• Home
  • National
  • Announcing free rations for the next 12 months, Mamata said, "Our food quality will be better than the center."

બંગાળ સરકાર / મમતાએ આગામી 12 મહિના ફ્રી રાશન આપવાની જાહેરાત કરી, કહ્યું- અમારા અનાજની ગુણવત્તા કેન્દ્ર કરતા સારી હશે

મમતા બેનર્જીએ કહ્યું કે દેશના 130 કરોડ લોકોને ફ્રી રાશન આપવું જોઈએ (ફાઈલ ફોટો)
મમતા બેનર્જીએ કહ્યું કે દેશના 130 કરોડ લોકોને ફ્રી રાશન આપવું જોઈએ (ફાઈલ ફોટો)
X
મમતા બેનર્જીએ કહ્યું કે દેશના 130 કરોડ લોકોને ફ્રી રાશન આપવું જોઈએ (ફાઈલ ફોટો)મમતા બેનર્જીએ કહ્યું કે દેશના 130 કરોડ લોકોને ફ્રી રાશન આપવું જોઈએ (ફાઈલ ફોટો)

  • પ્રધાનમંત્રી મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના આગામી 5 મહિના સુધી લંબાવી
  • મમતા બેનર્જીએ કહ્યું- દેશના 130 કરોડ ભારતીયને મફત રાશન આપવામાં આવે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:00 AM IST

કોલકાતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંદેશમાં જાહેરાત કરી હતી કે ગરીબ પરિવારને આગામી 5 મહિના એટલે કે નવેમ્બર સુધી મફત રાશન આપવાનું જારી રાખવામાં આવશે. આ જાહેરાતના થોડા સમયમાં મમતા સરકારે પણ આગામી 12 મહિના સુધી એટલે કે જૂન, 2021 સુધી તેમના રાજ્યમાં ફ્રી રાશન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમારા રાજ્યમાં જે અનાજ મળશે તે ક્વોલિટીમાં કેન્દ્ર કરતા સારું હશે. મમતા બેનર્જીએ કહ્યું- કેન્દ્ર જે રાશન અમને આપી રહ્યું છે તે બંગાળના ફક્ત 60 ટકા લોકોને જ મળી શકે છે. આ ભેદભાવ શાં માટે. હું કહેવા માંગુ છું કે દેશના 130 કરોડ લોકોને ફ્રી રાશન આપવું જોઈએ.
ચીનની એપને પ્રતિબંધિત કરવી તે પૂરતું નથી- મમતા
મમતાએ કહ્યું કે ચીનની એપને પ્રતિબંધિત કરવી તે પૂરતુ નથી. ચીનને જડબાતોડ જવાબ આપવામાં આવવો જોઈએ, આ મુદ્દે અમે કેન્દ્ર સરકાર પર નિર્ણય છોડ્યો છે. આ વિદેશ મંત્રાલયને લગતી બાબત છે. કેન્દ્રના નિર્ણયનું અમે સમર્થન કરી છીએ. અમે એક બાજુ આક્રમક થવું પડશે અને બીજી બાજુ કૂટનીતિનો પણ ઉપયોગ કરવો પડશે.
મોદીએ દેશને આપેલા સંદેશમાં કહ્યું- ખેડૂત-ટેક્સપેયર્સને લીધે ગરીબોને લાભ
મોદીએ રાષ્ટજોગ સંદેશમાં કહ્યું કે આજે ગરીબને સરકાર મફતમાં રાશન આપી રહી છે તો તેનો શ્રેય બે વર્ગોને જાય છે. પહેલો અન્ન દેવતા મહેનતી ખેડૂતો. બીજો આપણા ઈમાનદાર કરદાતાને.
મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી. તે હેઠળ દરેક ગરીબ પરીવારના દરેક સભ્યને આગામી 5 મહિના સુધી 5 કિલો ચોખા કે ઘઉં ફ્રી આપવામાં આવશે. આ સમય દરમિયાન પરિવારને એક કીલો ચણા પણ મફત આપવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી