• Gujarati News
  • National
  • Antibody Cocktails Will Treat Corona Patients, Learn Everything About This Drug From The Swiss Company Roche.

કોકટેલ કરશે કોરોનાનો ખાતમો?:ક્રિટિકલ દર્દીને પણ કરશે સાજા, એના મલ્ટીડોઝની કિંમત રૂ. 1.19 લાખ; આ દવા વિશે એ બધું, જે તમે જાણવા માંગો છો

એક વર્ષ પહેલા
  • આ દવા કોરોનાવાયરસને માનવીય કોશિકાઓમાં જતા રોકે છે, જેનાથી વાયરસને ન્યૂટ્રિશન નથી મળતું અને દવા વાયરસને રેપ્લિકેટ કરતા રોકે છે
  • હરિયાણાના ગુડગાંવમાં 84 વર્ષના વૃદ્ધ મોહબ્બત સિંહની સારવાર મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી કરવામાં આવી
  • તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના પોઝિટવ આવ્યા પછી આ પ્રકારે સાજા કરવામાં આવ્યા હતા

કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતમાં ત્રીજી લહેરની શક્યતા જોવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે થોડીક રાહત મળે તેવા સારા સમાચાર પણ સામે આવી રહ્યાં છે. દેશમાં કોરોનાની રિકવરી રેટ સુધરી રહી છે અને દરરોજ પહેલાંની અપેક્ષાએ વધુ પ્રમાણમાં લોકો સ્વસ્થ થઈ રહ્યાં છે.

આ ઉપરાંત વધુ એક સારા સમાચાર એ છે કે દેશની દવા નિયામક CDSCO એટલે કે કેન્દ્રીય ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને એન્ટિબોડી ડ્રગ કોકટેલને મજૂરી આપી દીધી છે. આ દવા સ્વિસ કંપની રોશે ઈન્ડિયાએ બનાવી છે, જે કોરોના મહામારી સામે જંગમાં મોટું હથિયાર સાબિત થઈ શકે છે. એન્ટિબોડી ડ્રગ કોકટેલ કાસિરિવિમાબ (CASIRIVIMAB) અને ઈમ્દેવીમાબી (IMDEVIMAB)ને હાલ ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. આ મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલને લઈને દાવો છે કે જો કોઈ કોરોના દર્દીને આપવામાં આવે છે તો તે 70 ટકા સુધી અસરકારક રહે છે. જેની મદદથી દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાવવાની શક્યતા ઘણી જ ઓછી થઈ જાય છે. ત્યારે આ દવા શું છે, કઈ રીતે કામ કરે છે. આ દવાને કયા આધારે મંજૂરી આપવામાં આવી છે. તેમ તે કયા લેવલ સુધી કોરોનાના દર્દીઓ પર અસરકારક છે. ભારતમાં આ કઈ રીતે ઉપલબ્ધ થશે જેવાં અનેક સવાલો છે, જેનો જવાબ અહીં આપવાનો પ્રયાસ કરાયો છે.

આ દવા શું છે અને તેને કોના દ્વારા તૈયાર કરાઈ છે?
આ દવાને એક મિશ્રણ કહી શકાય છે. આ એક એન્ટિબોડી કોકટેલ છે. એન્ટિબોડી કોકટેલ એટલે કે બે એવી એન્ટિબોડીનું મિશ્રણ જે કોઈપણ વાયરસ પર એક જેવી અસર કરે છે. એન્ટિબોડી ડ્રગ કોકટેલ Casirivimab અને Imdevimabને સ્વિસ કંપની રોશે(Roche)એ રીજેનરોન (Regeneron)ની સાથે બનાવી છે. આ કોકટેલ એન્ટીબોડી દવામાં કોરોના વાયરસ પર એકસરખી અસર કરનારા એન્ટિબોડીનું મિશ્રણ છે. રોચેની આ એન્ટિબોડ કોકટેલને જ દેશમાં મંજૂરી આપવામાં આવી છે.

મોનોક્લોનલ એન્ટિબોડી આધારિત છે આ દવા
આ કોકટેલ દવા મોનોક્લોનલ એન્ટિબોડી આધારિત છે. મોનોક્લોનલ એન્ટિબોડ લેબ નિર્મિત પ્રોટીન હોય છે જે વાયરસ કે અન્ય હાનિકારક રોગ સામે લડવા માટે ઈમ્યુન સિસ્ટમની ક્ષમતાની કોપી કરે છે. આ બંને દવા એન્ટિબોડી છે, જે ખાસ કરીને SARS CoV 2ના સ્પાઈક પ્રોટીન વિરુદ્ધ અસરકારક છે. જે વાયરસને હ્યમુન સેલ્સ એટલે કે માનવ કોશિકાઓમાં પ્રવેશ કરવાથી રોકવા માટે તૈયાર કરાઈ છે.

એન્ટિબોડી ડ્રગ કોકટેલ કાસિરિવિમાબ (CASIRIVIMAB) અને ઈમ્દેવીમાબી (IMDEVIMAB)ને હાલ ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.
એન્ટિબોડી ડ્રગ કોકટેલ કાસિરિવિમાબ (CASIRIVIMAB) અને ઈમ્દેવીમાબી (IMDEVIMAB)ને હાલ ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.

કઈ રીતે કામ કરે છે આ દવા?
એન્ટિબોડી કોકટેલને વયસ્કો અને 12 વર્ષ કે તેનાથી વધુ આયુના બાળકો (જેનું વજન ઓછામાં ઓછું 40 કિલો હોય) કે જેને કોરોનાના મધ્યમ કે સામાન્ય લક્ષણો હોય તેના પર ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત જેઓમાં કોવિડ-19 સંક્રમિતની પુષ્ટિ થઈ જાય અને તેમને ગંભીર સંક્રમણનો ખતરો હોય તેઓને પણ દવા આપી શકાય છે, જે તેઓ પર અસરકારક રહે છે.

બે દવાઓના મિક્સર એવી આ એન્ટિબોડી કોકટેલ કોરોના સામે લડવામાં દર્દીની શક્તિ વધારે છે. કાસિરિવિમાબ અને ઈમ્દેવીમાબ દવાઓને 600-600 MG મિક્સ કરવા પર એન્ટિબો઼ડી કોકટેલ દવા તૈયાર થાય છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ આ દવા કોરોનાવાયરસને માનવીય કોશિકાઓમાં જતા રોકે છે, જેનાથી વાયરસને ન્યૂટ્રિશન નથી મળતું અને આ રીતે દવા વાયરસને રેપ્લિકેટ કરતા રોકે છે.

કઈ રીતે આપવામાં આવે છે આ દવા?
એન્ટિબોડી કોકેટેલ એક રીતે ઈમ્યુનિટી બૂસ્ટર જ છે, જેને કોઈ શખ્સ કોરોના પોઝિટિવ થયા બાદ 48થી 72 કલાકની અંદર આપી શકાય છે. મળતી માહિતી મુજબ આ દવાઓ આપવામાં 20થી 30 મિનિટનો સમય લાગે છે. દવા આપવામાં આવ્યા બાદ દર્દીને થોડી વાર માટે સાવધાનીને લઈને અંડર ઓબ્ઝર્વ રાખવામાં આવે છે, જે રીતે વેક્સિનના સમયે થાય છે.

એન્ટિબોડીના મલ્ટીડોઝની કિંમત 1.19 લાખ રૂપિયા
રોશે ઈન્ડિયાએ કહ્યું - 1200 એમજીના દરેક ડોઝમાં 600 એમજી Casirivimab અને 600 એમજી Imdevimab છે. દરેક ડોઝની કિંમત 59750 રૂપિયા હશે. એના મલ્ટીડોઝના પેકેટની મહત્તમ કિંમત 1.19 લાખ રૂપિયા હશે. એક પેકથી બે કોરોના સંક્રમિતોની ટ્રીટમેન્ટ કરી શકાય છે. ભારતમાં આ એન્ટિબોડીનું માર્કેટિંગ સિપલા કરી રહી છે.

એન્ટીબોડી ડ્રગ કોકટેલ Casirivimab અને Imdevimabને સ્વિસ કંપની રોશે(Roche)એ રીજેનરોન (Regeneron)ની સાથે બનાવી છે.
એન્ટીબોડી ડ્રગ કોકટેલ Casirivimab અને Imdevimabને સ્વિસ કંપની રોશે(Roche)એ રીજેનરોન (Regeneron)ની સાથે બનાવી છે.

ભારતમાં કઈ રીતે મળશે આ કોકટેલ દવાઓ?
ભારતમાં હાલ આ દવાની સપ્લાઈની જવાબદારી સિપ્લા કંપનીની પાસે છે. આ દવા હાલ કેટલાંક શહેરોમાં જ મલી રહી છે, અને તે પણ અમુક જ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમ જેમ તેનો ઉપયોગ શરૂ થશે તો પ્રોડક્શનને વધારવામાં આવશે. સિપ્લા ઉપરાંત ઝાયડસ કંપનીએ પણ આ એન્ટીબોડી કોકટેલના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી માગી છે.

જૂન સુધીમાં એક લાખ પેકેટ આવી જશે
આ દવાની પ્રથમ બેચ સોમવારે જ ભારતમાં લોન્ચ થઈ હતી. આગામી બેચ 15 જૂન સુધીમાં આવી જશે.જૂન સુધીમાં તેના એક લાખ પેકેટ ભારતમાં હશે અને એનાથી લગભગ 2 લાખ લોકોને ફાયદો મળશે. આ દવા મોટી હોસ્પિટલો અને કોવિડ સેન્ટર્સને અપાશે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ થોડા દિવસ અગાઉ જ એન્ટિબોડી કોકટેલના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.

ગુડગાંવાના 84 વર્ષના મોહબ્બત સિંહ પ્રથમ ભારતીય જેઓને આ દવા આપવામાં આવી
હરિયાણાના ગુડગાંવમાં 84 વર્ષના વૃદ્ધ મોહબ્બત સિંહની સારવાર મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ દવાથી કરવામાં આવી છે. તેમને કોરોના સહિત અનેક બીમારીઓ હતી. મોહબ્બત સિંહ એન્ટિબોડી કોકટેલ દવાથી સાજા થનારા દેશની પ્રથમ વ્યક્તિ બની ગયા છે. આ અગાઉ ગત વર્ષે તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના પોઝિટવ આવ્યા પછી આ પ્રકારે સાજા કરવામાં આવ્યા હતા.

મોહબ્બત સિંહ એન્ટિબોડી કોકટેલ દવાથી સાજા થનારા દેશની પ્રથમ વ્યક્તિ બની ગયા છે.
મોહબ્બત સિંહ એન્ટિબોડી કોકટેલ દવાથી સાજા થનારા દેશની પ્રથમ વ્યક્તિ બની ગયા છે.

મોહબ્બત સિંહની છેલ્લા 5 દિવસથી ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મંગળવારે તેમને આ દવાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નરેશ ત્રેહાને કહ્યું હતું કે મોહબ્બત સિંહને એન્ટિબોડી કોકટેલ દવા લીધાના એક દિવસ પછી બુધવારે હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી.

તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના પોઝિટવ આવ્યા પછી આ પ્રકારે સાજા કરવામાં આવ્યા હતા.
તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોરોના પોઝિટવ આવ્યા પછી આ પ્રકારે સાજા કરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...