તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Arriving In Ladakh, Rajnath Singh Lauded The Bravery And Agility Of The Army, Boosting The Morale Of The Troops.

ભારતીય પેરાટ્રુપર્સની પ્રશંસા:લદ્દાખ પહોંચેલા રાજનાથસિંહે સેનાનાં સાહસ અને ચપળતાની ભરપૂર પ્રશંસા કરી, જવાનોનો ઉત્સાહ વધાર્યો

એક વર્ષ પહેલા
  • હજારો ફીટ ઊંચેથી જવાનોએ ચપળતા અને બાહદૂરીથી છલાંગ લગાવી
  • શુક્રવારે સૈનિકોએ પેરાડ્રોપીંગ અને સૈન્ય અભ્યાસ દર્શાવ્યો

રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખ મુલાકાતે છે. તેમણે શુક્રવારે લેહમાં ફોરવર્ડ લોકેશન પર પહોંચી જવાનો સાથે વાત કરી હતી. સાથે જ સૈનિકોએ પેરાડ્રોપિંગ અને સૈન્ય અભ્યાસ પણ દર્શાવ્યો હતો. લેફ્ટનન્ટ જનરલ વિનોદ ભાટીયાએ સેનાનાં જવાનોનો એરક્રાફ્ટમાંથી પેરાજમ્પિંગ કરતો વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે..જેમાં સેૈનિકો ખૂબ ચપળતા અને બાહદુરીથી હજારો ફીટ ઊંચેથી જમ્પ લગાવતા નજરે પડે છે. તો બીજા વીડિયોમાં આ જવાનો રક્ષામંત્રીની સામે પેરાડ્રોપીંગ કરતા દેખાઈ રહ્યા છે. રાજનાથસિંહે પણ જવાનોના આ સાહસની ભરપૂર પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...