તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જૈનાચાર્ય વિજયવલ્લભ સુરિશ્વર મહારાજની 151મી જયંતીના અવસરે "સ્ટેચ્યૂ ઓફ પીસ"નું લોકાર્પણ કર્યું હતું. રાજસ્થાનના પાલી જિલ્લાના જૈતપુરામાં આવેલા વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં આવેલી આ પ્રતિમાનું લોકાર્પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતુ. 151 ઈંચ લાંબી પ્રતિમા અષ્ટધાતુમાંથી તૈયાર કરવામાં આવેલી છે. તેમાં તાંબાનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.
મોદીએ કહ્યું કે, મારું સૌભાગ્ય છે કે આ દેશે મને સરદાર વલ્લભ ભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ""સ્ટેચ્યૂ ઓફ યુનિટી"નું લોકાપર્ણ કરવાની તક આપી હતી, આજે જૈનાચાર્ય વિજયવલ્લભ જીની "સ્ટેચ્યૂ ઓફ પીસ"ના લોકાર્પણનું સદભાગ્ય મને મળી રહ્યું છે. આચાર્ય વિજયવલ્લ્ભજીએ શિક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું.
વિજયવલ્લભ સુરિશ્વર મહારાજે ભગવાન મહાવીરના સંદેશનો પ્રચાર કર્યો હતો. સમાજના કલ્યાણ સાથે જોડાયેલા કાર્યો, શિક્ષણને પ્રોત્સાહન, પ્રેરણા આપનાર સાહિત્ય લેખનમાં ઉમદા ભૂમિકા નિભાવી હતી. તેમણે સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય યોગદાન આપવાની સાથે જ સ્વદેશીને પ્રોત્સાહન આપ્યું હતું. સુરિશ્વર મહારાજના પ્રયાસોથી આજે અલગ અલગ રાજ્યોમાં 50 કોલેજ, શાળા અને અભ્યાસ કેન્દ્રો ચાલી રહ્યાં છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.