• Home
  • National
  • Army soldiers made hands free sanitizing machine, helpful in washing hands without touching

ભારતીય સેનાના જવાનોએ ‘હેન્ડ્સ ફ્રી સેનિટાઈઝિંગ’ મશીન બનાવ્યું, સાંસદ ગૌતમ ગંભીરે વખાણ કર્યા

X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 02:17 PM IST

નવી દિલ્હી: કોરોનાવાઇરસ સામેની લડાઈમાં હાલ સંપૂર્ણ દેશ લોકડાઉન છે. સોશિયલ મીડિયા પર હાલ લોકો એકબીજાથી અંતર રાખવાનું અને પોતાને સેનિટાઈઝ રાખવાનું કહી રહ્યા છે. સેલિબ્રિટીથી માંડીને સામાન્ય યુઝર હાથ ધોતા શીખવાડી રહ્યા છે. તેવામાં ભારતીય સેનાનો એક વીડિયો વાઈરલ થયો છે. સેનાના જવાનોએ અલગ મશીન બનાવ્યું છે, જેમાં નળને અડાડયા વિના હાથને પાણી અન હેન્ડ વોશર મળી જાય છે. આ મશીનને પગથી ઓપરેટ કરાય તેમ બનાવ્યું છે. જો આ મશીનનો ઉપયોગ કોઈ કરશે તો તે નળ અને હેન્ડ વોશરની બોટલને અડકવાની જરૂર નહી પડે. 

24  માર્ચે સાંસદ ગૌતમ ગંભીરે વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે-ઇનોવેશન ! ભારતીય સેનાનું નામ છે. સુપરકુલ હેન્ડ સેનિટાઈઝિંગ મશીન. જોરદાર કામ. વીડિયોને અત્યાર સુધી 76 હજારથી પણ વધારે લોકોએ જોયો છે.

વીડિયોમાં એક જવાન આ મશીન કેવી રીતે કામ કરે છે, તે સમજાવી રહ્યા છે. આ વીડિયોને સેનાના હેડક્વાર્ટર એસએમટી વર્કશોપમાં તૈયાર કર્યો છે. તેને હેન્ડ્સ ફ્રી મિકેનિઝમ કહ્યું છે. જમણો અને ડાબો પગ મશીન પર પ્રેસ કરવાથી પાણી અને હેન્ડ વોશર લિક્વિડ હાથમાં આવે છે. કોરોનાવાઇરસ સામેની લડાઈમાં આ મશીન મદદગાર સાબિત થઇ શકે તેમ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી