લદ્દાખના તુર્તક સેક્ટરમાં સેનાની ગાડી શ્યોક નદીમાં પડી ગઈ. દુર્ઘટનામાં 7 જવાન શહીદ થઈ ગયા અને કેટલાંક ઘાયલ થયા છે. ઈન્ડિયન આર્મીના નિવેદન મુજબ, 26 સૈનિકોની ટુકડી પરતાપુરથી હનીફ સબ સેક્ટરના ફોરવર્ડ પોસ્ટ જઈ રહી હતી.
સવારે લગભગ 9 વાગ્યે થોઈસેથી લગભગ 25 કિલોમીટર દૂર વાહન સ્લીપ થઈ શ્યોક નદીમાં ખાબકી હતી. ઘાયલ 26 સૈનિકોને ત્યાંથી કાઢીને આર્મી ફીલ્ડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ગંભીર ઈજાને કારણે 7 સૈનિકોના મોત થઈ ગયા. લેહથી પરતાપુર માટે સેનાની સર્જિકલ ટીમ રવાના થઈ ગઈ છે. ગંભીર રીતે ઘાયલોને વાયુ સેનાની મદદથી વેસ્ટર્ન કમાનની હોસ્પિટલ લઈ જવાયા રહ્યાં છે.
સેનાની બસ કયા કારણોથી દુર્ઘટનાગ્રસ્ત થઈ છે તે અંગે અત્યારે ખાસ માહિતી મળી શકી નથી અને સેના તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
આ ઘટના થોઈસથી આશરે 25 કિમી અંતરે સર્જાઈ છે, જ્યાં સેનાની બસ શ્યોક નદીમાં આશરે 50-60 ફૂટ ખીણમાં પડી ગઈ હતી.ભારતીય સેનાએ કહ્યું છે કે ઈજાગ્રસ્ત જવાનોને શ્રેષ્ઠકક્ષાની સારવાર મળી રહે તે બાબતને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જવાનોને હાઈ સેન્ટર રેફર કરવા માટે વાયુ સેનાની મદદ લેવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.