• Gujarati News
  • National
  • AQI 386 In The Capital Delhi, Air Quality In Very Poor Category; Air Pollution Is Also In Bad Category In Ahmedabad And Gandhinagar

લોકડાઉનના એક દિવસ પછી પણ હવા ઝેરી:દિલ્હીની પ્રદૂષિત હવાથી લોકો ભયમાં, શુદ્ધ હવા લેવા માટે સિમલા તરફ દિલ્હીવાસીઓનો ધસારો

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • સુપ્રીમે પણ સરકારને ઠપકો આપતાં કહ્યું હતું કે દિલ્હીમાં સ્થિતિ ગંભીર છે

રાજધાની દિલ્હીમાં આજે વાયુ પ્રદૂષણમાં થોડી રાહત મળી છે. ગઈકાલે દિલ્હીમાં AQI એટલે કે હવાની ગુણવત્તા 476 હતી, જે આજે ઘટીને 386 થઈ ગઈ છે. એટલે કે, હવામાં થોડો સુધારો થયો છે, પરંતુ તે હજી પણ અત્યંત ખરાબ શ્રેણીમાં છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ માટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ઈમરજન્સી પ્લાન જણાવવા કહ્યું હતું. પછી સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આંશિક લોકડાઉન લગાવી દીધું હતું. આ તરફ ગુજરાતમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં હવાનું પ્રદૂષણ ખરાબ કેટેગરીમાં નોંધાયું છે.

પર્વતીય પ્રદેશોમાં ફરવા જઇ રહ્યા છે લોકો
દેશના ઘણા ભાગોમાં ખરાબ હવાના કારણે મોટી સંખ્યામાં લોકો પર્વતીય પ્રદેશોમાં ફરવા જઇ રહ્યા છે. શિમલાના હોટેલ ડ્રાઈવરે કહ્યું કે હાલમાં હોટેલો દરરોજ 70-80% સુધી ફુલ છે. દિવાળી પછી હોટલોનું બુકિંગ વધ્યું છે. હિમાચલનો AQI પડોશી રાજ્યો કરતાં ઘણો સારો છે. આવી સ્થિતિમાં પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે પ્રવાસીઓ અહીં સારી હવા લેવા માટે આવી રહ્યા છે.

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વધી રહેલા પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે પ્રવાસીઓ શિમલા ફરવા પહોંચ્યા છે.
દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વધી રહેલા પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે પ્રવાસીઓ શિમલા ફરવા પહોંચ્યા છે.

અન્ય મુખ્ય શહેરોમાં આજે હવા પ્રદૂષણની સ્થિતિ

ઉત્તરપ્રદેશ

શહેર

AQI

કેટેગરી

નોઇડા

338

ખૂબ જ ખરાબ

બુલંદશહેર

340

ખૂબ જ ખરાબ

લખનઉ

300

ખરાબ

પ્રયાગરાજ

144

સામાન્ય

દિલ્હીના અક્ષરધામ મંદિરનો ફોટો. જ્યાં પ્રદૂષણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
દિલ્હીના અક્ષરધામ મંદિરનો ફોટો. જ્યાં પ્રદૂષણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

મધ્યપ્રદેશ-

શહેર

AQI

કેટેગરી

ગ્વાલિયર

303

ખૂબ જ ખરાબ

જબલપુર

297

ખરાબ

ઈન્દોર

185

સામાન્ય

ભોપાલ

240

ખરાબ

રાજસ્થાન-

શહેર

AQI

કેટેગરી

જયપુર

347

ખૂબ જ ખરાબ

જોધપુર

272

ખરાબ

ઉદયપુર

302

ખૂબ જ ખરાબ

ગુજરાત-

શહેર

AQI

કેટેગરી

અમદાવાદ

204

ખરાબ

ગાંધીનગર

218

ખરાબ

દિલ્હીના રસ્તાઓ પર ધુમ્મસ વચ્ચે વાહનો આગળ વધી રહ્યા છે.
દિલ્હીના રસ્તાઓ પર ધુમ્મસ વચ્ચે વાહનો આગળ વધી રહ્યા છે.

દિલ્હીમાં એક સપ્તાહ માટે શાળાઓ બંધ
દિલ્હી સરકાર દ્વારા તમામ શાળાઓને એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે, જ્યારે તમામ સરકારી કર્મચારીઓને પણ ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. નેશનલ રાજધાનીમાં આંશિક લોકડાઉન જેવા આ નિર્ણયો પ્રદુષણ મુદ્દે યોજાયેલી તાકીદની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણયોની જાહેરાત કરી હતી અને ચેતવણી આપી હતી કે અમે સંપૂર્ણ લોકડાઉન મુદ્દે પણ વિચાર કરી રહ્યા છીએ. ખાનગી વાહનો પણ બંધ કરવાનું વિચારી રહ્યા છે. તમામ બાંધકામ પ્રવૃત્તિઓને અટકાવી દેવામાં આવી છે.

ગાઝિયાબાદના સિદ્ધાર્થ વિહારમાં પ્રદૂષણને કારણે ધુમ્મસ ફેલાયું છે.
ગાઝિયાબાદના સિદ્ધાર્થ વિહારમાં પ્રદૂષણને કારણે ધુમ્મસ ફેલાયું છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી
દિલ્હીમાં દિવસે ને દિવસે ઝેરી હવા પ્રદૂષણ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ એનવી રમના દિલ્હીના હવાના પ્રદૂષણ મુદ્દે એક અરજી પર સુનાવણી કરી હતી. તેમણે સરકારને ઠપકો આપતા કહ્યું કે તમે જોઈ રહ્યા છો કે સ્થિતિ કેટલી ગંભીર છે. અમે અમારા ઘરોમાં પણ માસ્ક પહેરીને રહીએ છીએ. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં શાળાઓ ખોલવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે વહીવટીતંત્રને તાત્કાલિક જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. જેમ કે દિલ્હીમાં વાહનો રોકવા અને લોકડાઉન લાગુ કરવું.

સુપ્રીમ કોર્ટે માંગ્યો ઇમરજન્સી પ્લાન
ચીફ જસ્ટિસ રમનાએ સરકારને પૂછ્યું, તમે કેમ એવું જણાવવા માંગો છો કે માત્ર પરાલી સળગાવવાને કારણે જ પ્રદૂષણ થઈ રહ્યું છે. તેમાંથી અમુક ટકા જ હવાનું પ્રદૂષણ ફેલાય છે, બાકીનું શું? તમે દિલ્હીનું પ્રદૂષણ રોકવા માટે શું કરી રહ્યા છે? તમારે ઇમરજન્સી પ્લાન લાવવો જોઈએ. મને કહો કે ઈમરજન્સીના પગલાં લેવા માટે તમારી યોજના શું છે? બે દિવસનું લોકડાઉન? AQIમાં ઘટાડો કરવા માટે તમારી શું યોજના છે? અમને માત્ર બે-ત્રણ દિવસનો પ્લાન નહીં પણ યોગ્ય પ્લાન જણાવો.

અન્ય સમાચારો પણ છે...