તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Antilia Bomb Scare: NIA Hunted For Mystery Women Close To Sachin Vaze , Suspected Of Involvement In Conspiracy To Keep Explosives

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્ટિલિયા કેસ:સેશન્સ કોર્ટનો ATSને આદેશ- મનસુખના મોતની તપાસ NIAને સોંપી દો; સચિન વઝેને હોટલમાં મળવા આવેલી મહિલાની NIAને તલાશ

2 મહિનો પહેલા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અનિલ વઝેએ NIAને મહિલા વિશેની માહિતી આપી દીધી છે.
  • હોટલમાં રોકાયેલી વઝેની રાઝદાર મિસ્ટ્રી WOMANની NIA દ્વારા તપાસ, દરેક કાવતરામાં સામેલ હોવાની શંકા
  • NIAને શંકા છે કે આ મહિલા વઝેની રાઝદાર છે, આ મહિલા પાસે નોટ ગણવાનું મશીન હતું

એન્ટિલિયા કેસથી જોડાયેલાં મનસુખ હિરેનના મોતના મામલે ઠાણે સેશન્સ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર એન્ટી ટેરેરિઝમ સ્કવોડ (ATS)ને આદેશ આપ્યા કે આ કેસની તપાસ રોકીને તેને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપી દેવામાં આવે. આ મામલે NIAએ કોર્ટમાં અપીલ કરી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ છતાં ATS તેને તપાસ હેન્ડઓવર નથી કરી રહ્યાં.

બીજી તરફ NIAને સતત નવા પુરાવા મળી રહ્યાં છે. બે દિવસ પહેલાં એક ફાઈવ સ્ટાર હોટલમાં મારવામાં આવેલા દરોડામાં CCTVની તપાસમાં ખ્યાલ આવ્યો છે કે સસ્પેન્ડ API સચિન વઝે જે હોટલમાં રોકાયા હતા, તે વચ્ચે એક મહિલા તેમને મળવા આવી હતી. તે મહિલાની પાસે નોટ ગણવાવાળું મશીન હતું.

NIAને શંકા છે કે આ મહિલા વઝેની રાઝદાર છે, તેથી આ મહિલાની તલાશ તેજ કરવામાં આવી છે. NIAને તે વાતની પણ શંકા છે કે આ મહિલા સમગ્ર ષડયંત્રમાં સામેલ સામેલ થઈ શકે છે.

સચિન વઝે 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી નકલી નામ, નકલી આધાર કાર્ડ અને ફોટો જોઈને મુંબઈની હોટલ ટ્રાઈડેન્ટમાં રોકાયા હતા. સોમવારે NIA વઝેને લઈને અહીં આવ્યા હતા અને લગભગ ત્રણ કલાક સુધી સીન રીક્રિએશન કરાવ્યા હતા. આ દરમિયન CCTV ફુટેજની તપાસ થઈ અને સ્ટાફના લોકોને નિવેદન નોંધવામાં આવ્યા. વઝેને મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયાની બહારથી મળી આવેલા જિલેટિનથી ભરેલી સ્કોર્પિયોના મામલે પકડવામાં આવ્યો છે.

વઝેની પાસે 5 બેગ હતી, એકમાં જિલેટીન હોવાની શંકા
CCTV ફૂટેજની તપાસમાં જોવા મળ્યું છે કે વઝે જ્યારે હોટલમાં આવ્યા ત્યારે તેમની પાસે પાંચ બેગ હતી, જેમાંથી એક બેગમાં જિલેટીન હોવાની શંકા છે. એ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે તેને મળવા આવેલી મહિલાને પણ વિસ્ફોટક રાખવા વિશેની બધી માહિતી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વઝેએ મહિલા વિશે NIAને માહિતી આપી દીધી છે.

આ આધારકાર્ડના આધારે વઝેએ હોટલમાં રૂમ બુક કરાવી હતી.
આ આધારકાર્ડના આધારે વઝેએ હોટલમાં રૂમ બુક કરાવી હતી.

NIAને વઝેનું નકલી આધારકાર્ડ મળ્યું
NIAની તપાસમાં સામે આવ્યું છે કે વઝેએ તેનું નકલી આધારકાર્ડ બનાવ્યું હતું. આ આધારકાર્ડમાં વઝેની તસવીર છે, પરંતુ તેના નામની જગ્યાએ સુશાંત સદાશિવ ખામકર લખવામાં આવ્યું છે. આશંકા છે કે આ આધારકાર્ડના આધારે વઝેએ ઘણી હોટલોમાં બુકિંગ કરાવ્યું હતું. વઝેના ફેક આધારકાર્ડ પર 7825-2857-5822 નંબર નોંધાયેલો છે. એનો ઉપયોગ કરીને 16-20 ફેબ્રુઆરી દરમિયાન વઝે નરીમાન પોઈન્ટની હોટલ ટ્રાઈડેન્ટમાં રોકાયા હતા.

સ્કોર્પિયોમાં વઝેએ જ રાખ્યો હતો ધમકીવાળો લેટર
NIAની તપાસમાં સામે આવ્યું છે કે સચિન વઝેએ જ સ્કોર્પિયો કારમાં ધમકીવાળો લેટર મૂક્યો હતો. આ પત્રને મનસુખ હિરેનની હત્યા મામલે ધરપકડ કરવામાં આવેલા વિનાયક શિંદેના ઘરમાં લખવામાં આવ્યો હતો. શિંદેના ઘરેથી એ પ્રિન્ટર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે, જેમાંથી આ લેટરની પ્રિન્ટ કાઢવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્કોર્પિયો ત્યાં ઊભી રાખવામાં આવે એ પહેલાં તેઓ ઈનોવા કાર લઈને ઘટનાસ્થળની રેકી કરવા ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો