તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • NIA Finds Vaze's Den, Arrests Mystery Girl Near Him; Now Look At The Underworld Connection

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયાકેસ:NIAને મળ્યો વઝેનો અડ્ડો, તેની નજીકની મિસ્ટ્રી ગર્લની કરાઈ ધરપકડ; હવે અન્ડરવર્લ્ડ કનેક્શન પર નજર

મુંબઈ15 દિવસ પહેલા
  • મીના થાણેના મીરારોડ સ્થિત 7/11 કોમ્પ્લેક્સના એક ફલેટમાં રહેતી હતી

એન્ટિલિયા વિસ્ફોટકકેસ અને મનસુખ હિરેન મર્ડરમાં નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી(NIA)ને ઘણી સફળતા મળી છે. 15 દિવસથી જે મિસ્ટ્રી ગર્લની શોધખોળ ચાલી રહી હતી તે મળી ગઈ છે. સચિન વઝેનો એ અડ્ડો પણ મળ્યો છે, જ્યાં તમામ પ્લાનિંગ થતું હતું. આ સિવાય અન્ડરવર્લ્ડ કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે.

એન્ટિલિયાકેસમાં 4 નવા મોડ
1. મિસ્ટ્રી ગર્લની પૂછપરછ, ફલેટમાંથી દસ્તાવેજ જપ્ત
મિસ્ટ્રી ગર્લનું નામ મીના જોર્જ છે. પ્રાપ્ત માહિતી મુજબ, મીના થાણેના મીરારોડ સ્થિત 7/11 કોમ્પ્લેક્સના એક ફલેટમાં રહેતી હતી. આ ફલેટ પીયૂષ ગર્ગનો છે. પીષૂષ વિશે હજી બીજી માહિતી પ્રકાશમાં આવી નથી. આ જગ્યા સચિન વઝેના ઘરની નજીક છે. અહીંથી NIAએ દસ્તાવેજ જપ્ત કર્યા છે. અહીં મીનાની પૂછપરછ કરવામાં આવી અને પછીથી ગુરુવારે મોડી રાતે NIAની ઓફિસે લઈ જવામાં આવી. NIAને શક છે કે બ્લેક મનીને વ્હાઈટ કરવામાં તે વઝેની મદદ કરતી હતી. મીના નોટ કાઉન્ટિંગ મશીનની સાથે સચિન વઝેને મળવા માટે દક્ષિણ મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં ગઈ હતી. આ અંગેના CCTV ફૂટેજ મળ્યા પછી મીનાની શોધખોળ શરૂ થઈ હતી.

2. વઝેનો અડ્ડો હતો ગિરગાંવની એક રેસ્ટોરાં
NIAએ દક્ષિણ મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં એક રેસ્ટોરાંમાં પણ રેડ કરી હતી. સૂત્રોનું માનીએ તો આ રેસ્ટોરાં વઝેનો અડ્ડો હતી અને તેઓ અહીંથી જ બધું પ્લાનિંગ કરતા હતા. NIAએ અહીંથી છેલ્લા 65 દિવસના CCTV ફૂટેજ જપ્ત કર્યા છે. એ દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ નકલી સિમકાર્ડ પ્રાપ્ત કરવામાં થયો હતો. આ મામલામાં રેસ્ટોરાંનો મેનેજર પણ શકના ઘેરામાં છે. માલિક અને કર્મચારીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી છે. NIA એ જાણવા માગે છે કે રેસ્ટોરાંમાં વઝે ક્યારે અને ક્યાં લોકોને મળ્યા.

3. અંડરવર્લ્ડ કનેક્શન, જેજે શૂટઆઉટનો દોષી રડારમાં
25 ફેબ્રુઆરીએ એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલી ગાડીની જવાબદારી લેવાનો ધમકીભર્યો મેસેજ તિહાડમાં બંધ ઈન્ડિયન મુજાહિદ્દીનના તહસીન અખ્તરે મોકલ્યો હતો. તેણે ટેલિગ્રામ દ્વારા આ મેસેજ મોકલ્યો હતો. NIAને એવી માહિતી મળી છે કે આ મેસેજને પોસ્ટ કરવા માટે જેલની અંદર જ મેસેજ અંડરવર્લ્ડના એક ગુંડા દ્વારા મોકલવામાં આવ્યો. આ ગુંડો મુંબઈના ચર્ચિત જેજે શૂટઆઉટ કેસમાં દોષી છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. NIA ઝડપથી તેની પણ પૂછપરછ કરી શકે છે.

4. આરોપી વિનાયકની સાથે ઓડીમાં દેખાયા વઝે
NIAને વસઈ વિસ્તારના CCTV ફૂટેજ પણ પ્રાપ્ત થયા છે, જેમાં એક ઓડી કારમાં વઝે વિનાયક શિંદેની સાથે દેખાઈ રહ્યા છે. વિનાયક મનસુખ કેસમાં આરોપી છે. આ ઓડીને બુધવારે જપ્ત કરવામાં આવી છે. તેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. આ કાર સચિન વઝેના નામે જ રજિસ્ટર્ડ હતી. NIAને શક છે કે જે ઓડીમાં વઝે અને શિંદે દેખાઈ રહ્યા છે એમાં મનસુખની હત્યા કરવામાં આવી છે અને હત્યા પહેલાં જ આ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. NIAએ એક સ્કોડા કારને પણ શોધી રહી છે. અત્યારસુધીમાં એજન્સીએ 8 કાર જપ્ત કરી છે.

બાંદ્રા વરલી સી લિન્કના આ CCTV ફૂટેજમાં સચિન વઝે અને વિનાયક શિંદે દેખાઈ રહ્યા છે.
બાંદ્રા વરલી સી લિન્કના આ CCTV ફૂટેજમાં સચિન વઝે અને વિનાયક શિંદે દેખાઈ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો