• Gujarati News
  • National
  • Angry Husband Attacks Father in law For Refusing To Come, Woman Admitted To Hospital In Critical Condition

પતિએ પત્નીનો હાથ કાપી નાંખ્યો:સાસરે આવવાનો ઈન્કાર કરતા ગુસ્સે ભરાયેલા પતિએ હુમલો કર્યો, મહિલાને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ

સાગર (મધ્ય પ્રદેશ)2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી

મધ્ય પ્રદેશના સાગર જીલ્લાના ગ્રામ કાંસલ પિપરિયામાં કૌટુંબિક વિવાદને પગલે પતિએ ધારદાર હથિયાર વડે પત્નીનો હાથ કાપી નાંખ્યો હતો. ગંભીર સ્થિતિમાં મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપી સામે કેસ દાખલ કર્યો છે.

માહિતી પ્રમાણે રવીના નાથ તેના પિયર કાંસલ પિપરીયામાં રહેતી હતી. તેનું સાસરું વિદિશામાં છે. શુક્રવારે તેનો પતિ પપ્પૂ તેને લેવા માટે કાંસલ પિપરીયા પહોંચ્યો હતો. તેની પત્ની રવીનાને વિદિશા આવવા માટે કહ્યું તો તેણે આવવાનો ઈન્કાર કરી દીધો હતો. રાત્રીના સમયે લગભગ 3 વાગે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

વિવાદ વધ્યો હતો અને ગુસ્સમાં પતિએ ધારદાર હથિયાર વડે પત્ની રવીના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં રવીનાનો હાથ કપાઈને અલગ થઈ ગયો હતો. રવીનાની બૂમો સાંભળીને પરિવાર સફાળો જાગી ગયો હતો અને તેમણે રવીનાને લોહીથી લથપથ સ્થિતિમાં જોઈ હતી. તેનો એક હાથ કપાઈને અલગ થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ભોપાલ રેફર કરવામાં આવી. બીજી બાજુ આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ ઘટનામાં તપાસ શરૂ કરી હતી. આરોપી પતિ આ ઘટના બાદ ભાગી ગયો છે.