તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુશ્મનોને જડબાંતોડ જવાબ અપાશે:ડ્રોન-અટેકને ટક્કર આપવા તૈયાર થઈ રહી છે DRDOની એન્ટી-ડ્રોન સિસ્ટમ, લેસર બીમથી ડ્રોનને તોડી પાડવામાં સક્ષમ

3 મહિનો પહેલા

જમ્મુમાં વાયુસેનાના એરબેઝ પર તાજેતરમાં થયેલા ડ્રોન-અટેક પછી સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે. આ હુમલા પછી જમ્મુના અમુક હિસ્સામાં ફરી વખત ડ્રોન જોવા મળ્યું હતું. આ દરમિયાન હવે રક્ષા વિકાસ અને અનુસંધાન સંગઠન (DRDO) એક્ટિવ થયું છે અને એની એન્ટી-ડ્રોન સિસ્ટમની ચર્ચા શરૂ થઈ ગઈ છે. નામ પરથી જ ખ્યાલ આવી ગયો છે કે આ ટેક્નોલોજી ડ્રોનથી થતા હુમલાને રોકે છે. માણસની મદદ વગર કામ કરતી આ ટેક્નોલોજી વધુ ને વધુ સફળ થતી દેખાઈ રહી છે, પરંતુ આ એન્ટી- ડ્રોન શું છે અને કેવી રીતે કામ કરે છે એ સમજીએ...

કેવી રીતે કામ કરે છે એન્ટી-ડ્રોન સિસ્ટમ...
DRDOના મહાનિર્દેશક જી.મંજુલાએ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે તેઓ છેલ્લાં 3 વર્ષથી આ સિસ્ટમ પર કામ કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે એન્ટી-ડ્રોન સિસ્ટમ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવનારા નાના ડ્રોનની ઓળખ કરીને એને જામ કરી દે છે. એ સાથે જ આ સિસ્ટમ 1થી 2.5 કિમીના વિસ્તારમાં આવતા ડ્રોનને એની લેસર બીમથી ટાર્ગેટ કરીને તોડી પાડે છે.

DRDOએ એવી ટેક્નોલોજી બનાવી છે, જે જેમિંગ કમાન્ડના માધ્યમથી ડ્રોનને નીચે લાવી શકે છે અથવા લેસર આધારિત નિર્દેશિત ઊર્જા હથિયારના માધ્યમથી ડ્રોનના ઈલેક્ટ્રોનિક્સ મશીનને નુકસાન પહોંચાડી શકે છે.

6 મહિનામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ મળી જવાની શક્યતા.
6 મહિનામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ મળી જવાની શક્યતા.

ખાનગી કંપનીઓ સાથે મળીને કામની શરૂઆત
જી.મંજુલાએ જણાવ્યું હતું કે આગામી 6 મહિનામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ સેનાને મળી શકે છે. DRDOએ તેની એન્ટી-ડ્રોન સિસ્ટમનું ઉત્પાદન ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)ને સોંપ્યું છે. DRDO તેમની આ ટેક્નોલોજી ખાનગી કંપની સાથે શેર કરવા પણ તૈયાર છે. એ માટે ખાનગી કંપનીઓએ તેની પાસેથી લાઈસન્સ લેવું પડશે.

DRDO તરફથી વિકસિત આ એન્ટી-ડ્રોન સિસ્ટમ 2020ના સ્વતંત્રતા દિવસે સ્થળ પર VVIP લોકોને સુરક્ષા આપવા માટે તહેનાત કરવામાં આવ્યું હતું. આ સિવાય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમદાવાદ મોટેરા સ્ટેડિયમ આવ્યા હતા ત્યારે પણ આ સિસ્ટમ ત્યાં લગાવવામાં આવી હતી. એ ઉપરાંત આ વર્ષે રિપબ્લિક-ડે પરેડ દરમિયાન પણ આ સિસ્ટમની સેવા લેવામાં આવી હતી.

ડ્રોનને કેવી રીતે ટક્કર આપવી
ડિફેન્સ સાથે જોડાયેલા લોકોનું આ વિશે કહેવું છે કે એન્ટી-ડ્રોન સિસ્ટમ એવી હોવી જોઈએ, જે ડ્રોનને ખતમ કરી શકે. ઈઝરાયેલ, ચીન અને અમેરિકામાં સૈન્ય સામાન તૈયાર કરતી ઘણી કંપનીઓએ એન્ટી- ડ્રોન ટેક્નોલોજી બનાવવાનું શરૂ કરી દીધું છે. એમાં રડાર, ઝામર, ઓપ્ટિક અને થર્મલ સેન્સર જેવી વસ્તુઓ સામેલ છે.

એન્ટી-ડ્રોન સિસ્ટમ લેસર ટેક્નોલોજીથી પણ ડ્રોનને ખતમ કરી શકે છે.
એન્ટી-ડ્રોન સિસ્ટમ લેસર ટેક્નોલોજીથી પણ ડ્રોનને ખતમ કરી શકે છે.

કયા દેશો પાસે છે એન્ટી-ડ્રોન સિસ્ટમ?
ઈઝરાયેલમાં રાફેલે બનાવેલી એન્ટી-ડ્રોન સિસ્ટમ ખૂબ ચર્ચામાં છે. તેણે ડ્રોન ડોમ બનાવ્યું છે. આ ડ્રોનમાં મિસાઈલને ઓળખ કરીને એને નિષ્ક્રિય કરે છે. એમાં રડાર, રેડિયો ફ્રિક્વન્સી સેન્સર અને એની ટેક્નોલોજી છે, જે તેને 360 ડીગ્રીનું કવરેજ આપે છે, જેથી કોઈપણ દિશામાં શંકાસ્પદ ડ્રોન બચી ના શકે. કોઈપણ શંકાસ્પદ ડ્રોન દેખાતાં આ ટેક્નોલોજી લેસર કિરણોથી એને તરત ખતમ કરી દે છે. અમેરિકાએ જે એન્ટી-ડ્રોન સિસ્ટમ બનાવી છે એને ડ્રોન હંટર કહેવામાં આવે છે.

શું કહ્યું આર્મી ચીફે?
ડ્રોન-અટેક વિશે આર્મી ચીફ એમ.એમ. નરવણેએ કહ્યું હતું કે ડ્રોનનો ઉપયોગ ઝડપથી થઈ રહ્યો છે. સેના તરફથી ડ્રોનના રક્ષાત્મક અને આક્રમક ઉપયોગ પર ભારણ આપવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત એને કાઉન્ટર કરવા માટે પણ કામ ચાલી રહ્યું છે. એમ.એમ. નરવણેએ કહ્યું હતું કે એલઓસી પર અમારા તરફથી વાતચીત ચાલી રહી છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાંથી ઘૂસણખોરી ઓછી થઈ છે અને આતંકી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે.

નોંધનીય છે કે જમ્મુના જે એરબેઝ પર ડ્રોન હુમલો થયો હતો ત્યાં હવે એન્ટી-ડ્રોન સિસ્ટમ, ઝામર અને અન્ય હથિયારો તહેનાત કરી દેવામાં આવ્યાં છે. એરબેઝ સિવાય જમ્મુના અમુક વિસ્તારોમાં પણ ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી. ત્યાર પછી ઈન્વેસ્ટિગેટિવ એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય લોકો સાથે મળીને આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...