• Gujarati News
  • National
  • Army Attention In Ladakh Amid Tensions With China, Now Air Chief Chaudhry Visits After Narwane

લદ્દાખની મુલાકાત:ચીન સાથેના તણાવની વચ્ચે લદ્દાખમાં સેનાનું એટેન્શન, નરવણે પછી હવે વાયુસેના પ્રમુખ ચૌધરીએ લીધી મુલાકાત

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે ગત વર્ષે મેથી ગતિરોધ શરૂ થયો હતો

પૂર્વી લદ્દાખ પર ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે વાયુસેના પ્રમુખ વીઆર ચૌધરીએ આ વિસ્તારની મુલાકાત કરી છે. લદ્દાખ પહોંચીને વાયુસેના પ્રમુખે અહીંની તૈયારીઓ નિહાળી. તેમણે મુલાકાત લીધી તેના બે સપ્તાહ પહેલા જ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ પણ લદ્દાખની મુલાકાત કરી હતી.

ચૌધરીનો પ્રથમ લદ્દાખ પ્રવાસ
આ મહીને વાયુસેના પ્રમુખની જવાબદારી સંભાળ્યા પછી એર ચીફ માર્શલ વી આર ચૌધરીનો આ પ્રથમ લદ્દાખ પ્રવાસ છે. વાયુસેનાએ જણાવ્યું કે શનિવારે એર ચીફ માર્શલ ચૌધરીએ લેહમાં એરફોર્સ સ્ટેશન અને ઉત્તરી સેક્ટરમાં ભારતીય વાયુસેનાની તહેનાતીની મુલાકાત કરી. વાયુસેના પ્રમુખે ભારતની તૈયારીઓની મુલાકાત લીધી, સાથે જ એરબેઝના કર્મચારીઓ અને વાયુસેનાના જવાનો સાથે પણ વાત કરી. ગત 8 ઓક્ટોબરે 89માં વાયુસેના દિવસના પ્રસંગે એર ચીફ માર્શલ ચૌધરીએ કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીની ઉપસ્થિતિ વધારવામાં આવી છે. જોકે તેમણે એ પણ કહ્યું હતું કે વાયુસેનાને વધુ ફરક પડશે નહિ. તેમણે જણાવ્યું હતું કે ચીનની વાયુસેનાએ LACની આસપાસ ત્રણ એર ફીલ્ડમાં પોતાની ઉપસ્થિતિ વધારી દીધી છે.

10 ઓક્ટોબરે 13માં રાઉન્ડની વાતચીત થઈ
ભારત અને ચીનની વચ્ચે તણાવ ઘટાડાવા માટે 10 ઓક્ટોબરે 13માં રાઉન્ડની વાતચીત થઈ હતી. લગભગ સાડા આઠ કલાક સુધી ચાલેલી વાતચીત નિષ્ફળ રહી હતી. મીટિંગ પછી ભારતીય સેનાએ જણાવ્યું હતું કે વિવાદનું સમાધાન કરવા માટે ભારત તરફથી ઘણા રચનાત્મક સુચનો આપવામાં આવ્યા હતા. જોકે ચીન સહમત પણ થયું નહોતું અને કોઈ પ્રસ્તાવ પણ મુક્યો નહોતો, જેની પર આગળની વાતચીત થઈ શકે.

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે ગત વર્ષે મેથી ગતિરોધ શરૂ થયો હતો. બંને દેશોની સેનાની વચ્ચે અત્યાર સુધી ઘણા વિસ્તારોમાંથી પાછા હટવા પર સહમત થઈ છે, જોકે હાલ પણ એલએસી પર તણાવ ચાલુ જ છે.

અન્ય સમાચારો પણ છે...