તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Army Militants Fire On CRPF Patrol Party In Lovepora, Srinagar; 2 Young Martyrs, 2 Wounded

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો:શ્રીનગરના લવેપોરામાં CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર લશ્કરના આતંકીઓએ ફાયરિંગ કર્યું; 2 જવાન શહીદ, 2 ઘાયલ

શ્રીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
IG કાશ્મીર વિજય કુમારે જાણકારી આપતા હુમલાની પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ ગણાવ્યો છે. - Divya Bhaskar
IG કાશ્મીર વિજય કુમારે જાણકારી આપતા હુમલાની પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ ગણાવ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ ગુરૂવારે CRPFની પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું. આ હુમલો શ્રીનગરના બહારના વિસ્તાર લેવપોરમાં થયો. હુમલામાં બે જવાન શહીદ થઈ ગયા.

IG કાશ્મીર વિજય કુમારના જણાવ્યા મુજબ, આતંકી હુમલામાં 3 જવાન ઘાયલ થયા હતા. જેમાંથી એક જવાને સારવાર દરમિયાન જ જીવ ગુમાવ્યો. તેઓએ કહ્યું કે આ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ છે. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો આતંકીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરબંધી કરવામાં આવી છે. CRPFના જનસંપર્ક અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલામાં શહીદ એક ASIનું નામ માંગા રામ જણાવવામાં આવી રહ્યું છે, જેઓ ત્રિપુરાના રહેવાસી હતી.

આતંકીઓએ કર્યું અંધાધુંધ ફાયરિંગ
DIGના જણાવ્યા મુજબ NH-44 પર 73મી બટાલિયનની ROPની લાગેલી હતી, ત્યારે આતંકીઓએ તેમના પર અંધાધુંધ ફાયરિંગ કર્યું. જેમાં ઘટના સ્થળે એક સબ ઈન્સ્પેક્ટર શહીદ થઈ ગયા અને બીજા સારવાર દરમિયાન શહીદ થઈ ગયા. એક ગંભીર રીતે ઘાયલ છે અને એકની હાલત સ્થિર છે. વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. 3-4 લોકોએ ફાયરિંગ કર્યું છે.

11 દિવસ પહેલાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થઈ હતી અથડામણ
11 દિવસ પહેલાં 14 માર્ચે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ ઓપરેશન શોપિયાંના રાવલપોરા વિસ્તારમાં આખી રાત ચાલ્યું હતું. જે બાદ બીજા દિવસે રવિવારે લશ્કર-એ-તૈયબાની સાથે જોડાયેલાં આતંકી જહાંગીર અહમદ વાનીને ઠાર કરવામાં આવ્યો હતો. આ અથડામણવાળી જગ્યાએથી USAમાં બનેલી M4 કાર્બઈન રાઈફલ મળી હતી. આ રાઈફલનો ઉપયોગ અમેરિકાની સેના પણ કરે છે.

આતંકી અહમદ વાની આ વિસ્તારમાં સપ્ટેમ્બરથી એક્ટિવ હતો. તે પહેલાં 13 માર્ચે આતંકીઓએ પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ઉત્તરી કાશ્મીરના સોપોર બસ સ્ટેન્ડની પાસે થયેલા આતંકી હુમલામાં આતંકી દ્વારા ટાર્ગેટ ચૂકાઈ ગયો હતો. ત્યારે તેઓ પોતાના મલીન ઈરાદાઓમાં સફળ થઈ શક્યા ન હતા. આ દરમિયાન બે પોલીસના કર્મચારીઓ ઘાયલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો