તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Another Fatal Variant Of The Corona Was Found C.1.2; Scientists Say It Is Even More Dangerous Than The Delta Variant

ચેતજો... વધુ એક ઘાતક વેરિયન્ટ સામે આવ્યો:કોરોનાનો વધુ એક જીવલેણ વેરિયન્ટ C.1.2 મળ્યો છે; ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ખતરનાક હોવાનો વૈજ્ઞાનિકોનો મત

18 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • અત્યારસુધી 6 દેશમાં C.1.2 વેરિયન્ટ ફેલાઈ ચૂક્યો છે
  • કોરાનાનો મ્યૂટેશન B.1.621 પણ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઘોષિત
  • ભારતમાં હાલ આ વેરિયન્ટનો એક પણ કેસ નહીં

ભારતમાં હજી કોરોનાનો કહેર ઓછો થયો નથી ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ કોરોનાના નવા વેરિયન્ટની ઘોષણા કરી છે અને આ સાથે વિશ્વના દેશોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. આ વેરિયન્ટનું નામ C.1.2 છે. આ વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધુ સંક્રામક છે. આના સાથે કોરાનાનો મ્યૂટેશન B.1.621 વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઘોષિત કરવામાં આવ્યો છે. વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આ વેરિયન્ટને હજી વેરિયન્ટ ઓફ કન્સર્નના રૂપથી ક્લાસિફાઈડ કર્યા પહેલાં આ વેરિયન્ટની પ્રકૃતિ અને સંક્રામકતાની શક્તિ પર રિસર્ચ તેમજ નજર રાખવામાં આવશે.

વેરિયન્ટ C.1.2:
દક્ષિણ આફ્રિકામાં 21 મેના દિવસે આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવ્યો હતો. કોરોનાના આ વેરિયન્ટને વૈજ્ઞાનિકો ખૂબ જ ખતરનાક ગણાવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના ટેક્નિકલ પ્રમુખ ડો. મારિયા વોને ટ્વીટ કરીને કહ્યું હતું કે સી.1.2 બાબતે વધુ ધ્યાન આપવાની જરૂર છે. WHO સતત દક્ષિણ આફ્રિકાના શોધકર્તાઓ સાથે સંપર્કમાં છે અને આના પર વિશેષ રિસર્ચ કરી રહ્યા છે અને તેમણે આફ્રિકાના શોધકર્તાઓનો આભાર પણ માન્યો છે કે તેમણે આ વેરિયન્ટ મળતાં તરત જ WHOને આના વિશે જાણકારી આપી અને તેના પર અત્યારે શોધ કરવામાં આવી રહી છે.

100થી વધુ કેસો સામે આવ્યા
WHOએ કહ્યું હતું કે 21 મેએ આ વેરિયન્ટ સામે આવ્યા બાદ દુનિયાભરમાં આ વેરિયન્ટના 100થી વધુ કેસો સામે આવ્યા છે. અમારે આ નવા વેરિયન્ટની વધુ સિક્વન્સ વિશે શોધ કરવાની જરૂર છે, કેમ કે હજી સુધી ડેલ્ટા વેરિયન્ટને જ સૌથી ઘાતક વેરિયન્ટ માનવામાં આવે છે.

આ વેરિયન્ટ ઝડપથી એના સ્વરૂપમાં ફેરફાર કરે છે
કોરોનાનાઆ વેરિયન્ટને વૈજ્ઞાનિકો વધુ ઘાતક ગણાવી રહ્યા છે. 24 ઓગસ્ટે પ્રીપ્રિન્ટ રિપોઝિટરી મેડરેક્સિવ પર પિયર-રિવ્યુ અધ્યયન માટે પોસ્ટ કરવામાં આવેલા ડેટા અનુસાર સી.1ની તુલનામાં કોરોનાનો આ વેરિયન્ટ C.1.2 ઝડપથી મ્યૂટેશન કરી શકે છે. આનો અર્થ એ છે કે કોરોનાના આ નવા વેરિયન્ટના સ્પાઈક પ્રોટીનમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે.

ભારતમાં હજી સુધી કોઈ કેસ નોંધાયો નથી
કોરોનાના આ વેરિયન્ટે હાલ દુનિયાની ચિંતાઓમાં વધારો કર્યો છે, પણ ભારત માટે રાહતની ખબર છે કે હજી સુધી આ વેરિયન્ટનો એકપણ કેસ ભારતમાં નોંધાયો નથી. જોકે ભારત આ નવા વેરિયન્ટને લઈને સતર્ક અને ચિંતિંત પણ છે.

કોરોનાનો મ્યૂટેશન B.1.621 વેરિયન્ટ
આ વેરિયન્ટને હાલ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. હાલ આ વેરિયન્ટ પર વિવિધ રિસર્ચ થશે અને પછી આ વેરિયન્ટને ક્લાસિફાઈડ કરવામાં આવશે. જોકે આ મ્યૂટેશન વેરિયન્ટ પણ ખૂબ ઘાતક હોવાનું જણાઈ આવ્યું છે અને વેક્સિનની અસર પણ ઓછી થઈ શકે એવું જોખમ જણાવાઈ રહ્યું છે.

WHOએ કહ્યું હતું કે કોરોનાનો B.1.617 વેરિયન્ટ પહેલી વખત ભારતમાં ડિસેમ્બર મહિનામાં નોંધવામાં આવ્યો હતો. આ વેરિયન્ટ વાઈરસના મૂળભૂત વેરિયન્ટની તુલનામાં સરળતાથી ફેલાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...