• Gujarati News
  • National
  • Chinese Aircraft Approaches Indian Army Position In Ladakh, Retreats After Receiving Warning

LAC નજીક યુદ્ધ અભ્યાસ અંગે ખુલાસો:ચીનનું એરક્રાફ્ટ લદાખમાં ભારતીય સેનાની પોઝિશન નજીક પહોંચી ગયું, વોર્નિંગ મળ્યા બાદ પાછું ફર્યું

3 મહિનો પહેલા

લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)નજીક ચીનના વાયુદળે યુદ્ધ અભ્યાસ કર્યાંનો ખુલાસો થયો છે. આ યુદ્ધ અભ્યાસમાં વાયુદળે મોટા પ્રમાણમાં હથિયારોનો પણ ઉપયોગ કર્યાંની માહિતી મળી છે. જૂનના અંતિમ સપ્તાહમાં ચીનનું એક એરક્રાફ્ટ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ઇન્ડિયન એરફોર્સની રડાર પર પણ આવી ગયું હતું. જોકે, ભારતની વોર્નિંગ બાદ આ એરક્રાફ્ટ પાછું જતુ રહ્યું હતું. ભારતે આ ઘટના અંગે ચીન સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો.

આ સાથે એવી પણ માહિતી મળી છે કે ચીનનું એરક્રાફ્ટ LAC પર રહેલા ભારતીય સૈનિકોની પોઝીશનની તદ્દન નજીક આવી ગયું હતું. ચીનનું એરક્રાફ્ટ જોવા મળતા ઈન્ડિયન એરફોર્સ પણ એલર્ટ થઈ ગઈ હતી. એરફોર્સે તેને ઘૂસણખોરી ગણીને જવાબી કાર્યવાહી કરવા માટે તૈયારી પણ કરી લીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે ત્યારબાદ આ પ્રકારની કોઈપણ ઘટનાનો સામનો કરવા માટે મિલિટરી સિસ્ટમને સક્રિય કરી દીધી હતી.

વોર્નિંગ બાદ ડ્રેગને પીછેહઠ કરી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય પક્ષે નક્કી કરવામાં આવેલા માપદંડો હેઠળ આ ઘટનાને ચીનના અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ ચીને ભારત સાથે જોડાયેલી સરહદી વિસ્તારોમાં આ પ્રકારની કોઈ જ પ્રવૃત્તિ કરી ન હતી.

ગલવાનમાં 15 જૂન 2020ની રાત્રે હિંસક ઝપાઝપી થયેલી
આ દિવસે આપણા ગ્રાઉન્ડ ટ્રૂપ્સ ઉપર દબાણ હતું. ચીન ઉપર પણ દબાણ હતું. ચીનની સેના સામેની સાઈટ પર બેઠી હતી તો ભારતીય સેનાએ તેને પરત ફરવા માટે કહ્યું હતું. જોકે તેઓ માની ગયા હતા, જોકે ચીનની હરકતથી વિવાદની શરૂઆત થઈ હતી. ચીને બે ટેંટ લગાવ્યા હતા,જે ઓબ્ઝર્વેશન પોસ્ટની માફક હતા. ચીનના સૈનિકોએ તર્ક આપ્યો કે જો તેઓ પરત જતા રહેશે તો તમારી ગતિવિધિઓ ઉપર નજર રાખી શકાશે નહીં.

ભારતીય સેનાએ ચીનની આ વાતનો વિરોધ કર્યો અને ઝપાઝપી શરૂ થઈ ગયેલી. ચીનના સૈનિકો હથિયારોથી સજ્જ હતા અને ભારતીય સેના જૂની પ્રેક્ટિસ હેઠળ ત્યાં પહોંચ્યા હતા. આ ઝપાઝપી બાદ 30 જૂનના રોજ 30 જૂનની આજુબાજુ બન્ને પક્ષો વચ્ચે વાતચીત યોજાઈ હતી અને ચીન ત્યાંથી એક કિલોમીટર પીછેહઠ કરીહ તી. ભારતીય સૈનિકો પણ પોતાની પોસ્ટ પર પરત ફર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...