• Gujarati News
  • National
  • Another Arrest From Uttarakhand, Mumbai Police Took A Young Man From Kotdwara With Them

બુલ્લી એપ કેસ:ઉત્તરાખંડમાંથી વધુ એક ધરપકડ, કોટદ્વારના યુવકને પોતાની સાથે લઈ ગઈ મુંબઈ પોલીસ

દેહરાદૂન20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંકેતિક તસ્વીર - Divya Bhaskar
સાંકેતિક તસ્વીર
  • બુલ્લી બાઈ એપ મામલામાં મંગળવારે મુંબઈની સાઈબર પોલીસે રુદ્રપુરથી એક યુવતીની ધરપકડ કરી હતી

બુલ્લી બાઈ એપ કેસમાં ઉત્તરાખંડમાં વધુ એક ધરપકડ થઈ છે. મુંબઈ પોલીસે મંગળવારે મોડીરાતે કોટદ્વારથી એક યુવકની ધરપકડ કરી છે. આ યુવકનું નામ મયંક રાવત છે. આ યુવક દિલ્હીની ઝાકીર હુસૈન કોલેજનો B.scનો વિદ્યાર્થી છે. એમ કહેવાઈ રહ્યું છે કે ઘટના સમયે યુવકે પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી પોસ્ટ કરી હતી.

હવે ઉત્તરાખંડમાંથી બેની ધરપકડ
બુલ્લી બાઈ એપ કેસમાં અત્યાર સુધીમાં ઉત્તરાખંડમાંથી બે વ્યક્તિની ધરપકડ થઈ છે. જેમાં એક યુવતીની રુદ્રપુરથી અને એક યુવકની કોટદ્રારથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના વેસ્ટ સાઈબર પોલીસ સ્ટેશને યુવકની ધરપકડ કરી છે.

કોટદ્વારના કોતવાલ વિજય સિંહે આ મામલાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે મુંબઈ પોલીસની ટીમે મંગળવારે રાતે 1.30થી 2.00 વાગ્યાની વચ્ચે નિંબૂચૌરમાંથી યુવકની ધરપકડ કરી હતી. મયંક રાવતને મુંબઈ પોલીસ સ્થાનિક કોર્ટમાં રજૂ કરશે. અહીંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા પછી પોલીસ તેને મુંબઈ લઈ જશે.

રુદ્રપુરથી એક યુવતીની ધરપકડ
બુલ્લી બાઈ એપ મામલામાં મંગળવારે મુંબઈની સાઈબર પોલીસે ઉધમસિંહ નગર જિલ્લાના રુદ્રપુરથી એક યુવતી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ યુવતી ઈન્ટમીડિએટ પાસ કર્યા પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી.

ઉત્તરાખંડની STF પણ સક્રિય
ધરપકડ પછી ઉત્તરાખંડ STFને પણ સક્રિય કરવામાં આવી છે. STF પોતાની રીતે માહિતી એકત્રિત કરી રહી છે. તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વોચ રખાઈ રહી છે. તેની સાથે જ આ એપ પર પણ નજર રાખવામાં આવી રહી છે. જોકે હજી સુધી ઉત્તરાખંડમાંથી કોઈ પીડિતનું નામ પ્રકાશમાં આવ્યું નથી. STF અંતર્ગત બંને સાઈબર પોલીસ સ્ટેશનની પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...