ભોપાલના સિંધી કોલોની ચાર રસ્તે ગંદા પાણીમાં શાકભાજી ધોવાના કેસમાં હનુમાનગંજ પોલીસે શાકભાજીવાળાની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ ધર્મેન્દ્ર રુપે થઈ છે. તેણે પોલીસને જણાવ્યું કે જે જગ્યાનો વીડિયો સામે આવ્યો છે ત્યાં પાણીની લાઈન તૂટેલી છે. જેનું પાણી નાળામાં વહે છે. તે પાણીથી તે રોજ શાકભાજી ધોતો હતો.
ધર્મેન્દ્રએ જણાવ્યું કે તે એકલો આ પાણીમાં શાકભાજી નહોતો ધોતો ત્યાં ઉભા રહેતા દરેક શાકભાજીવાળા આ પાણીનો ઉપયોગ કરતા હતાં. પોલીસ અધિકારી મહેન્દ્ર સિંહ ઠાકુરે જણાવ્યું કે ગંદા પાણીથી શાકભાજી ધોવાનો વીડિયો સામે આવ્યા બાદ મંગળવારે ખાદ્ય સુરક્ષા અધિકારી દેવેન્દ્ર દુબેએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાઈ હતી. પોલીસે વીડિયોના આધારે આરોપીની ઓળખાણ કરીને ધરપકડ કરી છે અને આરોપીએ ગુનો કબૂલ્યો છે.
બેદરકારી: 6 મહિનાથી લાઈનમાં લીકેજ
સિંધી કોલોની ચાર રસ્તે કેટલીક દુકાનો સામે આશરે 6 મહિનાથી પાણી વહી રહ્યું છે. આ પાણી કોલાર પાઇપ લાઈનના લીકેજનું ગણવામાં આવી રહ્યું છે. તેના કારણે ગંદકી પણ થાય છે. દુકાનદાર પરમાનંદ પ્રજાપતિએ જણાવ્યું કે આ પાણી છેલ્લા 6 મહિનાથી વહી રહ્યું છે. આ પાણીમાં લોકો પોતાની ગાડીઓ લઈને નીકળે છે. ઘણી વખત ફરિયાદ કરી, પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. સવારે શાકભાજીવાળા આવીને શાકભાજી આ પાણીમાં ધોવે છે.
વ્યાપારીઓની જીવલેણ કરતૂત
ગેસ્ટ્રો ઈંસ્ટ્રોલ્જિસ્ટ ડૉ.સંજય કુમારે જણાવ્યું કે રોકાયેલા પાણીને કારણે પાણીમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા પેદા થાય છે. પાણી સાફ હોવા બાદ પણ આજૂ-બાજુ ગંદકી છે, તો પણ પાણી દૂષિત થાય છે. જો આ પાણીનો ઉપયોગ શાકભાજીને ધોવા માટે થઈ રહ્યો છે તો તેનાથી આ શાકભાજી ખાનારા લોકોમાં લીવર અને પેટને સંબંધિત બિમારીઓ થવાની સંભાવના છે. તેમાં મુખ્ય રુપે પેટનું ઈન્ફેક્શન, પીલિયા અને ટાઈફોઈડ જેવી બિમારીઓ હોવાની સંભાવના વધુ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.