તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Antisocial Elements Broke Into The House And Rained Bullets; The Death Of A Cloth Merchant And His Two Sons, The Condition Of The Merchant's Wife Is Serious

ગાઝિયાબાદમાં ટ્રિપલ મર્ડર:અસામાજિક તત્ત્વોએ ઘરમાં ઘૂસીને ગોળીઓ વરસાવી; કાપડના વેપારી અને તેના બે પુત્રોનાં મોત, વેપારીની પત્નીની હાલત ગંભીર

ગાઝિયાબાદ3 મહિનો પહેલા
ઘટનાસ્થળે તપાસ કરતી પોલીસ. હજી સુધી એ જાણી શકાયું નથી કે કપડાંના વેપારી અને તેના પરિવાર પર હુમલો કરનાર શખસો કોણ હતા.
  • અજાણ્યા શખસોએ વેપારીના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું
  • ઘરમાં હુમલો કરીને વેપારી અને તેના બે પુત્રોની હત્યા કરવામાં આવી

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ગત મોડી રાત્રે કેટલાંક અસામાજિક તત્ત્વોએ એક કાપડના વેપારીના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં વેપારી અને તેના બે પુત્રોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે વેપારીની પત્નીની હાલત ગંભીર છે. અસામાજિક તત્ત્વોએ હજી સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસ CCTV ફૂટેજની શોધખોળ કરી રહી છે.

હુમલામાં વેપારી અને તેના બે પુત્રોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
હુમલામાં વેપારી અને તેના બે પુત્રોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

વેપારી અને તેના બે પુત્રોનાં ઘટનાસ્થળે જ મોત
ઘટના લોની પોલીસ સ્ટેશન વિસ્તારના ટોલી શેરીની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, હુમલો રિયાજ ઉર્ફે રિયાઝુદ્દીનના ઘર પર કરવામાં આવ્યો હતો. હજી સુધી પોલીસ તપાસમાં હુમલા પાછળનું કોઈ કારણ સ્પષ્ટ થયું નથી. આસપાસના લોકોમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના સમયે લોકેશન પર જે લોકોના મોબાઈલ ફોન ચાલી રહ્યા હતા, તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. જલદી જ આ મામલે ખુલાસો કરવામાં આવશે.

ઘટનાની જાણકારી મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ઘટનાની જાણકારી મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

10 દિવસ પહેલાં જ વૃદ્ધ દંપતીની હત્યા થઈ હતી
ગાઝિયાબાદના લોની પોલીસ સ્ટેશન વિસ્તારના બલરામ નગર વિસ્તારમાં 13 જૂનના રોજ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. ઘરમાં જ દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. તેમના પુત્રએ ઘરે લૂંટ થયાની વાત જણાવી હતી, પરંતુ બાદમાં ખુલાસો થયો કે તેણે જ પોતાનાં માતા-પિતાની હત્યા કરી હતી. પોલીસે દંપતીના પુત્ર રવિની ધરપકડ કરી હતી.