તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TRP કૌભાંડમાં પોલીસનો દાવો:અર્નબ ગોસ્વામીએ 2 ચેનલનું રેટિંગ વધારવા માટે BARCના પૂર્વ CEOને લાખો રૂપિયા આપ્યા

મુંબઈ2 મહિનો પહેલા

ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ(TRP) કૌભાંડમાં મુંબઈ પોલીસે સોમવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટેમાં મોટો દાવો કર્યો છે. પોલીસે કહ્યું હતું, રિપબ્લિક TVના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીએ તેની બંને ચેનલનું રેટિંગ વધારવા માટે બ્રોડકોસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ(BARC)ના પૂર્વ CEO પાર્થો દાસગુપ્તાને લાખો રૂપિયા આપ્યા હતા.

TRP ગોટાળામાં પોલીસે પ્રથમ વખત સ્પષ્ટ રીતે અર્નબનું નામ લીધું છે. આ પહેલાં આરોપીઓના લિસ્ટમાં રિપબ્લિકના માલિકને દર્શાવવામાં આવ્યા હતા. અર્નબનું નામ આવ્યું ન હતું.

દાસગુપ્તાના રિમાન્ડ 30 ડિસેમ્બર સુધી વધ્યા
પોલીસ તરફથી રજૂ કરવામાં આવેલા રિમાન્ડ રિપોર્ટ મુજબ, દાસગુપ્તા જ્યારે BARCના CEO હતા ત્યારે અર્નબ અને બીજા આરોપીઓએ રિપબ્લિક ભારત અને રિપબ્લિક ટીવીની TRP ગેરકાયદે રીતે વધારવાનું ષડયંત્ર બનાવ્યું હતું. એ માટે અર્નબે દાસગુપ્તાને લાખો રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું. પોલીસે કોર્ટમાં આ દાવો કરતાં દાસગુપ્તાના રિમાન્ડ માગ્યા. કોર્ટે રિમાન્ડ 30 ડિસેમ્બર સુધી વધારી દીધા.

અર્નબ પાસેથી મળેલા પૈસાથી દાસગુપ્તાએ લક્ઝરી સામાન ખરીદ્યો
રિપોર્ટના જણાવ્યા મુજબ, અર્નબ પાસેથી મળેલા પૈસામાંથી દાસગુપ્તાએ જ્વેલરી અને બીજો કીમતી સામાન ખરીદ્યો. તેમના ઘરમાંથી એ જપ્ત કરવામાં આવ્યો છે. એમાં ટેગ હાયરની લગભગ 1 લાખ રૂપિયાની ઘડિયાળ, 2.22 લાખ રૂપિયાની ઈમિટેશન જ્વેલરી અને સ્ટોન્સ સામેલ છે. દાસગુપ્તાની ગત સપ્તાહે ધરપકડ કરવામાં આવી હતી. TRP કૌભાંડમાં આ 15મી ધરપકડ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો