તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્યો એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે. સોમવારે ડાયમંડ હાર્બરના ધારાસભ્ય દીપક હલ્દરે પણ પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટીનું નેતૃત્વ તેમને કામ કરવા દેતું નથી. તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે. 46 દિવસમાં TMCના 11 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.
બે વખતથી ધારાસભ્ય છે દીપક
તેમણે કહ્યું હતું કે હું બે વખતથી ધારાસભ્ય છું. 2017થી મને જનતા માટે કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. આ વિશે પાર્ટી હાઈકમાન્ડને જણાવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મને પાર્ટીના કાર્યક્રમો વિશે પણ કહેવામાં આવતું નથી. હું મારા પ્રદેશના લોકોને માટે જવાબદાર છું. તેથી મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં જ હું મારું રાજીનામું જિલ્લા અને પ્રદેશ પ્રમુખને મોકલી દઇશ.
પાર્ટી હાઈકમાન્ડથી ખુશ ન હતા
છેલ્લા કેટલાક મહિનાથી હલ્દર પાર્ટી હાઈકમાન્ડથી ખુશ ન હતા અને અનેક વખત પાર્ટીની ટીકા પણ કરી હતી. હલ્દરને ભાજપના નેતા સોવન ચેટર્જીની નજીકના પણ માનવામાં આવે છે. હાલમાં જ તેમણે સાઉથ કોલકાતામાં ચેટર્જી સાથે મુલાકાત કરી હતી. TMCએ આ મામલે કોઈ જ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
એક જ સપ્તાહમાં મમતાને બીજો ઝટકો
આ પહેલાં 30 જાન્યુઆરીએ ભૂતપૂર્વ પ્રધાન રાજીબ બેનર્જી, ધારાસભ્ય બૈશાલી દાલમિયા અને ધારાસભ્ય પ્રવીર ઘોશાંલ સહિત 5 TMCના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આ સિવાય અભિનેતા રુદ્રનીલ ઘોષ પણ ભાજપમાં જોડાયા હતા. આ બધા દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત બાદ ભાજપનું સભ્યપદ મેળવ્યું હતુ.
ડિસેમ્બરમાં 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા
19 ડિસેમ્બરે શુભેન્દુ સાથે સાંસદ સુનીલ મંડળ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. એમાંથી 5 ધારાસભ્યો તૃણમૂલના જ હતા.
30 મેના રોજ સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો
30મી મેના રોજ મમતા બેનર્જી સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, તેથી એપ્રિલ-મેમાં જ 294 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.