• Gujarati News
  • National
  • Anker's Responsibility To Stop Hate, Why Is The Government Sitting With A Blind Eye?

હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે ન્યૂઝ ચેનલોને ફટકાર લગાવી:નફરતને અટકાવવી એંકરની જવાબદારી, સરકાર આંખ બંધ કરીને કેમ બેઠી છે?

12 દિવસ પહેલા

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ વાળા ટોક શો અને રિપોર્ટ ટેલિકાસ્ટ કરવા મામલે ટીવી ચેનલોને ફટકાર લગાવી છે. બુધવારે હેટ સ્પીચ મામલે અરજીઓની સુનાવણી કરતા જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ ઋષિકેશ રોયની બેંચે આ વાત કહી. કોર્ટે કહ્યું કે નફરતને અટકાવવી એ ન્યૂઝ એંકરની જવાબદારી છે. બેંચે પૂછ્યું કે આ મામલે સરકાર કેમ આંખ બંધ કરીને બેઠી છે. શું આ એક સામાન્ય મુદ્દો છે.

કોર્ટે કહ્યું કે પ્રેસની સ્વતંત્રતા ખરી પણ ટીવી પર અપશબ્દ બોલવાની આઝાદી નથી. આવું કરનાર યુનાઈટેડ કિંગડમની એક ટીવી ચેનલને મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ખબર હોવી જોઈએ કે લાઈન ક્યાં દોરવાની છે- SC
કોર્ટે કહ્યું,"મેનસ્ટ્રીમ મીડિયા અને સોશિયલ મીડિયા ચેનલો રેગ્યુલેશન વિનાની છે. એ જોવાની જવાબદારી એન્કરોની છે કે ક્યાંય હેટ સ્પીચ ન થાય. પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે. તેમને અમેરિકાની જેમ સ્વતંત્રતા નથી, પરંતુ તેની ખબર હોવી જોઈએ કે બાઉન્ડ્રી લાઈન ક્યાં ખેંચવાની છે."

સરકારે આ મુદ્દે કોર્ટની મદદ કરવી જોઈએ
દર્શકોને શા માટે હેટ શો પસંદ આવે છે તેના પર કોર્ટે કહ્યું કે કોઈ રિપોર્ટમાં નફરતની ભાષા ઘણા સ્તરે છે. જેમ કે કોઈની હત્યા કરવી. તમે આને કઈ રીતે અંજામ આપી શકો છો. ન્યૂઝ ચેનલો દર્શકોને અમુક વિશ્વાસના આધારે બાંધી રાખે છે. પરંતુ સરકારે પ્રતિકૂળ વલણ ન લેવું જોઈએ. સરકારે આ મામલે કોર્ટને મદદ કરવી જોઈએ.

ભડકાઉ સ્પીચથી માત્ર નેતાઓને ફાયદો
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે હેટ સ્પીચથી રાજકીય નેતાઓને સૌથી વધુ ફાયદો થાય છે અને ટીવી ચેનલ્સ તેમને મંચ આપે છે. સીનિયર એડવોકેટ સંજય હેગડેએ કહ્યું - ચેનલ અને નેતા આવી હેટ સ્પીચથી જ ચાલે છે. ચેનલોને પૈસા મળે છે એટલે તેઓ 10 લોકોને ડિબેટમાં સામેલ કરે છે.

નવેમ્બરમાં આગામી સુનાવણી થશે
ટીવી ચેનલોની હેટ સ્પીચ રિપોર્ટ વાળી અરજીઓ પર આગામી સુનાવણી 23 નવેમ્બરે થશે. કોર્ટે કેન્દ્રને સ્પષ્ટતા કરવાનો નિર્દેશ આપ્યો છે કે શું તે અપ્રિય ભાષણને રોકવા માટે કાયદા પંચની ભલામણો પર કાર્યવાહી કરવા માંગે છે કે કેમ.

અન્ય સમાચારો પણ છે...