• Gujarati News
  • National
  • Answers To All The Questions Related To The New Assessment Scheme Of 30:30:40, Also Know Your Result

CBSE ધો.12નું રિઝલ્ટ તૈયાર:30:30:40 ફોર્મ્યુલા મુજબ આ રીતે કેલક્યુલેટ કરી 1 મિનિટમાં જાતે જ તૈયાર કરો તમારું રિઝલ્ટ

5 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • નવા એસેસમેન્ટ સ્કીમ અંગે વિવિધ સવાલોના જવાબ

CBSEએ 12મા ધોરણનું રિઝલ્ટ તૈયાર કરવા માટે 30:30:40ની ફોર્મ્યુલા નક્કી કરી છે, જેમાં જણાવ્યા પ્રમાણે, કોઈપણ વિદ્યાર્થીને 10મા ધોરણની ફાઇનલ પરીક્ષામાં પ્રાપ્ત થયેલા કુલ માર્ક્સના 30%, 11માની ફાઇનલના કુલ માર્ક્સના 30% અને 12મા ધોરણની યુનિટ ટેસ્ટ, મિડ ટર્મ અને પ્રી-બોર્ડ પરીક્ષાના કુલ માર્ક્સના 40% એડ કરાશે. આનો સરવાળો કરીને જે ટોટલ આવે એને 12માની ફાઇનલ પરીક્ષાના ટોટલ માર્ક્સ સાથે કેલક્યુલેટ કરી શકાય છે.

રિઝલ્ટની ગણતરી કરતા સમયે ધ્યાન રાખવું જોઇએ કે 30:30:40 ફોર્મ્યુલા અનુસાર 10મા, 11મા અને 12માના જેટલા માર્ક્સ જોડવામાં આવે છે એનાથી માત્ર થિયરી સ્કોર મળશે. આને ટોટલ સ્કોર ન માનતા, કારણ કે આ વર્ષના પ્રેક્ટિકલ એક્ઝામના ગુણ પહેલાંથી જ CBSEને મોકલી દેવામાં આવ્યા છે.

10મા ધોરણના માર્ક્સ કેવી રીતે એડ થશે
10મા ધોરણના વિદ્યાર્થીઓ મુખ્યત્વે 5 અથવા ક્યારેક-ક્યારેક 6 વિષયની તૈયારી કરતા હોય છે. આમાંથી 3 ટોપ સ્કોરવાળા વિષયના માર્ક્સ એડ કરાશે.

11માના માર્ક્સ કેવી રીતે એડ થશે
11મા ધોરણના તમામ વિષયોમાં જે સ્કોર કર્યો હશે એના કુલ માર્ક્સને સામેલ કરવામાં આવશે. આમાં 10મા ધોરણની જેમ માત્ર 3 વિષયોના માર્ક્સ એડ નહીં કરાય.

12મા ધોરણના માર્ક્સ કેવી રીતે એડ થશે
12મા ધોરણના વિષયો પ્રમાણે, માર્ક્સને એડ કરાશે, જેમાં યુનિટ ટેસ્ટ, મિડ ટર્મ એક્ઝામના માર્ક્સ અને પ્રી-બોર્ડ એક્ઝામના માર્ક્સને એડ કરીને સ્કોર અપાશે.

નોટ- CBSEએ સબ્જેક્ટવાઇઝ રિઝલ્ટ અંગે જાણ કરી નથી, એથી અમે ઓવરઓલ રિઝલ્ટ માર્ક્સ અને પર્સેન્ટેજ બતાવી રહ્યા છીએ.

હવે આ ફોર્મ્યુલાની મદદ વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ કેલક્યુલેટ કરી શકે છે. આના માટે નીચે આપેલી કેલક્યુલેશન ટેબલની સહાયતા પણ લઈ શકાશે.

સવાલ- જવાબ દ્વારા રિઝલ્ટને વિગતવાર જાણો
સવાલ-1: જો 3 પરીક્ષા થઈ હોય તો યુનિટ એક્ઝામ, મિડ ટર્મ અને પ્રી-બોર્ડની સ્થિતિમાં માર્ક્સ કેલક્યુલેટ થશે?
જવાબ- આ સ્કૂલ પર આધાર રાખશે કે તે કયું રિઝલ્ટ CBSEને સોંપે છે.

સવાલ 2: સબ્જેક્ટ પ્રમાણે માર્ક્સને કેવી રીતે કેલક્યુલેટ કરાશે?
જવાબ- આ અંગે હજી કશું ક્લિયર નથી.

સવાલ 3: જ્યારે થિયરીના માર્ક્સ 500માં કાઉન્ટ કરાશે તો પ્રેક્ટિકલની સાથે ફાઇનલ સ્કોર અંગે કેવી રીતે જાણ થશે?
જવાબ- આ કેલક્યુલેશન માત્ર થિયરી પરીક્ષા માટે છે. પ્રેક્ટિકલ એક્ઝામના માર્ક્સ તો ફાઇનલ રિઝલ્ટમાં એડ થશે. શાળાએ પહેલેથી CBSEને માર્ક્સ મોકલી દીધા છે.

30:30:40 ફોર્મ્યુલા કેમ બનાવી?
કોરોના મહામારીને ધ્યાનમાં લેતાં CBSEની 10મા અને 12માની પરીક્ષા રદ કરવામાં આવી છે. 12માની પરીક્ષા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. ત્યાર પછી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પછી ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ (ISC)એ 12માની પરીક્ષા રદ કરી હતી.

વડાપ્રધાને બેઠક દરમિયાન કહ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા જ અમારી પ્રાથમિકતા છે. તેમના જીવને અમે જોખમમાં ન મૂકી શકીએ. 12મા ધોરણનું રિઝલ્ટ પણ સમયસીમાની અંદર અને તાર્કિક આધાર પર તૈયાર કરાશે. ત્યાર પછી 4 જૂનના રોજ વિદ્યાર્થીઓની માર્કિંગ સિસ્ટમને નક્કી કરવા માટે 13 સભ્યોની એક ટીમનું આયોજન કરાયું હતું. આ કમિટીને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો.

31 જુલાઈ સુધી રિઝલ્ટ આવશે
CBSEએ 14 જૂને 12માનું રિઝલ્ટ તૈયાર કરેલી ફોર્મ્યુલા અંગે સુપ્રીમ કોર્ટને રિપોર્ટ સોંપવાની રહેશે. બોર્ડના જણાવ્યા પ્રમાણે, જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાના રિઝલ્ટથી સંતુષ્ટ નહીં હોય તો તેના માટે અલગથી પરીક્ષાનું આયોજન કરાશે. 31 જુલાઈ સુધી રિઝલ્ટ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...