• Gujarati News
  • National
  • Announcing This, Mayawati Said, "There Is No Question Of Owaisi Contesting The Elections With AIMIM."

UP-ઉત્તરાખંડમાં BSP એકલા ચૂંટણી લડશે:માયાવતીએ જાહેરાત કરી,કહ્યું- ઓવૈસીની AIMIM સાથે ચૂંટણી લડવાનો કોઈ સવાલ જ નથી

લખનઉ4 મહિનો પહેલા
  • માયાવતીએ રવિવારે સવારે સોશિયલ મીડિયા પર માહિતી આપી

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતીએ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં એકલા પોતાના બળે જ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે પંજાબમાં ગઠબંધનનો અવકાશ યથાવત્ રહેશે. માયાવતીએ રવિવારે સવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. બસપા સુપ્રીમોએ પણ એવા અહેવાલોને નકારી કાઢયા હતા કે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે યુપીમાં બસપા અને AIMIMવચ્ચે ગઠબંધન થઈ શકે છે.

સતિષચંદ્ર મિશ્રાની મીડિયા સેલના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર તરીકે નિમણૂક
માયાવતીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ગઈકાલથી મીડિયામાં સમાચાર ફેલાઈ રહ્યા છે કે ઓવૈસીની પાર્ટી AIMIM અને બસપા એક સાથે મળીને યુપીમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને તથ્યહીન છે. આ સાથે તેમણે સતિષચંદ્ર મિશ્રાને બસપા મીડિયા સેલના રાષ્ટ્રીય કોઓર્ડિનેટર બનાવવાની પણ માહિતી આપી છે.

માયાવતીએ કહ્યું- સમાચાર ચલાવતા પહેલા ચોક્કસપણે BSPની વાત જાણવી
માયાવતીએ પોતાની પોસ્ટમાં મીડિયાને અપીલ પણ કરી છે કે બહુજન સમાજ પાર્ટી વિશે સમાચાર લખતા, બતાવતા કે પ્રકાશિત કરતા પહેલા તેઓએ સતિષચંદ્ર મિશ્રા પાસેથી સાચી માહિતી લેવી જ જોઇએ. પાર્ટીની વાત જણાવી તે જરૂરી છે

2019માં માયાવતી અને અખિલેશ સાથે આવ્યા હતા
ઉત્તરપ્રદેશમાં 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન BSP (બહુજન સમાજ પાર્ટી) અને SP (સમાજવાદી પાર્ટી) એ તેમની જૂની લડત છોડીને એક સાથે આવ્યા હતા, પરંતુ ચૂંટણીમાં પરાજય પછી માયાવતીએ આ માટે સમાજવાદી પાર્ટીના નબળા સંગઠનને દોષી ઠેરવ્યુ હતું. આ પછી જ બંનેનું ગઠબંધન તૂટી ગયું હતું. ગયા વર્ષે બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં BSPઅને અસદુદ્દીન ઓવૈસીની AIMIM મળીને ચૂંટણી લડ્યા હતા. ત્યારથી આ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે યુપીમાં પણ AIMIM અને BSP સાથે મળીને આવી શકે છે.