ઉત્તરાખંડના જોશીમઠમાં અનેક ઘરોમાં તિરાડો અને તેમાંથી પાણી પડતા લોકોમાં ભય છે. જોકે, આવા સંકટનો સામનો કરનારું જોશીમઠ એકલું નથી. સરકારી આંકડા પ્રમાણે જ 484 ગામ એવાં છે, જે મોટી આફતનો સામનો કરી શકે છે. રાજ્ય સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જ ગામને તાત્કાલિક ખાલી કરાવવાનું કહીને લોકોને સલામત સ્થળે ખસેડવા કહ્યું છે, પરંતુ અમુક જ પરિવારોને વિસ્થાપિત કર્યા પછી આશરે ગામને તેમના હાલ પર છોડી દેવાયાં છે.
સરકારના નિર્દેશ પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 2013માં આ ગામોનો સરવે કર્યો હતો. તેમણે સોંપેલા રિપોર્ટમાં કહેવાયું હતું કે, 397 ગામ એવાં છે, જ્યાંના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા જરૂરી છે. જોશીમઠના ભૂસ્ખલન અહીં અનેક વિસ્તારમાં કેદારનાથ જેવી આપત્તિના સંકેત છે.
માર્કિંગઃ તિરાડોવાળાં 600થી વધુ ઘરો પર લાલ ક્રોસનાં નિશાન
જોશીમઠમાં સંભવિત ખતરાનો સામનો કરી રહેલાં ઘરો પર જિલ્લા તંત્રે લાલ રંગના ક્રોસનાં નિશાન લગાવવાનું શરૂ કરી દીધું છે. તેમાં તિરાડો ધરાવતાં 600 મકાનની ઓળખ થઇ છે. અત્યાર સુધી 68 પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. આ અંગે ચમોલીના ડીએમએ કહ્યું કે, સિંહધર, ગાંધીનગર, મનોહરબાગ, સુનીલ વૉર્ડને અસુરક્ષિત જાહેર કરાયા છે. ત્યાં પ્રવેશ પ્રતિબંધિત છે. જોશીમઠમાં મહિલાઓએ ગાંધીનગર વૉર્ડના છાવણી બજારમાં દેખાવો કર્યા હતા. તેમનો આરોપ છે કે,અહીં કોઇ વ્યવસ્થા કર્યા વિના જ આખો વિસ્તાર સીલ કરાઇ રહ્યો છે.
ખતરોઃ નૈનિતાલ પર ભાર ક્ષમતાથી વધુ વજન છે
સરોવરોના શહેર નૈનિતાલના અસ્તિત્વને પણ ખતરો છે. નૈનિતાલ શહેરના પહાડો ત્રણ સ્થળે ખસી રહ્યા છે. તેનાથી સેંકડો લોકોને અસર થઇ શકે છે. ભૂવિજ્ઞાનીઓનું કહેવું છે કે, નૈનિતાલ પર તેની ક્ષમતાથી વધુ વજન છે.
ચિંતાઃ તિરાડોના કારણે ચારધામના રસ્તા પર પણ અસરની શક્યતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.