• Gujarati News
  • National
  • Appreciates Modi For Rescuing Bangladeshi Students From Ukraine, Stays Till September 8

બાંગ્લાદેશના PM આજથી ભારતની મુલાકાતે:યુક્રેનમાંથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને બચાવવા બદલ મોદીની કરી પ્રશંસા, 8 સપ્ટેમ્બર સુધી રોકાણ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આજથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. અગાઉ તેમણે રોહિંગ્યા મુસ્લિમોને પોતાના દેશ માટે પડકાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું - આ દેશ માટે એક મોટો બોજ છે અને તેમને લાગે છે કે ભારત આ મુદ્દાનો ઉકેલ શોધવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. તેમણે રુશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.
કેટલાક લોકો દાણચોરી કરે છે
તેમણે કહ્યું- અમે રોહિંગ્યાઓને માનવતાના આધારે આશ્રય આપ્યો હતો. અમે જરૂરી બધું આપ્યું. કોરોના સમયગાળા દરમિયાન, તમામ રોહિંગ્યાઓને પણ રસી આપવામાં આવી હતી. પણ તેઓ અહીં ક્યાં સુધી રહેશે? તેઓ કેમ્પ બનાવીને જીવી રહ્યા છે. કેટલાક લોકો દારૂની હેરાફેરી, હથિયાર અને મહિલાઓની દાણચોરીના ધંધામાં પકડાયા છે. તેઓ જેટલા વહેલા તેમના દેશમાં જાય તેટલું સારું.

બાંગ્લાદેશ શ્રીલંકા જેવું નહીં હોય
બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (BRI) મારફત ચીન બાંગ્લાદેશ અને નેપાળ જેવા નાના દેશોમાં વિસ્તરણ કરી રહ્યું છે. ચીન દેવાંના રૂપમાં ગરીબ દેશોમાં ઘણું રોકાણ કરે છે. પરંતુ જ્યારે આવક ઊભી થતી નથી ત્યારે ગરીબ દેશો ચીનના દેવાં હેઠળ દબાઈ જાય છે. આવું જ શ્રીલંકામાં થયું. શ્રીલંકા દેવાંમાં ડૂબી ગયું અને આખરે નાદાર થઈ ગયું. તેના પર બાંગ્લાદેશના પીએમએ કહ્યું- અમારી અર્થવ્યવસ્થા હજુ પણ મજબૂત છે. કોરોના સમયગાળો, રશિયા-યુક્રેન યુદ્ધની અસર થઈ છે, પરંતુ બાંગ્લાદેશ હંમેશા સમયસર લોન ચૂકવે છે. અમારો ડેબિટ દર ઘણો ઓછો છે.
ભારત બાંગ્લાદેશનો 'ટેસ્ટેડ ફ્રેન્ડ' છે
તેમણે ભારતને બાંગ્લાદેશનો 'ટેસ્ટેડ ફ્રેન્ડ' ગણાવ્યું હતું. તેમણે કહ્યું- ભારતે મૈત્રી પ્રોગ્રામ હેઠળ બાંગ્લાદેશમાં રસીના ઘણા કન્સાઇનમેન્ટ મોકલ્યા છે. આ પણ પ્રશંસનીય છે. તેમણે પાડોશી દેશો વચ્ચે મજબૂત સહયોગ જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો હોઈ શકે છે, પરંતુ તેમને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ.
મુશ્કેલ સમયમાં ભારતે મદદ કરી
શેખ હસીનાએ મુશ્કેલ સમયમાં મદદ કરવા બદલ વડાપ્રધાન મોદીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું- અમારા (બાંગ્લાદેશ)ના ઘણા વિદ્યાર્થીઓ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે પૂર્વ યુરોપમાં અટવાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ બાદ તેઓને ભારત લાવવામાં આવ્યા હતા. હસીનાએ કહ્યું- બાંગ્લાદેશના ઘણા વિદ્યાર્થીઓ યુદ્ધમાંથી ભાગીને પોલેન્ડ ગયા હતા. પરંતુ જ્યારે ભારત સરકાર ભારતીય વિદ્યાર્થીઓને બચાવવામાં વ્યસ્ત હતી ત્યારે તેમણે અમારા વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં છોડ્યા ન હતા. તે અમારા વિદ્યાર્થીઓને પણ ઘરે પરત લાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...