• Gujarati News
  • National
  • Army's New Strategy For Terrorists Wait And Kill As Soon As The Opportunity Arises, 6 Terrorists Killed So Far

કાશ્મીરમાં ઘુસણખોરોનું એન્કાઉન્ટર:આતંકીઓ માટે સેનાની નવી રણનીતિ- રાહ જુઓ અને તક મળતાં જ મારો, અત્યાર સુધીમાં 6 આતંકી ઠાર

શ્રીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજૌરીના જંગલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાએ અત્યાર સુધીમાં લશ્કર-એ-તોયબાના 6 આતંકીઓને ઠાર કર્યા છે. હજુ પણ 3થી 4 આતંકીઓ અહીં છુપાયા હોવાની આશંકા છે, તેમની તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સેનાના અધિકારીઓએ આતંકીઓનો સામનો કરવા માટે નવી રણનીતિ બનાવી છે. તે અંતર્ગત રાહ જુઓ, આતંકીઓને ગામો સુધી આવવા દો, તે પછી તેના પર તૂટી પડોની નીતિ અમલમાં મુકવામાં આવી છે. છેલ્લાં કેટલાંક મહિનાથી લશ્કરના 9થી 10 આતંકી પાકિસ્તાનના રાજૌરી-પુંચ જિલ્લાના જંગલોમાં આવ્યા હતા. આ ઉપરાંત અનેક વખત ઘુસણખોરીના પણ પ્રયાસ થયા, પરંતુ સેનાએ તેને નિષ્ફળ બનાવ્યા હતા.

આ જંગલમાં 9 જવાન શહીદ થયા
રાજૌરીના જંગલમાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના 9 જવાનો શહીદ થયા છે. જે બાદ ચીફ ઓફ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે 16 ઓક્ટોબરે આ વિસ્તારની મુલાકાત કરી હતી. તેઓએ આતંકવાદ વિરોધી અભિયાનને સંભાળનાર કમાન્ડર્સ સાથે વાત કરી હતી.

આતંકીઓની શોધમાં સેનાના જવાન સતત જંગલોમં ઓપરેશન ચલાવી રહ્યાં છે.
આતંકીઓની શોધમાં સેનાના જવાન સતત જંગલોમં ઓપરેશન ચલાવી રહ્યાં છે.

તેઓએ સૈનિકોને આતંકીઓને પ્રો-એક્ટિવલી એન્ગેજ કરવાને બદલે તેમની મૂવમેન્ટની રાહ જોવાનું કહ્યું છે. સેનાના અધિકારીઓનું કહેવું છે કે આતંકીઓએ બે-બેની ટીમમાં મૂવમેન્ટ કર્યું. તેનાથી તેઓને સતત પોતાની પોઝિશન બદલાવવામાં મદદ મળી અને ભારતીય સેનાના વધુને વધુ જવાનોનું નુકસાન થયું. ભારતીય સેનાના જવાનો પર તે સમયે ફાયરિંગ થયું જ્યારે તેઓ આતંકીઓની શોધમાં નીકળ્યા હતા.

આતંકીઓને અંદર સુધી આવવા દો પછી ટાર્ગેટ કરો
એક કમાન્ડરે કહ્યું કે આતંકીઓને ખાવા-પીવાનો સામાન લેવા માટે ગામ સુધી આવવા દો, જે બાદ તેમને ટાર્ગેટ બનાવો. જંગલમાં લડાઈ માટે ધૈર્યની જરૂર પડે છે. સૈનિકોને કહેવામાં આવ્યું કે તેઓ સતર્ક રહે અને આતંકીઓને સામસામે એન્ગેજ કરીને કેજ્યુલ્ટીથી બચે. જો કે સમયનો કોઈ મુદ્દો નથી તેથી અમે આતંકીઓને થકાવી નાખીશું જે બાદ તેમનો સફાયો કરીશું.

આજુબાજુના લોકોની પૂછપરછ
આતંકીઓની ધરપકડ માટે સુરક્ષાદળોએ ત્રણ લોકોની પૂછપરછ કરી છે. જેમાં એક 45 વર્ષની મહિલા પણ સામેલ છે. એજન્સીઓની તેમની પૂછપરછ કરે છે જેમના પર શંકા હોય છે કે તેઓએ અથડામણમાં સામેલ આતંકીઓને લોજિસ્ટિક સપોર્ટ આપ્યો હતો. મહિલા અને તેના પુત્રની ઓળખ ઝરીના અખ્તર અને શફૈત તરીકે થઈ છે.

શ્રીનગરમાં સુરક્ષાદળના જવાનો દરેક આવતા-જતા લોકોની તલાશી કરે છે.
શ્રીનગરમાં સુરક્ષાદળના જવાનો દરેક આવતા-જતા લોકોની તલાશી કરે છે.

સામાન્ય લોકો પર થતા આતંકી હુમલા બાદ સુરક્ષા વધારી દેવાઈ છે. કાશ્મીર વેલીમાં ખાસ કરીને રાજધાની શ્રીનગરમાં તપાસ અભિયાન તેજ બનાવી દેવાયું છે. આતંકીઓના ટાર્ગેટ કિલિંગમાં અત્યાર સુધીમાં 11 લોકોના જીવ ગયા છે. અધિકારીઓએ શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરના જિલ્લાના કેટલાંક વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ સસ્પેન્ડ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...