તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Appearing Without A Wheelchair After 53 Days, Mamta Said, "Double Century Was Already Expected, But No Celebration At Present."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેલા બાદ હવે કોવિડ સામે જંગ:53 દિવસો પછી વ્હીલચેર વગર દેખાયા મમતા, કહ્યું- ડબલ સેન્ચુરીની આશા પહેલેથી જ હતી, પરંતુ હાલ કોઈ જ જશ્ન નહીં

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોતાના પ્રાંતમાં બેવડી સેન્ચુરી લગાડ્યા બાદ મમતા રવિવારે સાંજે બધાંની વચ્ચે આવ્યા. લગભગ 53 દિવસ પછી લોકોએ તેમને પોતાના પગ પર ઊભા રહેતા જોયા. વ્હીલ ચેરની જરૂર ન પડી. સામે ભીડ અને તેમનો દેકારો. મમતા જેટલાં ખુશ હતી, તેનાથી ઓછા જ જોવા મળતા હતા. તેઓએ કહ્યું કે આવડી મોટી જીતનો જશ્ન હાલ નહીં થાય. જ્યારે કોરોના ખતમ થશે, ત્યારે કરીશું આ જીતનું સ્વાગત. જે બાદ બધાં પર જ વરસી પડ્યા.... સરાકરથી લઈને ચૂંટણી પંચ, દરેક પર. કહ્યુ લડીશું, જ્યાં સુધી જીત ન મળે ત્યાં સુધી. છોડીશું કોઈને નહીં. વાંચો તેમની વાત તેમના જ મોઢે...

'મને પહેલેથી ડબલ સેન્ચુરીની આશા હતી. મેં 221 સીટનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું. આ જીત બંગાળના લોકોને બચાવવાની જીત છે. આ બંગાળના લોોકની જીત છે. ખેલા હોબે અને જય બાંગ્લા, બંનેએ ઘણું જ કામ કર્યું છે. હવે આપણે કોવિડની સામે લડવાનું છે અને તેની સામે જીતવાનું છે. આ મહામારી વિરૂદ્ધ કામ કરીશું. આ જીત પછી આપણે કોઈ જ જશ્ન નહીં કરીએ અને અમારો નાનકડો શપથ ગ્રહણ સમારંભ હશે. અમે તમામ મુશ્કેલીઓને સંભાળી લઈશું. અમે જનતા માટે જ કામ કરીશું.

અમિત શાહ દરેક વખતે કહેતા હતા કે બંગાળમાં 200 પાર કરીશું. હું કહી રહી હતી કે અમે 200ને પાર જશું. બંગાળમાં ડબલ એન્જિન નહીં, પરંતુ ડબલ સેન્ચુરીની સરકાર ચાલશે'.

પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીની સાથે તેમના ભત્રીજા અભિષેક બેનર્જીની દીકરી જોવા મળી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીની સાથે તેમના ભત્રીજા અભિષેક બેનર્જીની દીકરી જોવા મળી હતી.

PM સમક્ષ તમામ માટે ફ્રી વેક્સિનની માગ કરીશું
તેઓએ કહ્યું કે બંગાળના દરેક વ્યક્તિને ફ્રી વેક્સિન આપવામાં આવશે. હું વડાપ્રધાનને અપીલ કરું છું કે અમને ફ્રીમાં વેક્સિન મળે. જો એવું નહીં થાય તો હું ગાંધી પ્રતિમાની સામે બેસી જઈશ અને આખા દેશ માટે ફ્રી વેક્સિનની માગ કરીશ.

સહાનુભૂતિ માટે વ્હીલચેરમાં નજરે પડીઃ ભાજપ
​​​​​​​ચૂંટણી પછી મમતા વ્હીલચેર વગર નજરે પડ્યા ત્યારે ભાજપે કહ્યું કે તેમની ઈજા સહાનુભૂતિ મેળવવા માટે એક નાટક જ હતું. જેના પર મમતાએ જવાબ આપ્યો કે, હું હાલ વ્હીલ ચેર પર નથી. અંકલેટ પહેરીને ચાલી રહી છું.

TMCની જીત પછી બીરભૂમના બોલપુરમાં મહિલા કાર્યકર્તાઓએ એકબીજાને રંગ લગાડીને ખુશી વ્યક્તક કરી હતી.
TMCની જીત પછી બીરભૂમના બોલપુરમાં મહિલા કાર્યકર્તાઓએ એકબીજાને રંગ લગાડીને ખુશી વ્યક્તક કરી હતી.

શિવસેનાએ મમતાને કહ્યું ટાઈગ્રેસ ઓફ બંગાળ
ક્યારેક ભાજપના નજીક રહેલા શિવસેનાએ બંગાળમાં તૃણુમૂલની જીત પછી મમતા બેનર્જીને ટાઈગ્રેસ ઓફ બંગાલ કહ્યાં છે. પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મમતાને હરાવવા આસાન નથી. તેઓએ સોશિયલ મીડિયા પર મમતા બેનર્જીની સાથે પોતાનો ફોટો લગાવીને લખ્યું કે, અભિનંદન, ટાઈગ્રેસ ઓફ બંગાલ. દીદી ઓ દીદી. મમતા બેનર્જીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે મોદીજી અને અમિત શાહ જી અજય નથી. તેઓને પણ હરાવી શકાય છે.

અખિલેશે કહ્યું- દીદી જીવો દીદી
યુપીના પૂર્વ CM અખિલેશ યાદવે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની નફરતની રાજનીતિને હરાવનારી જાગરૂત જનતા, સમજદાર મમતા બેનર્જી અને TMCના સમર્પિત કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન. આ ભાજપીઓ દ્વારા એક મહિલા પર કરવામાં આવેલા અપમાનજનક કટાક્ષ 'દીદી ઓ દીદી'નો જનતા દ્વારા આપવામાં આવેલો જડબાતોડ જવાબ છે. દીદી જીવો દીદી.

રાહુલે કહ્યું- જનમતનો આદેશ સ્વીકાર
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો કોંગ્રેસ માટે સારા ન રહ્યાં. પરિણામ પછી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું- અમે વિનમ્રતાથી જનમતનો આદેશ સ્વીકારીએ છીએ. અમારા કાર્યકર્તાઓ અને તે લાખો લોકોનો આભાર, જેઓએ ચૂંટણી મેદાનમાં અમને સાથ આપ્યો. અમે અમારી વિચારધારાનો સંઘર્ષ યથાવત રાખીશું. તામિલનાડુમાં જીત મેળવવા પર એમકે સ્ટાલિનને અભિનંદન. રાજ્યની જનતાએ બદલાવ માટે વોટ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો