જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગનો મામલો સામે આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ એક બેંક-મેનેજરને નિશાન બનાવીને તેની હત્યા કરી છે. બેંક-મેનેજરનું નામ છે વિજય કુમાર છે અને તેઓ રાજસ્થાનના વતની છે. અગાઉ સાંબામાં રહેતી શિક્ષિકા રજની બાલાની હત્યા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે.
જણાવવામાં આવી રહ્યું છે કે વિજય કુમાર કુલગામના મોહનપોરામાં સ્થાનિક ગ્રામીણ બેંકમાં મેનેજર હતા. આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. તે રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ-ઓપરેશન શરૂ કરી દીધું છે.
ઘાટીમાં શાળામાં ઘૂસીને આતંકવાદીઓએ હિન્દુ મહિલા શિક્ષિકાને ગોળી મારી હત્યા કરી હતી
તમને જણાવી દઈએ કે આતંકવાદીઓએ મંગળવારે હિન્દુ શિક્ષિકા રજની બાલાની હત્યા કરી હતી. આતંકવાદીઓએ સાંબાની રહેવાસી શિક્ષિકા પર શાળાની અંદર બાળકોની સામે જ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સરકારી કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે આતંકીઓ
આતંકવાદીઓ ઘાટીમાં હિન્દુ નાગરિકો અને સરકારી કર્મચારીઓને સતત નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ દ્વારા કુલગામમાં એક મહિલા શિક્ષકની હત્યાના વિરોધમાં પણ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયાં હતાં. કાશ્મીરી પંડિતોએ માગ કરી હતી કે તમામ સ્થળાંતરિત સરકારી કર્મચારીઓને સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવે.
ઘાટીમાં હત્યાઓ અટકી રહી નથી
31 મે- કુલગામના ગોપાલપોરામાં આતંકવાદીઓએ એક હિંદુ શિક્ષકાની ગોળી મારીને હત્યા કરી હતી.
25 મે 2022 - કાશ્મીરી ટીવી કલાકાર અમીરા ભટની ગોળી મારી હત્યા.
24 મે 2022- આતંકવાદીઓએ પોલીસકર્મીની ગોળી મારી હત્યા કરી. આ હુમલામાં 7 વર્ષની બાળકી ઘાયલ થઈ હતી.
17 મે 2022- આતંકવાદીઓએ બારામુલ્લામાં વાઈન શોપ પર ગ્રેનેડ ફેંક્યો. આ હુમલામાં રણજિત સિંહનું મોત થયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
12 મે 2022 - કાશ્મીરી પંડિત રાહુલ ભટની બડગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. આતંકવાદીઓ તેમની ઓફિસમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો હતો.
12 મે 2022- પુલવામામાં પોલીસકર્મી રિયાઝ અહેમદ ઠાકોરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
9 મે 2022 - શોપિયામાં આતંકવાદીઓના ગોળીબારમાં એક નાગરિકનું મોત, જેમાં એક જવાન સહિત બે ઘાયલ થયા હતા.
2 માર્ચ, 2022- આતંકવાદીઓએ કુલગામના સંદુમાં પંચાયતના સભ્યની ગોળી મારીને હત્યા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.