તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Army Officials Told The Militant Don't Be Afraid, If A Mistake Is Made, The Militant's Father Touched The Officers' Feet And Thanked Them

આતંકવાદીએ સરેન્ડર કર્યું:સેનાના અધિકારીઓએ આતંકવાદીને કહ્યું- ડર નહીં, ભૂલ તો થઈ જાય, આતંકવાદીના પિતાએ અધિકારીઓના ચરણસ્પર્શ કરી આભાર વ્યક્ત કર્યો

શ્રીનગર10 દિવસ પહેલા
  • બડગામ કરે ચડૂરા વિસ્તારમાં આર્મી અને CRPFએ એક SPOની તપાસ માટે ઓપરેશન ચલાવ્યુ હતું
  • તપાસ સમયે સુરક્ષા દળોની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યુ અને SPO ભાગી છૂટ્યો

બડગામ જીલ્લામાં એક આતંકવાદીએ શુક્રવારે સેના સમક્ષ આત્મસમર્પણ કરી દીધુ હતું. આ ઘટનાનો એક વીડિયો સેનાએ જાહેર કર્યો છે. વીડિયોમાં સેનાના અધિકારી આતંકવાદીને કહેતા દેખાય છે કે બેટા ડર નહીં. ભૂલ થઈ જાય છે. આતંકવાદીનું નામ જહાંગીર ભટ છે. આ વીડિયોમાં આતંકવાદીના પિતા અધિકારીઓના ચરણ સ્પર્શ કરી આભાર વ્યક્ત કરતા દેખાય છે. આ સમયે અધિકારીઓ કહે છે કે આ ભૂલ હતી, હવે તેની (આતંકવાદી)ની તમામ ભૂલ માફ છે. પિતાએ અધિકારીઓને કહ્યું કે તે આગળ જતા ફરી આ માર્ગે આગળ ન વધે. આ અંગે પિતાએ કહ્યું કે જો હવે તે ઘરેથી નિકળ્યો તો તમે પહેલા મારી લાશ પાડશો. આ અંગે અધિકારીઓએ કહ્યું કે આવી કોઈ વાત નથી.

ઓવરગ્રાઉન્ડ વર્કર હતો સરેન્ડર કરનાર આતંકવાદી
બડગામ કરે ચડૂરા વિસ્તારમાં લશ્કર અને CRPFએ એક SPOની તપાસમાં ઓપરેશન ચલાવ્યું હતું. આ SPO બે દિવસ અગાઉ AK-47 રાઈફલ લઈ ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન સુરક્ષા દળોની એક ટુકડી પર ફાઈરિંગ કરવામાં આવ્યું અને SOP ભાગી છૂટ્યો. પણ તેનો સાથી જહાંગીર પકડમાં આવી ગયો. તે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતો હતો અને પત્થરબાજીમાં પણ સામેલ હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો