• Home
  • National
  • Apologize to a friend if a mistake is made, learn to apologize by putting the ego side if you want to forge a friendship

ફ્રેન્ડશિપ ટિપ્સ / ભૂલ થઈ જાય તો મિત્ર પાસે માફી માગી લો, મિત્રતા પાક્કી કરવી હોય તો ઇગો સાઇડમાં મૂકો અને સંબંધમાં પ્રામાણિક રહો

Apologize to a friend if a mistake is made, learn to apologize by putting the ego side if you want to forge a friendship
X
Apologize to a friend if a mistake is made, learn to apologize by putting the ego side if you want to forge a friendship

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 09:27 AM IST

મિત્ર આપણા જીવનની એક એવી વ્યક્તિ છે જેને આપણે જાતે પસંદ કરીએ છીએ. આજના યુગમાં બદલાતા સંબંધોનાં સમીકરણો પણ મિત્રતાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોની સંભાળ રાખીને મિત્રતાનો પાયો મજબૂત કરી શકાય છે. કન્સલ્ટન્ટ સાઇકોલોજિસ્ટ રીતા સિંઘલ મિત્રતાનો પાયો મજબૂત બનાવવાની કેટલીક ટિપ્સ આપી રહ્યા છે.

1. સંબંધમાં પ્રામાણિક રહો
મિત્રતાના સંબંધમાં પ્રામાણિક બનો. વસ્તુઓ છુપાવવી, મજાક ઉડાવવી, દેખાડો કરવો વગેરેથી દૂર રહો. અભિમાન બુલકુલ ન કરો અને એકબીજા સાથે મુક્તપણે વાત કરો અને સાંભળો.

2. માફી માગી લો
જો કોઈ ભૂલ થઈ હોય તો માફી માગવામાં અચકાશો નહીં. ભૂલ ક્યાં હતી અને તમે કેટલા શરમજનક છો તે વિશે મુક્તપણે જણાવો. માફ કરવામાં પણ પાછા ન પડો.

3. સમય કાઢો
ઝડપી દોડતી દુનિયામાં સમયની ઘટ હોવાને કારણે મિત્રોને મળવાનો સમય નથી મળતો. મેસેજ, ફોન, સોશિયલ મીડિયા દ્વારા મિત્રો સાથે વાતચીત કરો. મિત્ર સાથે સમય વિતાવવાથી જ તમારા સંબંધો મજબૂત બનશે.

4. વધુ પડતી અને વ્યર્થ અપેક્ષાઓ ન રાખો
તમારા મિત્રો પણ તમારી જેમ તમને ભેટ, સમય, પ્રેમ આપે તેવી અપેક્ષા રાખશો નહીં. દરેક વ્યક્તિની અભિવ્યક્તિ વ્યક્ત કરવાની રીત અલગ હોય છે. તેને સમજવાનો પ્રયાસ કરો.

5. એકસમાન સન્માન આપો
મિત્રો સાથે એવો જ વ્યવહાર કરો જેવી તમે તેમની પાસેથી અપેક્ષા રાખો છો. તેમની નાની-મોટી સિદ્ધિઓમાં તેમને પ્રોત્સાહિત કરો અને તેમની પાસેથી પ્રેરણા લો.

6. ઇગો સાઇડમાં રાખો
કોઈપણ સંબંધ જેમાં ઇગો આવી જાય તે સંબંધ ખરાબ થઈ જાય છે. ભલે તે પછી મિત્રતા જ કેમ ન હોય. જો તમે મિત્રતામાં ઇનો સામેલ કરશો તો તે તમારા સંબંધ માટે યોગ્ય નથી. જો કોઈ વસ્તુમાં તમારી ભૂલ ન પણ હોય તો પણ તમારો ઇગો સાઇડમાં રાખીને મિત્ર સાથે વાત કરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી