• Gujarati News
  • National
  • Anil Deshmukh Money Laundering Case; Maharashtra Ex Home Minister Deshmukh Reached At ED Office In Mumbai Today

100 કરોડની ખંડણીની તપાસ:5 વાર સમન્સ મોકલ્યા પછી ED ઓફિસ પહોંચ્યા પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ, પત્ની-દિકરો પણ ટૂંક સમયમાં હાજર થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

100 કરોડના ખંડણી કેસના આરોપી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અંતે આજે સોમવારે સવારે 11.55 અચાનક ઈડી ઓફિસ પહોંચ્યા છે. દેશમુખને ઈડીએ 5 વખત પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. પરંતુ દર વખતે તેમના વકિલ ઈન્દ્રપાલ સિંહ ઈડીની ઓફિસ પહોંચતા હતા. તેમની દલીલ હતી કે, દેશમુખ 75 વર્ષના છે અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસના કારણે તેઓ હાજર થઈ શકતા નથી.

ઈડી 100 કરોડના ખંડણી કેસમાં મની લોન્ડરિંગ એંગલથી પણ તપાસ કરી રહી છે. દેશમુખની સાથે તેમના દિકરા ઋષિકેશ દેશમુખ અને પત્નીને પણ બે વખત બોલાવવામાં આવ્યા છે. પરંતુ તેઓ પણ અત્યાર સુધી ઈડી ઓફિસ પહોંચ્યા નથી. માનવામાં આવે છે કે, દેશમુખ પછી હવે ટૂંક સમયમાં તેમના દિકરા અને પત્ની પણ ઈડીની સામે હાજર થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટમાં અરજીનો ઉલ્લેખ કરાયો
આ પહેલાં વકિલ દ્વારા મોકલવામાં આવેલા એક પત્રમાં દેશમુખે તેમના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાની વાત કરી છે. અનિલ દેશમુખે ઈડીને લખેલા પત્રમાં તપાસ એજન્સી દ્વારા તેમની તાકાત અને અધિકારનોનો ખોટો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, હજી સુધી મને ECIRની કોપી અથવા અન્ય કોઈ દસ્તાવેજ ઈડી તરફથી મળ્યા નથી કે જેનાથી સ્પષ્ટ થાય કે, આ સમન્સ માત્ર મીડિયામાં સનસનાટી ફેલાવવા માટે મોકલવામાં આવ્યો છે.

CBIએ પણ દેશમુખની તપાસ શરૂ કરી
મુંબઈ પોલીસના પૂર્વ પોલીસ અધિકારી અને વર્તમાનમાં હોમ ગાર્ડ DG પરમબીર સિંહે અનિલ દેશમુખ પર રૂ. 100 કરોડની ખંડણીનો આરોપ લગાવ્યો છે. તે માટે જ અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદથી રાજીનામું આપવું પડ્યું છે.
આ કેસમાં દેશમુખ સામે પહેલાં CBIએ કેસ નોંધ્યો હતો અને પછી તેમાં મની ટ્રેલની માહિતી મળતાં ઈડીની એન્ટ્રી થઈ છે. ઈડીએ અનિલ દેશમુખ સામે મનિ લોન્ડરિંગનો કેસ પણ દાખલ કર્યો છે. CBI બે વખતે દેશમુખના ઘરે દરોડા પણ પાડી ચૂકી છે.

દેશમુખના PA-PSની પણ ધરપકડ કરાઈ
આ કેસમાં દેશમુખના PA સંજીવ પલાંડે અને PS કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી છે. બંને હાલ કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં છે. તેમના પર આરોપ છે કે, તેમણે મની લોન્ડરિંગમાં દેશમુખની મદદ કરી હતી. બીજી બાજુ દેશમુખે ઈડીની પૂછપરછમાંથી બચવા માટે એક પત્ર પણ લખ્યો હતો.

ઈડીએ જપ્ત કરી દેશમુખની બે પ્રોપર્ટી
આ કેસમાં 15 દિવસ પહેલાં દેશમુખ અને તેમના પરિવારની 4.2 કરોડ સંપત્તિને જપ્ત કરવામાં આવી છે. તેમાં નાગપુરનો એક ફ્લેટ અને પનવેલની એક જમીન સામેલ છે. આ કેસમાં દેશમુખના PA સંજીવ પલાંડે અને PS કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી છે. બંને હાલ કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં છે.

પરમબીર સિંહના આરોપ પછી શરૂ થઈ તપાસ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અંદાજે અઢી મહિના પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્રમાં આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે જ મુંબઈ પોલીસમાંથી સસ્પેન્ડ કરાયેલા અધિકારી સચિન વઝેને દર મહિને રૂ. 100 કરોડની ખંડણી ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો હતો.

એક દિવસ પહેલાં જ દેશમુખનો મિડલમેન અરેસ્ટ કરાયો
આની સાથે જોડાયેલા કેસમાં CBIએ રવિવારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ એજન્સીએ થાણેથી સંતોષ શંકર જગતાપ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. હાલ તે ચાર દિવસની કસ્ટડીમાં છે. જગતાપને અનિલ દેશમુખનો મિડલ મેન માનવામાં આવે છે. CBIએ થોડા દિવસ પહેલાં જ અમુક કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ લીક કેસમાં અનિલ દેશમુખના ઘણાં સ્થળ પર દરોડા પાડ્યા હતા. બે સપ્ટેમ્બરે તપાસ એજન્સીએ દેશણુખના વકીલ આનંદ દાગા અને તેમના જ સબઈન્સપેક્ટર અભિષેક તિવારીની ધરપકડ કરી હતી.