તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Army Helicopter Crashes At Ranjit Sagar Lake Near Pathankot, Pilot And Co pilot Safe

હેલિકોપ્ટર ક્રેશ:પઠાણકોટ નજીક રણજિત સાગર તળાવમાં સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

નવી દિલ્હી2 મહિનો પહેલા
પઠાણકોટ નજીક આવેલું રણજિત સાગર તળાવ, અહીં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
  • NDRF અને પોલીસનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

મંગળવારે પઠાણકોટ નજીક રણજિત સાગર તળાવમાં સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. NDRF અને પોલીસનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 254 આર્મીના ઉડ્ડયન સ્ક્વોડ્રોનનું હેલિકોપ્ટરે સવારે 10:20 વાગ્યે મામુન કેન્ટથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર રણજિત સાગર તળાવ ઉપર ખૂબ નીચે ઉડાન ભરી રહ્યું હતું અને એ સમયે જ ક્રેશ થયું હતું.

તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલુ
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પઠાણકોટને અડીને આવેલા જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં રણજિત સાગર ડેમ નજીક સૈનિકો હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ડેમમાં બોટ તરવૈયાઓ મદદથી હેલિકોપ્ટરની શોધખોળ ચાલુ છે. તળાવની વધુ ઊંડાઈને કારણે હેલિકોપ્ટરનું લોકેશન જાણી શકાયું નથી.

હેલિકોપ્ટર તળાવની ઉપર ખૂબ જ નીચે ઉડાન ભરી રહ્યું હતું.
હેલિકોપ્ટર તળાવની ઉપર ખૂબ જ નીચે ઉડાન ભરી રહ્યું હતું.

ડેમથી 30 કિમી દૂર મામૂન કેન્ટ
મામૂન કેન્ટ રણજિત સાગર ડેમથી 30 કિમી જ દૂર છે. મામૂન દ્વારા જ જમ્મુ કાશ્મીરમાં સાનિયા માટેના સમાનનો સપ્લાય કરવામાં આવે છે. ડેમનો 60ટકા ભાગ જમ્મુ કાશ્મીરમાં આવે હકે. જ્યારે 40 ટકાનો ભાગ પંજાબની તરફ છે. આ ડેમ રાવી નદી પર બનાવવામાં આવ્યો છે. રાવી પંજાબ શાહપુર કંડી થઈને અજનાલા અને પછી પાકિસ્તાનની તરફ જાય છે. રણજીત સાગર ડેમની આસપાસ પંજાબનું પઠાણકોટ અને જમ્મુ કાશ્મીરનું કઠુઆ શહેર આવે છે.

શિપની મદદથી હેલિકોપ્ટરની શોધખોળ
રણજીત સાગર ડેમ દ્વારા પંજાબને ખેતી માટે સિંચાઇ અને વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અહીં પાવર જનરેશનની કામ પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ કરે છે. પંજાબ સરકારનું એક શિપ નિરીક્ષણ માટે ડેમ ખાતે હાજર રહે છે. તેનો ઉપયોગ ડેમ જોવા માટે આવતા પ્રવાસીઓને ફેરવવા માટે પણ કરવામાં આવે છે. આ દુર્ઘટના થતાં તેની મદદથી હેલિકોપ્ટરની શિધાખોલ કરવામાં આવી રહી છે.

6 મહિના પહેલાં પઠાણકોટથી જઈ રહેલું એક એડવાન્સ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું
આ વર્ષે જાન્યુઆરીમાં જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં ભારતીય સેનાનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવ ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરના બંને પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને નજીકની મિલિટરી બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક પાયલટે જીવ ગુમાવ્યો હતો.

ઇન્ડિયન આર્મીનું ધ્રુવ હેલિકોપ્ટર કઠુઆના લખનપુર વિસ્તારમાં કેશ થયું હતું. ધ્રુવ હેલિકોપ્ટરને ભારતમાં વિકસિત કરવામાં આવ્યું છે. એને હિંદુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL)ના લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) પ્રોજેકટ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે.