તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રસી આપ્યાના 15 દિવસની અંદર હરિયાણાના આરોગ્યમંત્રી અનિલ વીજ કોરોના સંક્રમિત થયા છે. તેમને 20 નવેમ્બરે સ્વદેશી કોવેક્સિનની પ્રથમ રસી અપાઈ હતી. આ રસી હૈદરાબાદની ફાર્મા કંપની ભારત બાયોટેક અને આઈસીએમઆર મળીને બનાવી રહ્યા છે. દેશમાં તેનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. વીજે કહ્યું કે તેમને ગળામાં મુશ્કેલી હતી, તાવ આવતો હતો અને શરીર દુખતું હતું. તેમને કહેવાયું હતું કે બીજા ડોઝ પછી શરીરમાં એન્ટીબોડી બનવા માંડે છે. પ્રથમ ડોઝના 28 દિવસ પછી બીજો ડોઝ અપાય છે. ત્યારપછી 14 દિવસ બાદ સમગ્ર રીતે એન્ટીબોડી બને છે. તેનું સંપૂર્ણ ચક્ર 42 દિવસનું હોય છે. વીજને અંબાલા કેન્ટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
I have been tested Corona positive. I am admitted in Civil Hospital Ambala Cantt. All those who have come in close contact to me are advised to get themselves tested for corona.
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) December 5, 2020
કોરોના સામે લડવા માટે ભારત બાયોટેકે કોવેક્સિન બનાવી છે, જેની હાલ દેશમાં ટ્રાયલ ચાલી રહી છે. ત્રીજી ટ્રાયલ 20 નવેમ્બરે શરૂ થઈ હતી. આ ફાઈનલ તબક્કામાં વિજને પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. મંત્રી વિજે આ ટ્રાયલ માટે પોતે વોલન્ટિયર બનવાની પહેલ કરી હતી. તેમને કો-વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ પછી આપવાનો હતો, પણ આ પહેલાં જ તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા.
ભાસ્કર એક્સપ્લેઇનર
1. શું રસી આપ્યા છતાં અનિલ વીજ સંક્રમિત થયા?
- આઈસીએમઆરના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડૉ. રમણ ગંગાખેડકર કહે છે કે પ્રથમ ડોઝમાં વીજને અપાઈ હતી કે પ્લેસીબો એ ખબર નથી. આથી એવું કહી શકાય નહીં કે રસી આપ્યા છતાં તેઓ સંક્રમિત થયા.
2. પરીક્ષણમાં કેવા પ્રકારની પ્રક્રિયા અપનાવાય છે?
- ભારત બાયોટેકે કહ્યું કે રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણ ડબલ બ્લાઈન્ડ, રેડ માઈઝ્ડ હોય છે. આ હેઠળ પ્રથમ 50 ટકા લોકોને દવા અપાય છે. જ્યારે બાકીના 50 ટકા લોકોને પ્લેસીબો (તેનાથી શરીરમાં એન્ટિબોડી બને છે જે વ્યક્તિને શારીરિક કરતાં માનસિક રીતે મજબૂત બનાવે છે.) અપાય છે. ત્યારપછી બીજા ડોઝમાં જેમને રસી અપાઈ હતી તેમને પ્લેસીબો અપાય છે. જેમને પ્લેસીબો અપાય તેમને રસી અપાય છે.
3. એન્ટિબોડી ખરેખર ક્યારે અસર બતાવવા માંડે છે?
- આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષણ હેઠળ વોલેન્ટિયર્સને રસીના બે ડોઝ અપાય છે. બંને ડોઝ વચ્ચે 28 દિવસનો ગાળો હોય છે. બીજા ડોઝના 14 દિવસ પછી ખરેખર ખ્યાલ આવે છે કે વોલેન્ટિયર્સ પર કેવા પ્રકારની અસર થઈ. આ 42 દિવસની પ્રક્રિયા છે. વીજને હજી પહેલો ડોઝ જ અપાયો છે.
4. રસી અપાયા પછી નિશ્ચિંત થઈ શકાય છે?
- ડૉ. ગંગાખેડકર કહે છે કે પહેલો ડોઝ જ નહીં બીજા ડોઝ પછી પણ સંપૂર્ણ રીતે નિશ્ચિંત રહી શકાય નહીં. જેમને રસી અપાય છે તેમણે આગામી બે-ત્રણ વર્ષ સુધી કોરોના સામે સાવધાની રાખવી જોઈએ. જેમકે માસ્ક લગાવવું, સોશિયલ ડિસ્ટન્સિંગ, નિશ્ચિત સમયે હાથ ધોવા વગેરે.
20 રિસર્ચ સેન્ટર પર ત્રીજી ટ્રાયલ
દેશનાં 20 રિસર્ચ સેન્ટર પર કોરોના વેક્સિનની ત્રીજી ટ્રાયલ કરવામાં આવી રહી છે. લગભગ 26 હજાર લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ સેન્ટરમાં PGIMS રોહતક પણ સામેલ છે. ભારત બાયોટેક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે મળીને આ ટ્રાયલ કરી રહ્યા છે. પહેલા બે તબક્કામાં જે લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી, તેમાં કોઈ આડ અસર જોવા મળી ન હતી. કોઈ પણ વોલન્ટિયરના કોરોના સંક્રમિત થવાનો રિપોર્ટ પણ નથી.
આવી રીતે ડોઝ આપવામાં આવી રહ્યો છે
કાઉન્સિલિંગઃ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી સૌથી પહેલા વોલન્ટિયર્સનું કાઉન્સિલિંગ થાય છે, જેમાં બે કાઉન્સલર કામ કરે છે. આ દરમિયાન 18 પાનાંનો કન્સેન્ટ લેટર ભરાવવામાં આવે છે.
હેલ્થ અસેસમેન્ટઃ અહીં કાઉન્સિલિંગ પછી વોલન્ટિયર્સના સ્વાસ્થ્યનું પૂરેપૂરું પરીક્ષણ કરવામાં આવે છે, સાથે જ કોરોના ટેસ્ટ પણ કરે છે. અહીં બે ડોક્ટર્સ અને બે નર્સની ટીમ છે.
વેક્સિનેશનઃ બે પ્રોસેસ પસાર થયા પછી છેલ્લી પ્રોસેસમાં વેક્સિનનો ડોઝ લગાવવામાં આવે છે, જેના માટે ડોક્ટર અને ચાર નર્સ કામ કરે છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.