તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Another Complaint Was Registered Against MD Manish Maheshwari, Alleging Insult To Hindu Goddess

ટ્વિટર ઈન્ડિયાના માથે વધુ એક આફત:MD મનીષ માહેશ્વરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ, હિન્દુ દેવીના અપમાનનો આરોપ

નવી દિલ્હીએક મહિનો પહેલા
ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ માહેશ્વરી
  • વકીલ આદિત્ય સિંહે મહાકાળી માતાજી અંગેના વાધાજનક કન્ટેન્ટને લઈને ફરિયાદ કરી

ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ માહેશ્વરી વધુ એક મુશ્કેલીમાં ફસાયા છે. મનીષ માહેશ્વરીની વિરુદ્ધ દિલ્હીમાં વધુ એક કેસ નોંધાયો છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં ટ્વિટર ઈન્ડિયાના એમડી અને એક NGOની વિરુદ્ધ દિલ્હી પોલીસના સાઈબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વકીલ આદિત્ય સિંહે ટ્વિટર ઈન્ડિયા, મનીષ માહેશ્વરી અને અથિસ્ટ રિપબ્લિકની વિરુદ્ધ મહાકાળી માતાજી અંગેના વાધાજનક કન્ટેન્ટને લઈને ફરિયાદ નોંધાવી છે.

નવા આઈટી નિયમોને લઈને ટ્વિટર અને સરકાર વચ્ચે તણાવ
નવા આઈટી નિયમોને લઈને ટ્વિટર અને સરકાર વચ્ચે તણાવ ચાલુ છે. જોકે આ દરમિયાન ટ્વિટરની મુશ્કેલીઓ વધી રહી છે. વકીલ આદિત્ય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એમડી મનીષ માહેશ્વરી સિવાય રિપબ્લિક અથિસ્ટના સંસ્થાપકની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે.

ટ્વિટર ઈન્ડિયાના એમડીના માથે વધુ એક આફત
ઉલ્લેખનીય છે કે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરની વિરુદ્ધ એક નવી ફરિયાદ નોંધવામાં આવી છે. વકીલ આદિત્ય સિંહે ટ્વિટર ઈન્ડિયા, મનીષ માહેશ્વરી અને અથિસ્ટ રિપબ્લિકની વિરુદ્ધ મહાકાળી માતાજીને લઈને વાધાજનક કન્ટેન્ટ અંગે નવી દિલ્હીમાં ફરિયાદ નોંધાવી છે.

ટ્વિટર યુઝર્સની પોસ્ટ અપમાનજનક
વકીલે હિન્દુ દેવી(મહાકાળી માતાજી) વાળી એક પોસ્ટ અંગે કહ્યું કે ટ્વિટર યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી અપમાનજનક હોવાની સાથે સમાજમાં દ્વેષ, શત્રુત ફેલાવનારી છે. પછીથી ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી. કહેવામાં આવી રહ્યું છે કે ઝડપથી આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી શકે છે.

ગાઝિયાબાદમાં વાઈરલ વીડિયોને લઈને કરાઈ છે FIR
આ પહેલા પણ ગાઝિયાબાદમાં વાઈરલ વીડિયોને લઈને ટ્વિટર ઈન્ડિયા અને તેના અધિકારીઓની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટમાંથી મનીષ માહેશ્વરીને ઈન્ટરીમ રાહત મળ્યા પછી મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતના ખોટા મેપ સાથે જોડાયેલા મામલામાં પણ ટ્વિટરની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...