• Gujarati News
  • National
  • Army Kills 3 Militants In Shopian; Clashes Also Broke Out Between The Army And Terrorists In Poonch, Arms And Ammunition Seized

કાશ્મીરમાં એન્કાઉન્ટર:શોપિયાંમાં સેનાએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા; પુંછમાં પણ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, હથિયાર અને દારૂગોળો જપ્ત

શ્રીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોપિયાંમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ એન્કાઉન્ટર શોપિયાંના તુલરાન વિસ્તારમાં શરૂ થયું હતું. આમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ LeT (TRF)ના હતા. તેમાંથી એકની ઓળખ ગંદરબલના રહેવાસી મુખ્તાર શાહ તરીકે થઈ છે. મુખ્તાર એ જ આતંકવાદી હતો જેણે થોડા દિવસો પહેલા શ્રીનગરમાં રેકડી ચલાવતા બિહારના વિરેન્દ્ર પાસવાનની હત્યા કરી હતી. તે હુમલા બાદ મુખ્તાર શોપિયાં ભાગી ગયો હતો.

સુરક્ષા દળોએ સોમવારથી કાશ્મીરમાં અલગ અલગ ઘટનાઓમાં 6 આતંકીઓને ઠાર કર્યા છે. સોમવારે બે આતંકીઓ બાંદીપોરામાં અને એક અનંતનાગમાં ઠાર મારવામાં આવ્યો હતો.

બીજી બાજુ, પુંછ સેક્ટરને અડીને આવેલા રાજૌરીના ડેહરાની ગલી વિસ્તારમાં હજુ પણ એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સોમવારે સોમવારે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં જેસીઓ સહિત 5 સૈનિકો શહીદ થયા હતા. અહીં હુમલો કરનાર આતંકીઓ અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા. દોઢ વર્ષ પછી આ પ્રથમ વખત છે જ્યારે આટલા સૈનિકો એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. અગાઉ 3 મે 2020 ના રોજ એક આતંકી હુમલામાં 5 જવાનો શહીદ થયા હતા.

સોમવારે 5 સ્થળે એન્કાઉન્ટર થયુ હતુ
સોમવારે સેનાએ કાશ્મીરમાં પાંચ અલગ અલગ જગ્યાએ આતંકીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું. માહિતીના આધારે સૈનિકોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતુ. આ દરમિયાન બે સ્થળોએ એક-એક આતંકવાદી માર્યો ગયો. સેનાએ કહ્યું છે કે તમામ આતંકવાદીઓના ખાત્મા સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે.

હમણાં આતંકવાદી હુમલાઓ વધવાના 2 મુખ્ય કારણો

પ્રથમ: સરકારે વિસ્થાપિતોને 45 લાખ મૂળ નિવાસી પ્રમાણપત્રોનું વિતરણ
સરકારે કાશ્મીરી સ્થળાંતર કરનારાઓ અને પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓને 4.5 લાખ મૂળ નિવાસી પ્રમાણપત્રોનું વિતરણ કર્યું છે. તેનાથી બિન-મુસ્લિમો ઉત્સાહિત હતા અને આ જ આતંકવાદીઓના ગુસ્સાનું કારણ છે. એટલા માટે માત્ર હિન્દુઓ જ નહીં, પણ શીખોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેથી તેમની વચ્ચે ગભરાટ ફેલાય.

બીજું: 370 નાબૂદ થયા બાદ હિન્દુઓએ ઘાટી છોડી નથી
5 ઓગસ્ટ 2019 ના રોજ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી. ત્યારથી, 5 ઓગસ્ટ 2021 સુધી એક પણ હિન્દુ પરિવારે ઘાટી છોડી નથી. જમ્મુ -કાશ્મીર પ્રશાસન તેને પોતાની સિદ્ધિ ગણાવી રહ્યું હતું. આ બાબત આતંકવાદીઓને સતત પરેશાન કરી રહી હતી. તેથી, તેઓએ બિન-મુસ્લિમો પર હુમલા શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...