તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Application Against Madras High Court's Comment; "EC Officials Should Be Prosecuted For Murder," He Said

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુપ્રીમ કોર્ટ પહોંચ્યુ ચૂંટણી પંચ:મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી વિરૂદ્ધ અરજી; કોરોના પ્રોટોકોલ તૂટવા પર કહ્યું હતું- ECના અધિકારીઓ પર હત્યાનો કેસ ચાલવો જોઈએ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીથી નારાજ ઈલેક્શન કમીશન (EC)એ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ચૂંટણી દરમિયાન રેલીઓમાં ભીડ સહિત કોરોના પ્રોટોકોલ તૂટવા પર હાઈકોર્ટે ECને ફટકાર લગાવી હતી. કોર્ટે 26 એપ્રિલે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર છે. પંચના અધિકારી પર તો સંભવતઃ હત્યાનો કેસ ચાલવો જોઈએ.

ECએ પોતાની અરજી હાઈકોર્ટની અપમાનજનક ટિપ્પણી હટાવવાની માગ કરી છે. પંચે કહ્યું છે કે હાઈકોર્ટ પોતે એક બંધારણીય સંસ્થા છે. ચૂંટણી પંચ પણ બંધારણીય સંસ્થા છે, તેથી હાઈકોર્ટે આવી ટિપ્પણીઓ ન કરવી જોઈએ. જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચુડ અને જસ્ટિસ એમ. આર. શાહની બેંચ 3 મેનાં રોજ સુનાવણી કરશે.

શું હતો સમગ્ર મામલો
કોરોનાની બગડતી જતી સ્થિતિ વચ્ચે મદ્રાસ હાઈકોર્ટે ગત સોમવારે ચૂંટણી પંચને કડક શબ્દોમાં ફટકાર લગાવી હતી. ચીફ જસ્ટિસે તો ત્યાં સુધી કહી દિધું હતું કે કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જ જવાબદાર છે. તેઓએ પંચને ચેતવણી આપી હતી કે 2 મેનાં રોજ કાઉન્ટિંગના દિવસે કોવિડ પ્રોટોકોલ બનાવવામાં આવે અને તેનું પાલન થાય. એવું ન થયું તો અમે કાઉન્ટિંગ શેડ્યૂલને રોકવા પર મજબૂર થઈ જશું.

મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુની કરુંર વિધાનસભા સીટ પર થનારા કાઉન્ટિંગને લઈને દાખલ પિટીશન પર સુનાવણી કરી હતી. પિટીશનમાં માગ કરવામાં આવી હતી કે આ વિધાનસભા સીટ પર 77 ઉમેદવાર મેદાનમાં છે, તેથી 2 મેનાં રોજ કાઉન્ટિંગના દિવસે અહીં કોવિડ પ્રોટોકોલનું પાલન થવું જોઈએ.

હાઈકોર્ટે કહ્યું- જ્યારે રેલીઓ થઈ રહી હતી, ત્યારે તમે શું બીજા ગ્રહ પર હતા?
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સંજીવ બેનર્જી નારાજ થઈ ગયા. તેઓએ ચૂંટણી પંચને પૂછ્યું, "જ્યારે ચૂંટણી રેલીઓ થઈ રહી હતી, ત્યારે શું તમે બીજા ગ્રહ પર હતા? રેલીઓ દરમિયાન તૂટી રહેલા કોવિડ પ્રોટોકોલને તમે રોક્યા નહીં. સોશિયલ ડિસ્ટિન્સિંગના ભંગ સાથે ચૂંટણી રેલીઓ થતી જ રહી. આજની સ્થિતિ માટે તમારી સંસ્થા જ જવાબદાર છે. કોરોનાની ીજી લહેર માટે તમે જ જવાબદાર છો. ચૂંટણી પંચના અધિકારીઓ પર તો સંભવતઃ હત્યાનો કેસ ચાલવો જોઈએ." આ મામલામાં આગામી સુનાવણી 30 એપ્રિલે થઈ હતી.

કાઉન્ટિંગને લઈને હાઈકોર્ટની 6 ટિપ્પણીઓ
1. તમે તે વાત સુનિશ્ચિત કરો કે કાઉન્ટિંગના દિવસે કોવિટ પ્રોટોકોલ પર અલવારી થાય.

2. કોઈ પણ કિંમતે રાજકીય કે બિ રાજકીય કારણે કાઉન્ટિંગના દિવસે કોરોનાના કેસ વધારવા માટે જવાબદારી ન થવું જોઈએ.

3. કાં તો કાઉન્ટિંગ યોગ્ય રીતે થાય કે તેને ટાળી દેવામાં આવશે.

4. લોકોના સ્વાસ્થ્ય સૌથી મહત્વના છે. આ વાત પરેશાન કરે છે કે પ્રશાસનને આ વાતની યાદ અપાવી પડે છે.

5. જ્યારે નાગરિક જીવતા રહેશે, ત્યારે તેઓ તે અધિકારીઓનો ઉપચોગ કરી શકશે, જે તેમને આ લોકતાંત્રિક ગણરાજ્યમાં મળ્યા છે.

6. આજની સ્થિતિ જીવતા રહેવા અને લોકોને બચાવી રાખવા ્ટાે છે, બીજી અન્ય વાતતેની પછી આવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો