તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Another Notice Issued To Arnab To Pay Rs 10 Lakh Bond For Not Running Hate Story, Accused Of Inciting Riots Due To News

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્નબને સાણસામાં લેવાનો પ્રયાસઃ:હેટ સ્ટોરી નહીં ચલાવવા 10 લાખનું બોન્ડ ભરવાની બીજી નોટિસ જારી, ન્યૂઝને કારણે રમખાણો ભડકાવવાનો આરોપ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ અગાઉ અર્નબ ગોસ્વામીની ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વયે નાઈક અને તેમની માતાની કથિત આત્મહત્યાના કેસમાં રાયગઢ પોલીસે ધરપકડ કરી હતી - ફાઈલ ફોટો. - Divya Bhaskar
આ અગાઉ અર્નબ ગોસ્વામીની ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વયે નાઈક અને તેમની માતાની કથિત આત્મહત્યાના કેસમાં રાયગઢ પોલીસે ધરપકડ કરી હતી - ફાઈલ ફોટો.
  • વર્લી પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ કમિશનર સુધીર જાંભવડેકરે સામાજિક સદભાવ બગાડવાનો આરોપ લગાવતાં અર્નબ ગોસ્વામીને નોટિસ જારી કરી છે
  • આ નોટિસમાં અર્નબને ફરીથી આ પ્રકારનો વર્તાવ ન કરવા માટે કોઈ એક સન્માનિત વ્યક્તિના જામીન આપવા માટે પણ કહેવાયું છે

મુંબઈ પોલીસે 10 લાખ રૂપિયાનું બોન્ડ લેવા માટે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને નોટિસ જારી કરી છે. ગોસ્વામી પર પાલઘર સાધુ હત્યાકાંડ તેમજ બાંદ્રા સ્ટેશન પર શ્રમિકોની ભીડના સમાચાર જોરશોરથી પીરસવાનો પણ આરોપ લગાવ્યો છે.

વર્લી પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ કમિશનર સુધીર જાંભવડેકરે સામાજિક સદભાવ બગાડવાનો આરોપ લગાવીને અર્નબ ગોસ્વામીને નોટિસ જારી કરી છે. આ નોટિસમાં અર્નબને ફરીથી આ પ્રકારનો વર્તાવ ન કરવા માટે કોઈ એક સન્માનિત વ્યક્તિના જામીન પણ આપવા માટે કહેવાયું છે. આ સાથે જ અર્નબને સારા વર્તાવનું વચન આપવા માટે 10 લાખ રૂપિયાનું બોન્ડ પણ ભરવા માટે કહેવામાં આવ્યું છે.

અર્નબને નોટિસ સીઆરપીસીની કલમ 108(1)(અ) અંતર્ગત મોકલવામાં આવી છે. આ સેક્શન ચેપ્ટર પ્રોસિડિંગ સાથે સંકળાયેલું છે. ચેપ્ટર પ્રોસિડિંગમાં એસીપી રેન્કના અધિકારીને મેજિસ્ટ્રેટના અધિકાર પ્રાપ્ત હોય છે.

લોકડાઉનને કારણે રમખાણ થતાં રહી ગયાઃં પોલીસ
પોલીસનો આરોપ છે કે અર્નબે પાલઘરમાં સાધુઓની હત્યા અને બાંદ્રામાં જમા થયેલી ભીડને લઈને પોતાના શો ‘પૂછતા હૈ ભારત’માં ધાર્મિક ભાવનાઓ ભડકાવતી વાતો કહી હતી. બંને કાર્યક્રમો દરમિયાન લોકડાઉન હોવાના કારણે રમખાણો થતાં રહી ગયાં હતાં

જામીન પર મુક્ત છે અર્નબ ગોસ્વામી
આ અગાઉ અર્નબ ગોસ્વામીની ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમના માતાની કથિત આત્મહત્યાના મામલે રાયગઢ પોલીસે ધરપકડ કરી હતી. 8 દિવસ સુધી જેલમાં રહ્યા પછી અર્નબને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. અર્નબ અને બે અન્ય વ્યક્તિ વિરુદ્ધ કામના બદલામાં અન્વયને પૈસા નહીં આપવાનો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો