• Gujarati News
  • National
  • Arrived To Participate In A Religious Program; Farmers Threw Stones And Utensils, Took Refuge In The Gurdwara And Saved Lives

પંજાબમાં કોંગ્રેસના MLA લાડીને ખેડૂતોએ દોડાવ્યા:ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા; ખેડૂતોએ પથ્થર અને વાસણો ફેંક્યાં, ગુરુદ્વારામાં આશરો લઈને જીવ બચાવ્યો

જલંધર13 દિવસ પહેલા

પંજાબમાં હવે કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતોના રોષનો ભોગ બની રહ્યા છે. ધાર્મિક કાર્યક્રમમાં પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય બલવિંદરસિંહ લાડીને ખેડૂતોના વિરોધને કારણે ત્યાંથી ભાગવું પડ્યું હતું. તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચારની સાથે પથ્થર અને વાસણો ફેંકવામાં આવ્યાં હતાં. સુરક્ષાકર્મીઓની મદદથી કોઈપણ રીતે ધારાસભ્યએ ગુરુદ્વારા સાહેબમાં છુપાઈને જીવ બચાવ્યો. એ બાદ લોકોએ ચેતવણી આપી કે ફરી અહીં ન આવતા, નહિંતર ખેડૂતો ફરીથી વિરોધ કરશે.

ગુરુદ્વારાની સીડીઓ પર ચઢતા સમયે પણ ધારાસભ્યો પર વાસણો ફેંકવામાં આવ્યાં હતાં.
ગુરુદ્વારાની સીડીઓ પર ચઢતા સમયે પણ ધારાસભ્યો પર વાસણો ફેંકવામાં આવ્યાં હતાં.

ધારાસભ્ય બલવિંદર લાડી ગુરદાસપુરમાં રવિવારે સાંજે શામ બટાલાના શ્રી હરગોવિંદપુરના ગુરુદ્વારા સાહેબમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. અહીં ગુરુદ્વારા સાહેબની નજીક જ પંડાલ બાંધેલો હતો. ધારાસભ્ય બલવિંદર લાડી પહોંચ્યા એ બાદ તેમનું પ્રબંધકો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું. એ બાદ ધારાસભ્ય જેવા જ મંચ પરથી ભાષણ આપવા લાગ્યા તો ખેડૂતો ભડકી ગયા અને તેમણે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. એટલું જ નહીં, રોષે ભરાયેલા ખેડૂતો મંચ સુધી પણ પહોંચી ગયા.

કોંગ્રેસ ધારાસભ્યની પાછળ દોડ્યા ખેડૂતો.
કોંગ્રેસ ધારાસભ્યની પાછળ દોડ્યા ખેડૂતો.

આ જોઈને પોલીસ બચાવમાં આવી અને તેમણે ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે વાત ન માની. એ બાદ ખેડૂતોના વધતા ગુસ્સાને જોઈને ધારાસભ્ય લાડીને મંચ છોડીને ભાગવા પર મજબૂર થવું પડ્યું અને તેઓ ગુરુદ્વારા સાહેબ તરફ ભાગ્યા હતા.

ખેડૂતોથી બચીને ભાગતા ધારાસભ્ય.
ખેડૂતોથી બચીને ભાગતા ધારાસભ્ય.

ધારાસભ્યને પોલીસની સુરક્ષા વચ્ચે લઈ જવામાં આવ્યા હતા તો સીડીઓ પર પહોંચતાં જ ખેડૂતોએ ન માત્ર તેમના પર પથ્થર ફેંક્યાં, પરંતુ વાસણો પણ ફેંકવાનું શરૂ કરી દીધું. એ બાદ પોલીસે તેમને કોઈપણ રીતે અંદર હોલમાં પહોંચાડ્યા અને ખેડૂતોથી બચાવ્યા.

અન્ય સમાચારો પણ છે...