LIVEભાસ્કર અપડેટ્સ:નાગપુરમાં સ્વાઈન ફ્લૂના 16 કેસ સામે આવ્યા, સ્વાસ્થ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી ​​​​​​​

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના નાગપુરમાં સ્વાઈન ફ્લૂ (H1N1)ના 16 કેસ મળ્યા છે. નાગપુર નગર નિગમે આ અંગે જાણકારી આપી છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા છે. સામાન્ય નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ સાવચેત રહે અને લક્ષણો પ્રત્યે જાગૃતિ કેળવે. સ્વાઈન ફ્લૂ સામાન્ય રીતે 3-7 દિવસ સુધી રહે છે, જોકે જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી છે અથવા જો કોઈ જૂની બિમારી છે તો તેમને 10 દિવસ સુધી લક્ષણ દેખાઈ શકે છે.

સ્પાઈસજેટના 50% વિમાન 8 સપ્તાહ સુધી ઉડી શકશે નહીં​​​​​​​
સ્પાઈસજેટની ફ્લાઈટ્સમાં છેલ્લા કેટલાક દિવસથી કેટલીક મુશ્કેલીઓ સામે આવ્યા બાદ DGCAએ એક મહત્વનો નિર્ણય લીધો છે. DGCAએ 8 સપ્તાહ માટે સ્પાઈસજેટની ફક્ત 50% ફ્લાઈટ્સને ઉડ્ડાન ભરવા મંજૂરી આપી છે. 18 દિવસની અંદર સ્પાઈસજેટના વિમાનોમાં 8 વખત ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ત્યારબાદ DGCAએ કંપનીનો નોટિસ જારી કરી છે. તાજેતરમાં સરકારે પણ રાજ્યસભામાં જવાબ આપતા કહ્યું કે DGCAએ સ્પાઈસજેટના વિમાનોનું સ્પોટ ચેકિંગ કર્યું હતું.

BSNLને રિવાઈવલ માટે રૂપિયા 1,64,156 કરોડના ​​​​​​​પેકેજને મંજૂરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટ બેઠકમાં જે નિર્ણયો કરવામાં આવ્યા છે તે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે BSNLના રિવાઈવલ માટે રૂપિયા 1,64,156 કરોડનું રિવાઈવલ પેકેજને મંજુરી આપી છે. આ ઉપરાંત કેબિનેટે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)અને ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL)ના વિલિનીકરણને મંજૂરી આપી છે.

આ વિલિનિકરણથી હવે દેશભરમાં પથરાયેલા BBNLના 5.67 લાખ કિમીના ઓપ્ટિકલ ફાઈબરનું સંપૂર્ણ નિયંત્રણ BSNLના હાથમાં આવી જશે. સરકાર આગામી ત્રણ વર્ષમાં BSNL માટે રૂપિાય 23,000 કરોડના બોન્ડ ઈશ્યુ કરશે. જ્યારે સરકાર MTNL માટે 2 વર્ષમાં રૂપિયા 17,500 કરોડના બોન્ડ ઈશ્યુ કરશે.

અફઘાનિસ્તાનના કાબુલમાં ગુરુદ્વારા કર્તે પરવાન સાહિબના ગેટ ઉપર ફરી વિસ્ફોટ
કાબુલના ગુરુદ્વારા કર્તે પરવાન સાહિબ પર બુધવારે બપોરે ફરી હુમલો થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આ પવિત્ર સ્થળના મેઈન ગેટ પર વિસ્ફોટ થયો હતો. ઘટનાના સમયે અહીં શીખો સાથે હિન્દુ સમુદાયના કેટલાક લોકો ઉપસ્થિત હતા. 18 જૂનના રોજ આ ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે બે નાગરિકના મોત થયા હતા.

સરકારે ટ્વિટરને દોઢ વર્ષમાં 4 હજારથી વધારે પોસ્ટ ડિલીટ કરવા આદેશ આપ્યો​​​​​​​

​​​​​​​​​​​​​​સરકારે ગયા વર્ષ અંગે આ વર્ષના જૂન સુધી ટ્વિટરને 4 હજારથી વધારે પોસ્ટ ડિલીટ કરવા આદેશ કર્યો છે. સંસદની કાર્યવાહી દરમિયાન IT મંત્રાલય તરફથી બ્લોક કરવામાં આવેલા URLના આંકડા આપ્યા છે. IT મંત્રાલય તરફથી ટ્વિટરને ગયા વર્ષે 2800થી વધારે અને આ વર્ષે જૂન સુધી 1100થી વધારે પોસ્ટ ડિલીટ કરવા આદેશ કર્યો છે,જ્યારે વર્ષ 2014માં ફક્ત 8 બ્લોકિંગને લગતા આદેશ આપ્યા છે. બીજી બાજુ મંગળવારે બ્લોકિંગ આદેશ અંગે ટ્વિટરે કહ્યું હતું કે જો આમ જ ચાલશે તો સંપૂર્ણ કામ બંધ થઈ જશે.

કર્ણાટક હાઈકોર્ટમાં મંગળવારે ટ્વિટરના વકીલે આ માહિતી આપી હતી, પોતાની અરજી અંગે સુનાવણી દરમિયાન આ માહિતી આપી હતી. હાઈકોર્ટે તેને સરકારના એવા આદેશોની સંપૂર્ણ યાદી સીલ બંધ કવરમાં આપવા આદેશ કર્યો હતો.

કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકવાદી ઠાર, 3 આતંવાદી હજુ છૂપાયા છે

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર કરવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટર કુલગામના બ્રેઈહાર્દ કાઠપોરા વિસ્તારમાં ચાલી રહ્યું છે. આ સાથે એવી પણ માહિતી મળી છે કે અહીં 2થી 3 આતંકવાદી છૂપાયેલા છે. આ અગાઉ 24 જુલાઈના રોજ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રામપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...