• Gujarati News
  • National
  • Arpita Mukherjee Woman Threw Slipper On Partha Chatterjee West Bengal Teacher Recruitment Scam ED Raids Update

'કેશ કિંગ' પાર્થ ચેટર્જી પર ચંપલ ફેંકાયું:કહ્યું- માથામાં વાગ્યું હોત તો સારું થાત, જનતાના પૈસા લૂંટનારને AC ગાડીમાં ફેરવે છે

13 દિવસ પહેલા

પાર્થ ચેરટજી પર મહિલાએ મંગળવારે ચંપલ ફેંક્યું હતું. પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખરજીને દર 48 કલાકે ESIC હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવે છે. આજે જ્યારે તેઓ મેડિકલ ટેસ્ટ માટે આવ્યા ત્યારે પરત જતી વખતે આ ઘટના બની હતી.

ચંપલ ફેંક્યા પછી મહિલાએ કહ્યું- ગરીબો ખૂબ મહેનત કરીને પૈસા કમાય છે અને પાર્થ જેવા લોકોને મોંઘી કારોમાં લઈ જવામાં આવે છે. હું ઉઘાડા પગે ચાલીશ, તેણે જનતાના પૈસા લૂંટ્યા છે તેમ છતાં તેને AC કારમાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે. મહિલાએ કહ્યું કે, મને લાગે છે કે તેના માથામાં ચંપલ વાગ્યું હોત તો સારું થતું.

પાર્થ-અર્પિતાની 6 પ્રોપર્ટી પર મંગળવારે દરોડા પડ્યા
આ પહેલાં આજે સવારે અર્પિતાએ EDને નિવેદન આપ્યું કે જે પૈસા તેના ફ્લેટ પરથી મળ્યા છે તે તેના નથી અને તે કોના પૈસા છે તે વિશે તેને ખબર નથી. જ્યારે પાર્થ ચેટરજીએ કહ્યું હતું કે, મને કાવતરું ઘડીને ફસાવવામાં આવી રહ્યો છે. પાર્થ અને અર્પિતાની 6 પ્રોપર્ટી પર આજ સવારથી ફરી દરોડા પાડવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળના શિક્ષણ ભરતી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરતાં ઈડીએ સોમવારે રાતે અર્પિતા મુખરજીના બેલઘરિયાના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીએ અહીં અપાર્ટમેન્ટના CCTV ફૂટેજ તપાસ્યા અને એન્ટ્રી ડાયરી પણ જોઈ. તપાસ પછી અધિકારીઓએ એન્ટ્રી ડાયરી અને માય ગેટ એપના ડેટા જપ્ત કરી લીધા છે.

અપાર્ટમેન્ટના સચિવ અમિત ચોરસિયાએ મીડિયાને જણાવ્યું કે, ટેક્નિકલ કારણોથી CCTV ફૂટેજ મળી શક્યા નથી. તેને સુરક્ષીત રાખવાનો આદેશ આપ્યો છે.

આ જ ફ્લેટમાંથી મળી હતી 28 કરોડ કેશ
27 જુલાઈએ EDએ અર્પિતાના બેલઘરિયાના આ જ ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. તેમાંથી અંદાજે 28 કરોડની કેશ મળી હતી. 18 કલાક ચાલેલા આ દરોડામાં EDની ટીમને 5 કિલો સોનું પણ મળ્યું હતું. ફલેટમાંથી આટલી બધી કેશ મળ્યા પછી અર્પિતાએ પહેલીવાર સ્વીકાર્યું હતું કે, આ રકમ પાર્થ ચેટરજીની છે.

EDની પૂછપરછમાં પાર્થ-અર્પિતાએ અત્યાર સુધી શું કહ્યું?
1. પાર્થ ચેટરજી: અર્પિતાના ફ્લેટમાંથી મળેલા પૈસા કોના છે, મને નથી ખબર. શિક્ષણ વિભાગમાં નેતાઓની ભલામણના આધારે નોકરીઓ આપવામાં આવી.
2. અર્પિતા મુખરજી: જે પૈસા મળ્યા તે પાર્થના છે. મને ફ્લેટ પર જવાની મંજૂરી નહતી. પાર્થના લોકો ફ્લેટ પર કેશ મુકવા આવતા હતા.

11 બેન્કોમાં બંનેના જોઈન્ટ એકાઉન્ટ, 8 કરોડ રૂપિયા મળ્યા
ED સૂત્રોના જણાવ્યા પ્રમાણે 11 બેન્કોમાં પાર્થ-અર્પિતાના જોઈન્ટ એકાઉન્ટ હોવાની માહિતી મળી છે. તેમાંથી 8 કરોડ રૂપિયા હોવાના પુરાવા મળ્યા છે. એજન્સી ટૂંક સમયમાં જ આ ખાતાઓને સિઝ કરશે. જ્યારે ED પાર્થના ખાસ અન્ય 15 લોકોના ઠેકાણાઓ પર દરોડા પાડવાની તૈયારીમાં છે.

અન્ય સમાચારો પણ છે...