તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Armed Group Involved In 30 Years Of Violence To Return To Mainstream, Explains In Presence Of Amit Shah

આસામમાં 1 હજાર વિદ્રોહીઓએ હથિયાર હેઠાં મૂક્યા:30 વર્ષથી હિંસક ઘટનાઓમાં સામેલ હથિયારધારી ગ્રુપ મુખ્યધારા પરત ફરશે, અમિત શાહની હાજરીમાં સમજૂતી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
બેઠકમાં હાજર અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ - Divya Bhaskar
બેઠકમાં હાજર અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ

આસામ સરકારે 6 વિદ્રોહી સંગઠનની સાથે શનિવારે કાર્બી આંગલોંગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. આ હથિયારધારી ગ્રુપ 30 વર્ષથી હિંસક ઘટનાઓમાં સામેલ રહ્યાં છે. હવે મુખ્યધારામાં પરત ફરશે. આ ઐતિહાસિક સમજૂતી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ હાજર હતા.

કાર્બી આસામના એક મુખ્ય જાતીય સમુદાય છે જે અનેક વર્ષથી કાર્બી આંગલોંગ સ્વાયત પરિષદ (KAAC)ની માગ કરતું આવે છે. આ વિદ્રોહી સમૂહનો આસામમાં હિંસાનો લાંબો ઈતિહાસ રહ્યો છે. આ ગ્રુપ 1980ના દશકામાં જાતીય હિંસા, હત્યાઓ, અપહરણ અને લોકો પાસેથી ટેક્સ વસૂલવા માટે જાણીતું છે.

કાર્બી રીઝનના વિકાસ માટે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે સરકાર
ગૃહ મંત્રીએ આ સમજૂતીને ઐતિહાસિક ગણાવી છે. શાહે કહ્યું- આસામના ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણ શબ્દોમાં લખાશે. આજે 5થી વધુ સંગઠનોના લગભગ 1000 કાર્યકર્તા હથિયાર છોડીને મુખ્યધારામાં સામેલ થઈ ગયા છે. કેન્દ્ર અને આસાર સરકારે તેમના પુનર્વાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

તેઓએ કહ્યું કે આસામ સરકાર આગામી 5 વર્ષમાં કાર્બી રીઝનના વિકાસ માટે લગભગ 1000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. નરેન્દ્ર મોદી સરકારની પોલિસી છે કે અમે અમારા કાર્યકાળ દરમિયાન સમજૂતીમાં કરવામાં આવેલા તમામ વાયદાઓને પૂરાં કરીશું. ગૃહ સચિવ એકે ભલ્લાએ કહ્યું કે અમને આશા છે હવે કાર્બી આંગલોંગ રીઝનના વિકાસમાં વધુ મદદ મળશે.

6 જૂથોએ ગૃહ મંત્રીની હાજરીમાં સમજૂતી કરી
કાર્બી સમજૂતી પર હસ્તાક્ષર કરનારા હથિયારધારી ગ્રુપે કાર્બી લોંગરી નોર્થ કછાર હિલ્સ લિબરેશન ફ્રંટ (KLNLF), પીપલ્સ ડેમોક્રેટિક કાઉન્સિલ ઓફ કાર્બી લોંગરી (PDCK), યુનાઈટેડ પીપલ્સ લીબરેશન આર્મી (UPLA), કાર્બી પીપલ્સ લિબરેશન ટાઈગર્સ (KPLT), કાર્બી પીપલ્સ લિબરેશન ટાઈગર્સ (R) અને કાર્બી પીપલ્સ લિબરેશન ટાઈગર્સ (M) સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...