તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Arrived In Three Positive Crowds; One Was In A Theater Performance, Another In A Temple And A Third In A Market

નાસિકમાં નથી થયું કોન્ટેક્ટ ટ્રેસિંગ:ત્રણ પોઝિટિવ ભીડમાં પહોંચ્યા; એક રંગમંચમીના પ્રદર્શનમાં હતો, બીજો મંદિરમાં અને ત્રીજો બજારમાં

નાસિક2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નાસિકમાં વધુ દર્દીઓવાળા વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવી રહ્યા છે. ફાઇલ - Divya Bhaskar
નાસિકમાં વધુ દર્દીઓવાળા વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવી રહ્યા છે. ફાઇલ
  • દેશના 10 શહેરો જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, તેમાં એકલા મહારાષ્ટ્રના જ 8 શહેર
  • તહેવારો પર વહીવટીતંત્રએ પણ બેદરકારી દાખવી, જ્યારે કેસ વધ્યા ત્યારે તંત્ર જાગ્યું

દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીઓ 12 લાખની નજીક પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં આ આંકડો 5.65 લાખથી વધુ છે. તેનો અર્થ એ કે દેશનો લગભગ અડધા. 31 માર્ચના સરકારી રિપોર્ટ મુજબ દેશના 10 શહેરો જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે, તેમાં એકલા મહારાષ્ટ્રના 8 શહેર છે.

પુણે, મુંબઇ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, નાંદેડ અને અહમદનગર. બાકીના બે શહેરો બેંગ્લોર અને દિલ્હી છે. મહારાષ્ટ્રમાં દરરોજ આશરે 300 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. આ ક્ષેત્રની સાચી તસવીર આપના સુધી પહોંચાડવા માટે ભાસ્કર રાજ્યના મહત્વના શહેરોમાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ લાવી રહ્યું છે. સિરીઝના પ્રથમ હપ્તામાં અમે પુણેનો રિપોર્ટ આપ્યો હતો. આજે જાણો નાસિકની હાલત ...

ઓક્સિજનની અછત
નાસિકમાં ગંભીર રીતે બીમાર રહેલા કોરોના દર્દી બાબાસાહેબ કોલેને જ્યારે બેડ ન મળ્યો તો તેઓ ઓક્સિજન સિલિન્ડર લઇને જાતે જ નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે પહોંચી ગયા હતા. આ કેસની માહિતી જ્યારે કોર્પોરેશનના અધિકારીઓને થઈ તો અફરા-તફરીમાં એમ્બ્યુલન્સને તાકીદે બોલાવવામાં આવી હતી અને દર્દીને બિટકો હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. બે દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતુ.

ભીડ ઓછી કરવા માટે વિચિત્ર નિયમ, 5 રૂપિયાની ટિકિટ ખરીદો
નાસિક વહીવટીતંત્રએ સંક્રમણને રોકવાની એક વિચિત્ર રીત નીકાળી છે. વહીવટીતંત્રએ નિર્ણય લીધો છે કે લોકોને બજારમાં જવા માટે 5 રૂપિયાની ટિકિટ લેવી પડશે. તે પછી તેઓ ફક્ત એક કલાક માટે જ બજારમાં જઈ શકશે. નિયમો તોડવા બદલ 500 રૂપિયા દંડ ભરવો પડશે. આ ફી નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જશે, તેનો ઉપયોગ કોરોના નિયંત્રણ માટે કરવામાં આવશે.

અનલોક બાદ બેદરકાર બન્યા લોકો, આ કારણે જ કેસમાં વધારો થયો

નાશિકના ઐતિહાસિક પંચવટી વિસ્તારના કપાલેશ્વર મંદિર વિસ્તારમાં વર્ષોથી રહેતા દેવાંગ જાની મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા. તેઓ કહે છે કે ગયા વર્ષે એપ્રિલ સુધી કોરોનાનો એક દર્દી હતો. સપ્ટેમ્બર - ઓક્ટોબરમાં કેસોમાં વધારો થયો, પરંતુ દર્દીઓ સરળતાથી બેડ મેળવી શકતા હતા. વેન્ટિલેટર અને ઓક્સિજનની પણ અછત નહોતી. અનલોક થતાં લોકો બેદરકાર બની ગયા. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનું પાલન કરવાનું લોકોએ છોડી દીધું.

તંત્ર પણ બેદરકાર રહ્યું, કેસ વધ્યા ત્યારે જાગ્યું
આ વખતે તહેવારો પર વહીવટીતંત્ર પણ બેદરકારી દાખવી રહ્યું હતું. હોળીમાં રંગપંચમી ખાતે ભીડમાં એક પોઝિટિવ વ્યક્તિ સામેલ હતો. એક મંદિરમાં એક પોઝિટિવ વ્યક્તિ આરતી કરી રહી હતી. વ્યક્તિ પોઝિટિવ હોવા છતાં પત્ની સાથે બજારમાં ખરીદી કરવા ગયો. આ 3 ઉદાહરણોમાંથી તે સ્પષ્ટ છે કે આ વખતે સંપર્ક ટ્રેસિંગ ગાયબ છે. કેસ વધ્યા ત્યારે વહીવટી તંત્ર જાગ્યું.

હવે ચેતવણીના બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. વધુ દર્દીઓવાળા વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવી રહ્યા છે અને અન્ય સાવચેતી પણ રાખવામાં આવી રહી છે.

રેમડેસિવિરની કાળાબજારી, ડ્રગ્સ ઈન્સ્પેકટરોની મનમરજી શરૂ
દેવાંગ જણાવે છે કે, જો કોઈને બીજી લહેરમાં સંક્રમણ લાગે છે, તો તેનો પરિવાર પણ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ વેઇટિંગમાં છે. દર્દીઓ ખુરશી પર બેઠા હોય છે. વેન્ટિલેટર અને ઓક્સિજનની પણ અછત છે. ડોકટરો રિમડેસિવિરના ઇન્જેક્શન માંગી રહ્યા છે અને આ ઈન્જેક્શનનું કાળાબજારી શરૂ થઈ ગયું છે.

ડ્રગ્સ ઇન્સ્પેક્ટર (DI)ની મનમરજી અને ધમકી આપવાની પણ કેટલીક ઘટનાઓ બની છે. એક મેડિકલ સ્ટોરના માલિક કોઈક રીતે રેમડેસિવિર ઇન્જેક્શનનો થોડો સ્ટોક મેળવ્યો, તો સવારે 5 વાગ્યાથી તેમના મેડિકલ સ્ટોરની બહાર 122 લોકો લાઇનમાં ઉભા હતા. ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે દુકાનદારને ફોન કરીને રેમડેસિવિર સામાન્ય લોકોને આપવાની ના પાડી અને તેની પસંદગીના કોવિડ સેન્ટરોમાં ઇન્જેક્શન મોકલવા કહ્યું હતુ.

નાસિકમાં 92% હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. અહીંયાની દવાની દુકાનના માલિક મુબિને જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં બેડ ન હોવાથી બિમારી આટલી બધી વધી રહી છે. આમની દુકાન પર જે પણ દવા લેવા આવે છે એમાંથી દરેક બીજો વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય છે.

અહીંયાની સરકારી જાકિર હુસૈન હોસ્પિટલમાં એવી પરિસ્થિતિ સામે આવી છે કે દર્દીઓને ખુરશી પર બેસાડીને ઓક્સિજન લેવો પડે છે. મુબિને કહ્યું કે રેમડેસિવિર તો જોવા પણ નથી મળતી. કોરોનાને કારણે લોકોમાં ક્લોટિંગ થઈ રહ્યું છે. જેના કારણે પણ ઘણા લોકોના મૃત્યું નીપજ્યાં હતા.

ઓક્સિજન અને વેન્ટિલેટર માટે 1થી 3 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ
નાસિકમાં કોવિડથી દરરોજ 25થી 35 મોત થઈ રહ્યા છે. રોજ નવા 4 હજાર દર્દીઓ આવી રહ્યા છે અને હોસ્પિટલોમાં 1થી 3 લાખ રૂપિયાની ડિપોઝિટ લેવાઈ રહી છે. કોચિંગ સેન્ટર ચલાવી રહેલા મિર્ઝાએ કહ્યું હતું કે એમના સંબંધીમાં તો એકને ઓક્સિજન મીટર પણ સાથે લાવવા જણાવ્યું હતું.

અહીંયા શાલીમાર માર્કેટમાં એન્ટ્રીના સમયે પ્રશાસને 5 રૂપિયાનો ચાર્જ લગાવ્યો છે અને એક કલાકથી વધુ રોકાય એના માટે 1 હજાર રુપિયાનો દંડ પણ લેવાશે એવી વાતનો ઉલ્લેખ કરાયો હતો. પરંતુ કોણે કેટલા સમયસુધી માર્કેટમાં એક કલાકથી વધુ સમય વિતાવ્યો એ જાણવું ઘણું મુશ્કેલ છે. લોકડાઉનના નિયમો તો માત્ર કાગળ પર જ છે.

કોન્ટેક્ટ ટ્રેસિંગના વાયદાઓ, પરંતુ સચ્ચાઈ કઈ બીજી જ
નાસિકના કલેક્ટર સૂરજ માંઢેએ જણાવ્યું હતું કે કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવાઈ રહેલી દવાઓની મોટી માત્રમાં માગ છે પરંતુ દવાઓનો સપ્લાય ઘણો ઓછો છે. જોકે દર્દીઓને દવાઓ ઉપલબ્ધ કરાઈ રહી છે. માંઢરે એ કહ્યું હતું કે એક પોઝિટિવના સંપર્કમાં આવેલા 10થી વધુ લોકોની કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાઈ રહી છે, જેના પર દેવાંગ જાનીએ જણાવ્યું હતું કે આ વાતોમાં કોઈપણ પ્રકારની સચ્ચાઈ રહેલી નથી.

લોકો શહેરોથી સંક્રમણ લઈને ગામડે પરત ફર્યા
નાસિકના એક ગામની રહેવાસી રોહિણીએ જણાવ્યું હતું કે ગામમાં કોરોનાના કેસો ગત વર્ષ કરતા વધુ માત્રામાં સામે આવી રહ્યા છે. આનું એક કારણ એ પણ છે કે ગામના કેટલાક લોકો શહેરમાં જાય છે, જ્યાંથી બિમારી ગામમાં લઈને આવે છે. ગામના રહેવાસી અતુલે જણાવ્યું કે ગત વર્ષે બધુ બરોબર હતું, એ સમયે કોઈએ પણ માસ્ક નહોતા પહેર્યા. પરંતુ આ સમયે પરિસ્થિતિ ગંભીર જણાઈ રહી છે.

ગામમાં ખેતરમાં કાર્ય કરી રહેલા બીકાજીએ જણાવ્યું હતું કે આ વર્ષે પહેલા વાર એમ બન્યું છે કે અમારા તમામ પરિવારજનો સાથે મળીને ડુંગળીના પાકની લણણી કરી રહ્યા છીએ. પહેલા આ સમયે અમારે ખેતમજૂરોને કામ સોંપવું પડતું હતું. એમના પુત્ર સુશાંતે જણાવ્યું હતું કે ગામમાં કોરોનાની પરિસ્થિતિ ઘણી ગંભીર છે. જેનાથી ભયભીત થઈને એક પણ મજૂર કાર્ય કરવા માટે આવ્યો નહતો.

અન્ય સમાચારો પણ છે...