• Gujarati News
  • National
  • Annoyed By Those Calling Sai A God, Shani Raged Over The Entry Of Women Into The Temple

આખાબોલા હતા સ્વરૂપાનંદજી:સાંઈને ભગવાન ગણાવનારાઓથી નારાજ હતા, શનિ મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને ભડક્યા હતા

14 દિવસ પહેલા

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનું 99 વર્ષની આયુએ નિધન થયું છે. તેમને નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં રવિવારે બપોરે સાડા 3 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા. 9 વર્ષની ઉંમરે ઘર છોડનાર સ્વરુપાનંદ સરસ્વતીજી 1981માં શંકરાચાર્ય બન્યા હતા. અમે તમને તેમના જીવન સાથે જોડાયેલાં પાંચ વિવાદ અંગે જણાવી રહ્યાં છીએ....

ધર્મ સંસદમાં સાંઈબાબાને બતાવ્યા હતા અમંગલકારી

શંકરાચાર્યએ કહ્યું હતું- મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ સાંઈની પૂજા છે. જ્યારે પણ ખોટા લોકોની પૂજા થાય છે, દુષ્કાળ અને મોત જેવી સ્થિતિ ઊભી થાય છે.
શંકરાચાર્યએ કહ્યું હતું- મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ સાંઈની પૂજા છે. જ્યારે પણ ખોટા લોકોની પૂજા થાય છે, દુષ્કાળ અને મોત જેવી સ્થિતિ ઊભી થાય છે.

23 જૂન 2014નાં રોજ આયોજિત ધર્મ સંસદમાં શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદજીએ સાઈબાબા પર વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમને સાઈની પૂજાને હિન્દુ વિરોધી ગણાવતા કહ્યું હતું કે તેમના ભક્તોએ ભગવાન રામની પૂજા, ગંગામાં સ્નાન અને હર-હર મહાદેવના જપ કરવાનો અધિકાર નથી. આ ધર્મ સંસદમાં સર્વસંમતિથી સાઈ પૂજાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરાઈ હતી. જે બાદ તેમને 2016માં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં દુષ્કાળનું કારણ સાઈની પૂજા છે. જ્યારે પણ ખોટા લોકોની પૂજા થાય છે, દુષ્કાળ અને મોત જેવી સ્થિતિઓ ઊભી થાય છે. તેમને સાઈને અમંગલકારી ગણાવ્યા હતા.

સવાલ પૂછવા પર પત્રકારને ફડાકો ઝીંકી દીધો હતો

23 જાન્યુઆરી 2014નાં રોજ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ એક પત્રકારને થપ્પડ મારી દીધો હતો. જબલપુરના સિવિક સેન્ટર સ્થિત બગલામુખી દેવી મંદિરમાં એક ટીવી મીડિયાના પત્રકારે વડાપ્રધાન મોદી અંગેનો સવાલ પૂછ્યો હતો. જેના પર સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી ભડકી ગયા હતા અને તેને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. વિવાદ વધતા સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ એક નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે તેમને કોઈને ઝાપટ મારી ન હતી. તેઓ તમામને પ્રેમ કરે છે.

શનિ શિંગળાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર કહ્યું- દુરાચાર વધશે
મહારાષ્ટ્રના શનિ શિંગળાપુર મંદિરમાં મહિલાઓને પ્રવેશની મંજૂરી મળવાને લઈને શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે મહિલાઓને શનિના દર્શન ન કરવા જોઈએ. શનિની પૂજાથી તેમનું અનિષ્ટ થઈ શકે છે. તેમને કહ્યું હતું કે શનિ દર્શનથી મહિલાઓનું હિત નહીં થાય. તેના બદલે તેનાથી તેમની સાથે થનારા રેપ જેવી અપ્રિય ઘટનાઓ વધશે.

મહારાષ્ટ્રના શનિ શિંગળાપુર મંદિરમાં મહિલાઓને કોર્ટના આદેશ પછી પ્રવેશની મંજૂરી મળી હતી.
મહારાષ્ટ્રના શનિ શિંગળાપુર મંદિરમાં મહિલાઓને કોર્ટના આદેશ પછી પ્રવેશની મંજૂરી મળી હતી.

કેન્દ્ર પર લગાવ્યો હતો રામ મંદિરના નામે લોકોને મૂર્ખ બનાવવાનો આરોપ
સ્વામી સ્વરુપાનંદે 2019માં પશ્ચિમ બંગાળમાં 'જય શ્રીરામ'ના નારા પર તૃણુમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીની આક્રોશિત પ્રતિક્રિયા પર તેમનો બચાવ કરતા કહ્યું હતું કે તેઓ રામનો નહીં પરંતુ ભાજપનો વિરોધ કરે છે. તેમને આ દરમિયાન કેન્દ્ર સરકાર પર અયોધ્યામાં રામ મંદિરના નામ પર જનતાને મૂર્ખ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું હતું- હવે અમે અન્ય જગ્યાએ મંદિર બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. આ નિવેદન પર સ્વામી સ્વરુપાનંદ વિવાદોમાં ફસાયા હતા.

કેદારનાથ ત્રાસદી માટે તીર્થયાત્રીઓને દોષી ગણાવ્યા હતા
કેદારનાથ ત્રાસદી માટે તીર્થયાત્રીઓને દોષી ગણાવ્યા હતા

2013માં કેદારનાથમાં આવેલી ત્રાસદી પર શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ કહ્યું હતું- લોકોએ ધર્મસ્થળોને પિકનિક અને હનીમૂન સ્પોટ બનાવી દીધું છે, આ કારણે આવી ત્રાસદી જોવા મળી.

એપ્રિલ 2016માં વૈશાખી અને અર્ધકુંભ મેળા સ્નાનના પ્રસંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ તીર્થ યાત્રિકો પર નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો હતો. તેમને કેદારનાથ અને ઉત્તરાખંડમાં આવેલી આપદાને કારણે વાત કરતા કહ્યું હતું કે ગંગામાં બનાવવામાં આવતા ડેમ, અલકનંદા નદીમાં બંધ બનાવીને ધારી દેવીને મંદિરને ડૂબાડી દેવા અને તીર્થ યાત્રિકો દ્વારા પવિત્ર સ્થળ પર આવીને હોટલમાં ભોગવિલાસ કરવા ત્રાસદીનું મુખ્ય કારણ છે.

10 ફોટોઝમાં જુઓ સ્વામી શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું જીવન

નરસિંહપુર જિલ્લામાં આવેલા પરમહંસી ગંગા આશ્રમ સ્થિત આ દિવ્ય શિલા પર શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ 12 વર્ષ તપસ્યા કરી હતી.
નરસિંહપુર જિલ્લામાં આવેલા પરમહંસી ગંગા આશ્રમ સ્થિત આ દિવ્ય શિલા પર શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ 12 વર્ષ તપસ્યા કરી હતી.
શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ ધર્મગુરુ અખંડાનંદ સરસ્વતીની સાથે અનેક ધર્મ સંસદમાં ભાગ લીધો હતો.
શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીએ ધર્મગુરુ અખંડાનંદ સરસ્વતીની સાથે અનેક ધર્મ સંસદમાં ભાગ લીધો હતો.
2008માં શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી ગંગા સેવા અભિયાનને લઈને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને મળ્યા હતા.
2008માં શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી ગંગા સેવા અભિયાનને લઈને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને મળ્યા હતા.
આ તસવીર 7 જૂન 2013ની છે. આ દિવસે દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના આશમમાં શંકરાચાર્ય નેત્રાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ તસવીર 7 જૂન 2013ની છે. આ દિવસે દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના આશમમાં શંકરાચાર્ય નેત્રાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.
ફોટો ફેબ્રુઆરી 2013નો છે. અલ્હાબાદ મહાકુંભમાં ગંગા અને યમુનાની પવિત્રતા યથાવત રાખવા માટે ધાર્મિક નેતાઓએ ઉત્તરાખંડના રાજ્યપાલ અઝીઝ કુરૈશીને સન્માનિત કર્યા હતા. રાજ્યપાલ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીના નિમંત્રણ પર આ સમારંભમાં મુખ્ય અતિથિ હતા.

2015માં સ્વામીજીએ સાઈબાબા પર પ્રહાર વધારતા ભોપાલમાં એક પોસ્ટર જાહેર કર્યું હતું જેમાં ભગવાન હનુમાનને એક ઝાડના થડથી આધ્યાત્મિક ગુરુને બહાર કરતા દેખાડવામાં આવ્યા હતા.
2015માં સ્વામીજીએ સાઈબાબા પર પ્રહાર વધારતા ભોપાલમાં એક પોસ્ટર જાહેર કર્યું હતું જેમાં ભગવાન હનુમાનને એક ઝાડના થડથી આધ્યાત્મિક ગુરુને બહાર કરતા દેખાડવામાં આવ્યા હતા.
આ તસવીર 2014ની છે. તે સમયે રાજનાથ સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને લોકસભા ચૂંટણી પહેલાં સ્વામી સ્વરુપાનંદજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
આ તસવીર 2014ની છે. તે સમયે રાજનાથ સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને લોકસભા ચૂંટણી પહેલાં સ્વામી સ્વરુપાનંદજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
આ તસવીર 2016ની છે. શંકરાચાર્યજીના પાદૂકા પૂજન કરતા આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર.
આ તસવીર 2016ની છે. શંકરાચાર્યજીના પાદૂકા પૂજન કરતા આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 14 માર્ચ 2016નાં રોજ ભોપાલમાં શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીની મુલાકાત કરી હતી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 14 માર્ચ 2016નાં રોજ ભોપાલમાં શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીની મુલાકાત કરી હતી.
11 સપ્ટેમ્બર 2022નાં રોજ સ્વામીજીએ મધ્યપ્રદેસના આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા.
11 સપ્ટેમ્બર 2022નાં રોજ સ્વામીજીએ મધ્યપ્રદેસના આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા.
અન્ય સમાચારો પણ છે...