ન હતી. ત્યારબાદ પોલીસ અને ભીડ વચ્ચે સંઘર્ષ અને ઝપાઝપી શરૂ થઈ ગઈ
સ્થિતિ નિયંત્રણ બહાર જતી જોઈ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, ત્યારબાદ ભીડમાં ભારે ભાગદોડ થઈ. ઘટના બાદ CM અશોક ગેહલોતે હાઈ લેવલ મીટિંગ બોલાવી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
લાઠીચાર્જ બાદ રોડ પર પગરખા વિખેરાયેલા હતા. ઉપદ્રવિયોએ 20થી વધારે ગાડીઓના કાચ તોડી નાંખ્યા અને ATMમાં ભારે તોડફોડ કરી હતી.
તોફાની તત્વોએ કરેલા પથ્થરમારામાં પોલીસ અધિકારી અને જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટનામાં પોલીસની ગાડીને તોડી નાંખવામાં આવી હતી. અનેક મીડિયા કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.
વાહનોને આગ લગાડવામાં આવી હતી. એક બાઈકમાં લાગેલી આગને બૂઝાવવાનો પ્રયાસ કરતા સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારી
ધારાસભ્ય સૂર્યકાંતા વ્યાસના ઘરની બહાર ભારે તોફાન કર્યું હતું.