અમેરિકાના કેલિફોર્નિયામાં જાણીતા પંજાબી અભિનેતા અમન ધાલીવાલ પર એક હુમલાખોરે કુહાડી વડે હુમલો કર્યો હતો. આ ઘટના બુધવારે સવારે 9.30 વાગે બની હતી. હુમલામાં અમન ઈજાગ્રસ્ત થયો હતો અને હાલમાં હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
હુમલાખોરની પોલીસે ધરપકડ કરી છે. જો કે હજી સુધી તે જાણી શકાયું નથી કે તેણે આ હુમલો શા માટે કર્યો હતો.
VIDEO સામે આવ્યો, અભિનેતાએ હુમલાખોરને દબોચી લીધો હતો
અમન કેલિફોર્નિયાના ગ્રાન્ડ ઓક્સમાં પ્લેનેટ ફિટનેસ જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન એક હુમલાખોર છરી અને કુહાડી લઈને જિમમાં આવે છે અને અમન પર હુમલો કરી દે છે. ત્યારબાદ હુમલાખોરે અમનને પકડી રાખ્યો હતો. તે બૂમો પાડીને કહી રહ્યો હતો કે મારું માન રાખો. મને પાણી આપો. મારે પાણી પીવું છે.
આ વાતો જણાવવા દરમિયાન હુમલાખોર અમનને છરી બતાવીને ડરાવી રહ્યો હતો. ત્યારબાદ તેણે પોતાના માથા પરથી કેપ ઉતારી હતી. તે દરમિયાન તેનું ધ્યાન ભટક્યું હતું. જે તકવો લાભ ઉઠાવતા અમને હુમલાખોરને જમીન પર પટકીને દબોચી લીધો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકો અને સિક્યોરિટી ગાર્ડે હુમલાખોરને પકડી લીધો હતો.
અમન પંજાબના માનસાનો રહેવાસી છે
અમન પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો એક્ટર છે. તેણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. પછી તેણે પંજાબી ગીતોમાં સ્થાન મેળવ્યું હતું. આ પછી તેણે ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. જોગિયા વે જોગિયા ગીતમાં મોડલ તરીકે તેના ખૂબ વખાણ થયા હતા.
બોલિવૂડ ફિલ્મ જોધા-અકબરમાં પણ ભૂમિકા નિભાવી હતી
પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે અમને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે હિન્દી ફિલ્મ જોધા અકબરમાં ભૂમિકા ભજવી છે. પંજાબ ફિલ્મમાં તે એક કુડી પંજાબ દીમાં જોવા મળ્યો હતો. અમનના શરૂઆતના દિવસોની વાત કરીએ તો તે મેડિકલનો અભ્યાસ કરતો હતો, પણ અચાનક તે મોડલિંગ તરફ વળ્યો. આ પછી પણ તેણે પોલિવૂડ અને બોલિવૂડ નથી છોડ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.