તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માઉન્ટ એટનાએ લાવા, રાખ ઓકતાં આસપાસનાં ગામોમાં હાલાકી
સિસિલીમાં કેટાનિયા પાસેના માઉન્ટ એટના જ્વાળામુખીએ ભરપૂર લાવા ઓક્યો હતો, જેના કારણે આસપાસના ગામોમાં જ્વાળામુખીની રાખ છવાઈ ગઈ હતી. જો કે સ્થાનિકો અને મ્યુનિસિપલ ટીમોએ મળીને આ રાખ સાફ કરવાનું અભિયાન શરૂ કર્યુ.
સિસિલીનો માઉન્ટ એટના જ્વાળામુખી યુરોપના સૌથી સક્રિય જ્વાળામુખીઓમાંનો એક છે. જે સક્રિય થયા પછી આકાશને આંબતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા પછી રાખ અને લાવારસ મોટા પ્રમાણમાં તેમાંથી નીકળ્યો હતો. જ્વાળામુખી સક્રિય થવાના કારણે ધરતીકંપના આંચકા પણ અનુભવાયા હતા, જો કે તેમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
એથેન્સમાં અભૂતપૂર્વ હિમવર્ષા
સમગ્ર એથેન્સ બરફના થર નીચે દબાયું છે. અભૂતપૂર્વ એવી હિમવર્ષાથી એથેન્સમાં ચોમેર બર્ફિલો માહોલ જોવા મળ્યો. અહીં પૌરાણિક એક્રોપોલિસ હિલ આસપાસ બરફના થર જામતા લોકો ત્યાં સ્કીઈંગની મોજ માણતા જોવા મળ્યા હતા. જ્યારે ભારે બરફવર્ષાના પગલે સરકારે અહીં લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા સલાહ આપી છે.
બ્રિટનમાં જૂની કારોનાં બજારમાં પંક્ચર
ભારત સહિત દુનિયામાં સેકન્ડહેન્ડ કારનું મોટું માર્કેટ છે. સામાન્ય રીતે ઓછી આવકવાળા પરિવારો જૂની કારોને જ પ્રાથમિકતા આપે છે પણ કોરોનાકાળમાં નોકરી ગુમાવવા અને રોજગાર ન મળી શકવાને કારણે જૂની કારોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. આ કારણે બ્રિટનમાં જૂની કારની ઈન્ડસ્ટ્રીને આશરે 1600 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ખરેખર બ્રિટનમાં જૂની કારોનું બજાર 31% સુધી ઘટી ગયું છે. અહીં 2019માં 23.10 લાખ જૂની કારો વેચાઈ રહી હતી પણ 2020માં આ સંખ્યા ઘટીને 16 લાખ થઇ ચૂકી છે એટલે કે 7.10 લાખ કાર વેચાઈ નથી. હવે આ કારોને સ્ટેડિયમમાં ઊભી કરવાની નોબત આવી છે. સોસાયટી ઓફ મોટર મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સે જણાવ્યું કે 6.70 કરોડની વસતી ધરાવતા બ્રિટનમાં 42 લાખ કાર છે પણ કોરોનાને લીધે જૂની કારોનું વેચાણ 28 વર્ષમાં પહેલીવાર આટલું ઘટ્યું છે.
ત્રણ વર્ષ નખ ન કાપો તો શું થાય
નખ વધારવાનો શોખ મહિલાઓ અને યુવતીઓમાં સૌથી વધુ જોવા મળે છે. જેના કારણે જ કરોડોની નેઈલ આર્ટ ઈન્ડસ્ટ્રી ચાલી રહી છે. આ સાઈમન ક્રિસ્ટીના ટેલર છે. જેના હાથમાં અનેક ઈંચ લાંબા નખ છે. રિપોર્ટ્સ પ્રમાણે, ક્રિસ્ટીનાના આટલા લાંબા નખ 3 વર્ષની મહેનતનું પરિણામ છે. તેણે ત્રણ વર્ષથી નખ કાપ્યા જ નથી અને તેની માવજત કરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.