• Gujarati News
  • National
  • Arriving At Rajghat Wearing An Orange Turban, The Prime Minister Laid Flowers At The Tomb Of Mahatma Gandhi; Will Give A Speech From The Red Fort In A Few Minutes

75મો સ્વતંત્રતા દિવસ આજે:કેસરી પાઘડી પહેરીને રાજઘાટ પહોંચ્યા વડાપ્રધાન, મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ ચઢાવ્યા; થોડીવારમાં લાલ કિલ્લા પરથી ભાષણ આપશે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંગ્રેજ શાસનથી આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેસરી પાઘડી પહેરીને રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ ચઢાવ્યા. તેમણે ગાંધીની સમાધિની પરિક્રમા પણ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ટ્વીટ કરીને સ્વતંત્રતા દિવસના અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવનું આ વર્ષ દેશવાસીઓમાં નવી ઊર્જા અને નવચેતનાનો સંચાર કરે. નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં લાલ કિલ્લા પર મુખ્ય સમારંભમાં સામેલ થશે. તેઓ તિરંગો લહેરાવીને દેશનો સંબોધિત કરશે. આ પ્રસંગે ઓલિમ્પિક મેડલ વિજેતાઓ લાલ કિલ્લા પર ઉપસ્થિત રહેશે. જ્યારે પ્રથમવાર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં એરફોર્સના હેલિકોપ્ટર ફૂલ વરસાવશે.