હરિયાણાના ફરીદાબાદની સરકારી હોસ્પિટલમાં રાત્રે ઇમરજન્સી ડયૂટી કરી રહેલા ડોક્ટર પર કેટલાક યુવકોએ હુમલો કર્યો હતો. હુમલામાં ડોક્ટરને ઘણી ઈજાઓ પહોંચી છે. ડોક્ટરની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તબીબ સાથે મારપીટ કરતા લોકો નજરે પડે છે. ફરીદાબાદ જિલ્લાના બલ્લભગઢની ગર્ગ કોલોનીમાં રહેતા ડો. રામનિવાસે પોલીસને પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તે બાદશાહ ખાન (બીકે) સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતા. રાત્રે ઈમરજન્સી વોર્ડમાં તેની ડયૂટી હતી. રાત્રે બે યુવકો ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં આવ્યા હતા. જેમાંથી એકને નાકમાં ઈજા થઈ હતી અને તે બોલવાની સ્થિતિમાં નહોતો. જ્યારે બીજાને માથામાં ઈજા થઈ હતી. વિલંબ કર્યા વિના બંનેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ યુવકોના હાવભાવ પરથી એવું લાગી રહ્યું હતું કે તેઓ દારૂ પી ગયા હતા અને અકસ્માત થયો હતો. ડોક્ટર કહે કે, તેમાંથી એકે બહારથી બે-ત્રણ યુવકોને બોલાવ્યા. બહારથી બોલાવેલા યુવકો આવતાની સાથે જ દલીલ કરવા લાગ્યા. જ્યારે તેઓએ તેમ કરવાની ના પાડી તો ત્રણેય મળીને થપ્પડ, મુક્કા, લાતો અને ઢીકા મારવા લાગ્યા. અવાજ કરવા પર અન્ય સ્ટાફે હુમલાખોરોથી તેમને બચાવ્યા હતા.
ઘટના બાદ તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ડોક્ટરની ફરિયાદ પર કેસ નોંધ્યો. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.